શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. મહિલા દિવસ
Written By Author સ્મૃતિ આદિત્ય|
Last Updated : શુક્રવાર, 4 માર્ચ 2022 (17:30 IST)

મહિલા દિવસ વિશેષ : જ્યારે ગુજરાતમાં ગ્રીષ્માની ગરદન નહી કપાઈ દેશનું આત્મસન્માન કાપવામાં આવ્યુ

ગુજરાત.. રંગબેરંગી સંસ્કૃતિથી રંગાયેલુ આ રાજ્યના નામ સાથે યાદ આવે છે ગરબા, સુંદર-સજીલા કાંચ અને કોડીઓના હૈડીક્રાફ્ટ, મધુર હસતા લોકો.. પણ મહિલા દિવસના પહેલા અહી જે બે ઘટનાઓ બની.. તેને વાંચીને કલેજુ કંપી જાય ઉઠ્યુ... ગ્રીષ્મા.. સૂરતની એ સુંદર.. નિર્દોષ યુવતીની એક સનકી યુવકે ગળુ કાપી નાખ્યુ અને મામલો હતો એકતરફી પ્રેમનો... 
 
20 વર્ષનો આરોપી ફેનિલ પંકજ ગોયાણી ગ્રીષ્માની પાછળ એક વર્ષથી પડ્યો હતો... પ્રેમમાં નિષ્ફળ થતા તેણે તેને જ મારી નાખી જેને તે કથિત રૂપે પ્રેમ કરતો હતો.. કટરથી પરિવારજનો સામે જ ગરદન કાપી નાખી.. પ્રેમની આ દરિંદગીનુ રૂપ જોઈને દરેક કોઈ હેબતાઈ ગયુ... શુ આને પ્રેમ કહેવાય ?
 
આ ઘટનાને લીધે બધા દહેશતમાં હતા જ કે આવી જ એક વધુ ઘટના ગુજરાતમા જોવા મળી. જેમા દિવાનગીની અતિમાં ઠીક એ જ રીતે યુવતીની ગરદન પર વાર કરવામાં આવ્યા જે રીતે ગ્રીષ્માની સાથે થયુ.. ઠીક એવુ જ... 
 
પહેલો મામલો પાસોદરા ગામનો છે. આરોપી 12 ફેબ્રુઆરીની સાજે લગભગ 6 વાગે યુવતીને મળવા ઘરે પહોંચ્યો. અને યુવતીને પકડીને તેનુ ગળુ કાપી નાખી. એકબાજુ પ્રેમમાં થયેલી આ ઘટનાએ ગુજરાતની સુરક્ષા સાથે જ આખા દેશમાં મહિલાઓની સ્થિતિ પર સવાલિયા નિશાન બનાવી દીધુ છે. 
 
મહિલા દિવસની ચોખટ પર ઉભેલા જ્યારે આપણે ત્રણ મોટા સવાલ આરોગ્ય, સુરક્ષા અને સ્વતંત્રતા પર નજર નાખીએ તો આપણી સામે એક મોટુ શૂન્ય તરી આવે છે અને પછી બધુ જ ઘુંઘળુ થઈ જાય છે. 
 
હાલ આ ઘટનાઓને ધ્યાન પર રાખતા સુરક્ષા પર વાત કરવામાં આવે તો આપણને અનેક ફેક્ટર્સ પર નજર નાખવી પડશે.. આપણા રહેનસહનમાં આવી ગયેલી બોલ્ડનેસ, સોશિયલ મીડિયાની અતિ, વેબસીરીઝ પર બતાડવામાં આવી રહેલ અશ્લીલતા, નશો, અસહનશીલતા અને તેનાથી પણ મોટી વાત વ્યક્તિગત સ્વાર્થને કારણે મરતી સંવેદનશીલતા, મંદ પડી રહેલી માનવતા અને ભાવનાત્મક આવેગ પર ગુમાવી રહેલ નિયંત્રણ.. 
 
તમે પોતે જ વિચારો કે કોઈ યુવતીના પ્રેમ પ્રસ્તાવને ઠુકરાવવા માત્રનુ પરિણામ જ્યા ગળુ કાપી નાખવુ હોય ત્યા ખોફની સ્થિતિ શુ હોવી જોઈએ.. જીંદગી ફરી પાટા પર આવી જ જાય છે પણ પ્રશ્ન એ છે કે જ્યા એક ઘટનામાં આપણને યુવતીના માર્યા જવાથી વધુ તેને માર્યા જવાની રીત વધુ આકર્ષિત કરે છે.. 
 
ફિલ્મોમાં અભિનેતા જ્યા અભિનેત્રીને વસ્તુ સમજીને ઉઠાવી લેવાની વાત કરતા હોય, વેબસીરીઝ જ્ય આ ગાળો પીરસી રહ્યુ હોય,  નગ્નતા અને અશ્લીલતાથી જ્યા સોશિયલ મીડિયાના મંચ સજાયેલા હોય ત યા તમે કેવી રીતે આશા કરી શકો છો કે કોઈ નિર્દોષ ગ્રીષ્મા પોતાના દેશની જમીન પર પોતાના સંપૂર્ણ અસ્તિત્વ સાથે પોતાની પસંદ-નાપસંદને જાહેર કરી શકે.. 
 
ઘણી બધી ગ્રીષ્મા પોતા-પોતાની હદમાં ભયાક્રાંત છટપટી રહી છે. અનેક માનસિક તણાવ તેમના પર હાવી છે તો ક્યાક શિક્ષાની વચ્ચે જ છોડી દેવાનુ દબાણ તેના પર ભારે છે. ક્યાકે તે આત્મહત્યા કરવા મજબૂર છે તો ક્યાક તેની પોતાની ગરદન કપાય જવા માટે વિવશ છે... 
 
શુ આપણે મહિલા દિવસ પર પોતાના ઘરમાં જાણતા-અજાણતા ભયનો સામનો કરી રહેલ ગ્રીષ્માને એટલો ખુલ્લો માહોત આપી રહ્યા છે કે તે આપણને દરેક વાત, દરેક ભય વિશે જણાવી શકે ?
 
શુ આપણે આપણી બાળકીઓને એટલુ સાહસ આપી રહ્યા છે કે તે પોતાના આ ન ઈચ્છત આ ઝંઝટોનો સામનો કરી શકે ? શુ આપણે આપણા ઘરોની બાળકીઓને સજળ અને ગભરાયેલી આંખો ને વાંચી શકવામાં સક્ષમ છીએ ? સવાલ ફક્ત એ માટે કે જવાબ યોગ્ય હશે તો જ મહિલા દિવસની સાર્થકતા છે...