ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ
Written By વેબ દુનિયા|

વાસ્તુ મુજબ તિજોરી અને લોકર

સમાન પહોળાઈવાળી તિજોરી રાખવી ઉત્તમ

N.D
ઘરમાં તિજોરી અને લોકર બનાવવા માટે પણ મુહૂર્ત જોવુ જોઈએ. સ્વાતિ પુનર્વસુ, શ્રવણ, ઘનિષ્ઠા, ઉત્તરા અને શુક્રવાર આ માતે શુભ છે અને પ્રથમા, બીજ, પાંચમ, સાતમ, દશમી, અગિયારસ, તેરસ અને પૂનમની તિથિઓ આ માટે શ્રેષ્ઠ છે.

તિજોરી (ખાસ કરીને લાકડીની) જો થોડી પાતળી કે ખૂબ પહોળી હોય તો ઘરમાં અનાજ-ધનની કમી રહે છે. તેથી સમાન પહોળાઈવાળી તિજોરી હોવી જોઈએ. ત્રાંસી કાપેલી તિજોરી પણ ધનનો નાશ કરે છે.

જોડ લગાળેલા લોકર કે તિજોરી પણ ઘરમાં રાખવાથી ઝગડો અને કંકાશ થાય છે. તિજોરી કે લોકર આગળની તરફ નમીલા હોય તો ઘરનો માલિક ઘરની બહાર જ રહે છે.

તિજોરી અને લોકરનુ મોઢુ હંમેશા પૂર્વ કે ઉત્તરની તરફ ખુલવુ જોઈએ. વિધિવત પૂજન કર્યા પછી જ તેમા વસ્તુઓ મૂકો અને દરેક શુભ પ્રસંગ પર ઈષ્ટ દેવની પૂજા કરવા સાથે સાથે લોકરનુ પણ પૂજન કરો (કુબેર પૂજન)જેથી ઘરમાં બરકત કાયમ રહે.