બંગાળમાં ફિક્કો પડ્યો ભાજપનો જાદૂ, જાણો- કયા 5 કારણોના લીધે ઉંધા માથે પટકાઇ ભાજપ

BJP vs TMC
Last Modified રવિવાર, 2 મે 2021 (13:55 IST)
પશ્વિમ બંગાળની ચૂંટણીમાં ટીએમસી હેટ્રીક લગાવતી જોવા મળી રહી છે. મમતા બેનર્જીની પાર્ટી અત્યાર સુધી 192 સીટો પર બઢત સાથે સ્પષ્ટ બહુમત સાથે સરકાર બનાવવા તરફ છે, જ્યરે 'અબકી બાર' 200 પાર' નો નારો આપનાર ભાજપ 100ની અંદર સમેટાતી જોવા મળી રહી છે. સમાચાર લખાઇ રહ્યા છે જ્યાં સુધીના ટ્રેંડમાં 96 સીટો પ જ આગળ હતી. નંદીગ્રામ સીટ પર ભલે શુભેંદુ અધિકારી ટીએમસીના મુખિયા મમતા બેનર્જી કરતાં આગળ ચાલી રહ્યા હોય, પરંતુ બાબુલ સુપ્રિયો, સ્વપ્ન દાસગુપ્તા અને લોકેટ ચેટર્જી જેવા ભાજપના ઘણા દિગ્ગજ નેતાઓ માત ખાતા જોવા મળી રહ્યા છે. 5 તબક્કાની ગણતરી બાદ લોકેટ ચેટર્જી 5,844થી પાછળ ચાલી રહ્યા છે.

આ દિગ્ગજ ચહેરાઓની સાથે જ પાર્ટી પાછળ ધકેલાતા ભાજપના ખેમામાં નિશ્વત નિરાશા જોવા મળી રહી છે. ભલે 2016 ના મુકાબલે ભાજ્પે 30 ગણું વધારે સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ સરકાર બનાવવાની આશા ધરાવતી પાર્ટી માટે આ સંતોષજનક કહી ન શકાય. આવો જાણીએ, ભાજપના ઉમેદવારોના કયા કારણોથી પાછળ રહી ગયા. આ રહ્યા 5 મોટા કારણો...

મજબૂત સ્થાનિક નેતાની ખોટ
ભાજપ ભલે બંગાળમાં પીએમ નરેન્દ્ર મોદી, હોમ મિનિસ્ટર અમિત શાહ સહિત કેંદ્રીય મંત્રીઓની મોટી ફોજને ચૂંટણીના મેદાનમાં ઉતારે હોય, પરંતુ પરિણામોમાં તેની અસર જોવા મળી રહી નથી. રાજકીય જાણકારોના અનુસાર રાજ્યમાં કોઇ મજબૂત ચહેરો ન હોવાથી આ સ્થ્તિ સર્જાઇ છે. જોકે જનતાના મગજમાં એ વાત હતી કે પીએમ નરેન્દ્ર મોદી બંગાળના સીએમ બનવાના નથી. પાર્ટી તરફથી સીએમ માટે કોઇ ચહેરાની જાહેરાત પણ કરવામાં આવી ન હતી. માનવામાં આવે છે કે મમતાના મુકાબલે એક મજબૂત ચહેરાના અભાવ ભાજપને નડી ગયો.

લેફ્ટના સફાયાથી ટીએમસીને મળી બઢત
ભાજપ ભલે મુકાબલાને પુરી રીતે દ્વિપક્ષીય બનાવી દીધો, પરંતુ આ સમીકરણ તેને ભારે પડ્યું છે. જોકે લેફ્ટ અને કોંગ્રેસના સફાયાથી ભાજપ વિરૂદ્ધ થયેલ વોટ ટીએમસીને ગયા છે. ખાસકરીને મુસ્લિમ સમુદાય દ્વારા એકજુટ થઇને ટીએમસીને વોટ ગયા છે. આ સમીકરણ ભાજપ પર ભારે પડતું જોવા મળે છે. તેના ઉદાહારણ તરીકે જોઇ શકીએ છીએ કે કોંગ્રેસના ગઢ કહેવાતા માલદામાં તૃણમૂલ્ક ઓંગ્રેસને ક્લ્ની સ્વીપ કરવામાં આવી છે.

કોરોનાની બીજી લહેરનો ભાજપ પર વધુ કહેર
રાજકીય જાણકારોના અનુસાર કોરોનાની બીજી લહેરના લીધે ચૂંટણી પ્રચાર પ્રભાવિત થતાં ભાજપને નુકસાન થયું છે. જોકે આ પ્રેસિડેંસીવાળો વિસ્તાર હતો, જ્યાં આખરે ત્રણ રાઉન્ડમાં ચૂંટણી લડી રહ્યો હતો. આ વિસ્તારમાં મમતા બેનર્જીનો ગઢ ગણવામાં આવે છે. પ્રેસિડેંસીમાં હાવડા, હુગલી, નોર્થ અને સાઉથ પરગણા અને કલકત્તા જેવા વિસ્તારોમાં આવે છે. તેમાં માલદા રીઝનમાં ટીએમસીએ બઢત કાયમ કરી સફળતા પ્રાપ્ત કરી છે.

એકજુટ થયેલા ટીએમસીના વોટર, લેફ્ટમાં ભાજપની સેંધ
અત્યાર સુધીના ટ્રેંડથી એ સ્પષ્ટ થાય છે કે ભાજપે લેફટ-કોંગ્રેસના વોટોમાં મોટી સેંધ લગાવીને સફળતા પ્રાપ્ત કરી છે. 2019ની સામાન્ય ચૂંટણીમાં 18 લોકસભા સીટો જીતનાર ભાજપે પોતાની તે સફળતાને પુનરાવર્તિત થાય છે, પરંતુ વિધાનસભા ચૂંટણી જીતવામાં ચૂક થઇ ગઇ છે. તેનાથી સ્પષ્ટ છે કે તેના લેફ્ટ અને કોંગ્રેસના વોટોમાં તો સેંધ તો લગાવી છે, પરંતુ ટીએમસીના વોટર તેની સાથે જોડાઇ રહ્યા છે. એટલું જ નહી ભાજપ વિરોધી વોટ પણ તેને મળ્યા છે.

ધ્રુવીકરણના મુદ્દાની જોવા ન મળી અસર
બંગાળમાં 'જય શ્રી રામ' ના નારાને ચૂંટણીનો મુદ્દો બનાવીને ઉતરેલી ભાજપને ધ્રુવીકરણની મોટી આશા હતી, પરંતુ એવું જોવા મળ્યું નહી. બંગાળમાં ભાજપને 100 સીટોથી ઓછી મળશે તે સ્પષ્ટ છે કે તેને લેફ્ટ અને કોંગ્રેસના જનધારની મદદ મળી છે. પરંતુ ધ્રુવીકરણ થઇ શક્યું નહી. તેના લીધે ટીએમસી પોતાની સ્થિતિને જાળવી રાખવામાં સફળ રહી છે.


આ પણ વાંચો :