રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ
Written By
Last Updated : બુધવાર, 16 જાન્યુઆરી 2019 (11:26 IST)

વાઈબ્રન્ટ સમિટમાં સૌપ્રથમવાર વિદેશની યુનિવર્સિટીઓનું કોન્કલેવ યોજાશે

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં આ વખતે પ્રથમવાર ઈન્ટરનેશનલ યુનિવર્સિટીઝ કોન્કલેવ યોજાનાર છે.જે ૧૮મીએ બપોરે ૩ વાગ્યાથી ગાંધીનગરમા આવેલી પંડિત દીનદયાલ પેટ્રોલિયમ ઉપાધ્યાય(પીડીપીયુ)યુનિ.ખાતે શરૃ થશે. આ કોન્કલેવમાં રાજ્યની અને દેશની યુનિવર્સિટીઓના કુલપતિઓ ઉપરાંત શિક્ષણવિદો તથા વિદેશની વિવિધ યુનિ.ઓના શિક્ષણવિદો-પ્રતિનિધિઓ તથા કુલપતિઓ-ઉપકુલપતિઓ, મેનેજમેન્ટ ફેકલ્ટીઝ,ડીન તેમજ પ્રોફેસરો અને રીસર્ચ સ્કોલર્સ ઉપસ્થિત રહેશે. ખાસ કરીને અમેરિકાની ૧૫ યુનિ.ઓના ૨૦ જેટલા શૈક્ષણિવદો ઉપસ્થિત રહેશે.  આ કોન્કલેવમાં શૈક્ષણિક સંસ્થાઓની નીતિઓ ,એકેડમિક રીફોર્મ્સ, ટેકનોલોજી-મેડિકલ સાયન્સ તથા ફોરેન યુનિ.ઓમાં સ્ટુડન્ટ એક્સચેન્જ, પ્લેસમેન્ટ તેમજ રાજ્યની યુનિ.ઓ સાથે એમઓયુ કરવા સહિતના વિષયો પર ચર્ચા કરાશે.