ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 8 માર્ચ 2021 (12:24 IST)

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ: વિશ્વના મેરી ટાઇમ ઇતિહાસમાં મહિલાઓએ જહાજ ચલાવી રચ્યો ઇતિહાસ

કેન્દ્રીય બંદર, શીપીંગ અને જળમાર્ગ રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) મનસુખ માંડવીયાએ 6 માર્ચના રોજ જે.એન.પી.ટી. લિક્વિડ બર્થ જેટીથી શીપીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડીયાના પ્રોડક્ટ કેરિયર એમટી સ્વર્ણ ક્રિશ્ના પર “તમામ મહિલા અધિકારીઓના નૌકાયન”ને વર્ચ્યુલી લીલી ઝંડી આપી હતી. આ સાથે શીપીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડીયાએ તેના હિરક જયંતી ઉજવણીના ભાગરૂપે અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે વધુ એક સિદ્ધિ હાંસલ કરી હતી. વિશ્વના મેરીટાઇમ ઇતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે તમામ મહિલા અધિકારીઓ દ્વારા કોઈ જહાજ ચલાવવામાં આવી રહ્યું હોય.