શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. મહિલા દિવસ
Written By વિકાસ સિંહ|
Last Modified: સોમવાર, 8 માર્ચ 2021 (16:26 IST)

મહિલા દિવસ પર મળો ભોપાલની સાક્ષીને જેમણે 'જંગલવાસ' માં 450 પ્રકારના 4000 છોડ લગાવ્યા

મહિલા દિવસના અવસર પર વેબદુનિયા તમ ને એ ખાસ લોકોને મળાવી રહી છે જેમણે પોતાના કામ અને જુનૂનથી પોતાની એક અલગ ઓળખ બનાવવા સાથે સમાજને પણ એક સંદેશ આપવાની કોશિશ કરી છે. 
 
ભોપાલમાં માનસરોવર ગ્લોબલ યુનિવર્સિટીમાં એગ્રીકલ્ચરજ્ની આસિસ્ટેંટ પ્રોફેસર સાક્ષી ભારદ્વાજે પોતાના પર્યાવરણ પ્રત્યે પ્રેમ અને જૂનુનને કારણે પોતાની માત્ર 800 સ્કવેયર ફીટની જગ્યામાં 450 પ્રકારના 4 હજાર છોડનુ એક સેલ્ફ સસ્ટેંડ ગાર્ડન બનાવી નાખ્યુ અને જેનુ નામ રાખ્યુ જંગલવાસ. 
 
વેબદુનિયા સાથે વાતચીતમાં સાક્ષી કહે છે કે છોડની હરિયાળીથી મળનારી શાંતિ અને થેરેપી માટે શરૂઆતમાં પોતાના ઘરમાં આવા છોડ લગાવવા શરૂ કર્યા છે જે શહેરમાં મળતા નથી. પોતાના ખાસ પ્રકારના જંગલવાસમાં સાક્ષીએ પશ્ચિમ બંગાળ, નાગાલેંડ, થાઈલેંડ, ઈંડોનેશિયાના છોડ પણ ત્યાના જેવા વાતાવરણ યોગ્ય ટેપરેચર અને સોઈલ ટેક્સચરની કંડીશન ગ્રીન હાઉસમાં બનાવ્બીને ઉગાડે છે. સાક્ષી બતાવે છે કે તેમણે પોતાના રૂમમાં હ્યુમિડીફાયર અને ગ્રો લાઈટ્સ લગાવીને છોડ લગાવ્યા છે. જેમને પ્રોપોગેટ  કરે છે. 
વેબદુનિયા સાથે વાતચીતમાં સાક્ષી પોતાના સફરને બતાવતા કહે છે કે 2020ના શરૂઆતમાં સોશિયલ મીડિયા પર ફિલોડેંડ્રોસ ફેમિલીના છોડને જોઈને એગ્જોટિંગ અને રેયર છોડ લગાવવાનો શોખ ડેવલોપ થયો. હુ છોડ માટેર સિટ્રક ફળ કે શાકબાજીના છાલટાથી બાયો-એંજાઈમ પણ પોતે જ બનાવુ છુ. આ ઉપરાંત વર્મીકંપોસ પણ જાતે જ બનાવુ છે. જે માટે 3 પિટ્સ બનાવી છે. તેનાથી ન્યૂટ્રીશનમાં પોતાના છોડને તેમની પ્રજાતિ મુજબ  તેની જરૂર મુજબ જ આપવામાં આવે છે.  હુ મેડિસિનલ છોડ અશ્વગંધા, શતાવરીની મદદથી બાયો રૂટિંગ હાર્મોન બનાવી રહી છુ. તેમા જ મારા હાઉસ પ્લાંટ્સની ગ્રોથ માટે  વાપરવા માંગુ છુ અને કમર્શિયલી પણ ઉપલબ્ધ કરવા માંગુ છુ. 
 
 
પોતાના આ પ્રકારના અલગ અને ચેલેંજવાળા કામ વિશે બતાવતા સાક્ષી કહે છે કે શરૂઆતમાં કોઈપણ કામ સહેલુ નથી હોતુ મને પણ ઘણી સમસ્યાઓ આવી. જેવી શરૂઆતમાં ખૂબ રેયર છોડ ખરીદી લેતી હતી. પણ તેની દેખરેખ કરતા આવડતી નહોતી. આવામાં ઘણા બધા છોડ મરી જતા હતા અને હુ કોઈનો ઠપકો સાંભળવા માટે તેને સંતાડી દેતી હતી. રેયર છોડ ખૂબ કૉસ્ટલી આવે છે તેથી મે રિસર્ચ કરવુ શરૂ કર્યુ અને ધીરે ધીરે કરીને આટલા છોડ રોપી શકી. હવે તો પપ્પા સાથે મીટિંગ કરવા માટે આવનારા લોકો પણ અહી જ બેસવુ પસંદ કરે છે. એટલુ જ નહી મારા મિત્રો પણ રૂમને બદલે અહી જ બેસવુ પસંદ કરે છે.   ફક્ત 800 સ્કવેયર ફીટમાં 4000 છોડ લગાવવા સહેલા નહોતા.  ખૂબ વધુ જગ્યા ન હોવાથી મે વર્ટિકલ સેપ્સ બનાવી છે.  વર્ટિકલ ગાર્ડનમાં ફક્ત રેયર છોડ જ લગાવ્યા છે.  મારા આખા ગાર્ડનમાં 4000થી વધુ છોડ છે જે 450 જુદી પ્રજાતિના છે. આ માટે મે એમપીમાં સૌથી વધુ મળનારા બૈબૂથી વર્ટિકલ સ્ટ્રક્ચર તૈયાર કર્યુ અને તેમા છોડ લગાવ્યા. 
 
સાક્ષી કહે છે કે તે ઘરના કચરા અને ભંગારનો ઉપયોગ ગાર્ડન મેંટેન કરવામાં કરે છે. કચરાની ગાડીને ખૂબ ઓછો કચરો આપે છે. આ ઉપરાંત નારિયળના ગોળામાં પણ છોડ વાવે છે જે એક મજબૂત પૉટની જેમ કામ કરવા સાથે તેમા પાણી પણ વધુ સમય સુધી રહેવા દે છે.  તે કહે છે કે પહેલા હુ બધા છોડ જમીનમાં લગાવતી હતી પણ આસપાસની માટીમાં ઉધઈ હોવાને કારણે છોડ ખરાબ થઈ જતા હતા.  તેથી કુંડામાં અને નારિયળના ગોળામાં લગાવવ શરૂ કર્યુ. 
 
નોકરી કરવા સાથે સુંદર ગાર્ડન બનાવવા માટે ક્યારે સમય મળી જાય છે આ સવાલ પર સાક્ષી કહે છે કે યૂનિવર્સિટી જતા પહેલા 2 કલાક ગાર્ડનમાં રહે છે. સવારે 6 થી 8 વાગ્યા સુધી.  આ સિવાય મમ્મી ખૂબ હેલ્પ અને કેયર કરે છે બધા છોડની. છોડને પ્લાસ્ટિક કૈન અને બૉટલ કાપીને લગાવવાનો આઈડિયા પણ મમ્મીનો જ હતો.  ફૈમિલીમાં બધા સપોર્ટિવ અને હેલ્પફુલ છે. 
 
એક્જોટિક અને રેયર છોડને એક ખાસ દિવાલ  - સાક્ષીની  પોતાના જેવા અનોખા સેલ્ફ સસ્ટેંડ ગાર્ડન જંગલવાસમાં એક્જોટિક અને રેયર  છોડની એક ખાસ વૉલ પણ છે જેમા 150થી એગ્જોટિક છોડ છે જે ફિલોઈડ્રોન, મૉન્સટેરા, બેગોનિયા, એપિપ્રેમનમ,  ક્લોરોફાઈટમ, અગ્લોનેમા, પરિવારથી છે. પોતાના જંગલ વોલની આ ખાસ દિવાલને સાક્ષીએ પ્લાસ્ટિક કૈન અને રિસાઈકિલની બોટલ અને નારિયળના ગોળામાં રેયર છોડ લગાવીને વિશેષ રીતે સજાવી છે.