ક્રિકેટ વર્લ્ડ કપ 2015 માટે 30 ખેલાડીઓની પસંદગી આજે થશે
આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેંડની સંયુક્ત મેજબાનીમાં થનારા વર્લ્ડ કપ માટે શક્યત ભારતીય ખેલાડીઓનુ સિલેક્શન આજે અહી કરવામાં આવશે. સંદીપ પાટિલની આગેવાનીવાળુ સિલેક્શન કમિટીની બેઠક આજે બપોરે એક વાગ્યે વાનખેડે સ્ટેડિયમ સ્થિત ક્રિકેટ સેંટરમાં થશે.
સૌથી મોટો સવાલ - સિલેક્ટર્સની અસલી માથાકૂટ આમ તો જાન્યુઆરીના બીજા આઠવાડિયામાં થશે જ્યારે આ વર્લ્ડ કપ માટે ફાઈનલ-15ની પસંદગી કરવામાં આવશે. પણ આજની બેઠકમાં સૌથી મોટો સવાલ એ હશે કે શુ અગાઉના વર્લ્ડકપને જીતનારી ટીમના કેટલાક સીનિયર ખેલાડીઓને સંભવિત યાદીમાં મુકવામાં આવશે. જો કે આ વાતની શક્યતા ઓછી છે કે આઉટ ઓફ ફોર્મ ચાલી રહેલ વીરેન્દ્ર સહેવાગ. ગૌતમ ગંભીર અને હરભજન સિંહ. આશિષ નેહરાએન કમબેક કરવાની તક મળશે. આમ તો ઓલરાઉંડર્સના સ્લોટમાં શક્યત યાદીમાં યુવરાજ સિંહનુ નામ આવી શકે છે કારણ કે ભારતની વર્લ્ડ T-20 અને વર્લ્ડ કપ જીતમાં યુવરાજની મુખ્ય ભૂમિકા રહી છે. તે બિગ મેચ પ્લેયરના રૂપમાં જાણીતા છે.
મિડલ ઓર્ડર અને પેસ બોલિંગ સ્લોટ
ઓપનિંગ સ્લોટમાં રોહિત શર્મા શિખર ધવન અંજિક્યે રહાણેના રહેતા બાકીના નામ ખાનાપૂર્તિ માટે જ હશે. જો કે છેલ્લી એક બે સીઝનથી પ્રભાવિત કરનારા યુવાઓની શરૂઆતી 30માં સ્થાન જરૂર મળશે. કારણ કે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેંડની પિચોના હિસાબથી વિવિધતાપૂર્ણ પેસ એટેક જોઈતો હોય અને આ માટે જુદી જુદી કાબેલિયત રાખનારા યુવાઓને સ્થાન આપવી પડશે.
શક્યત: 30 દાવેદાર
ઓપનિંગ સ્લોટ - આજિંક્ય રહાણે. શિખર ધવન. રોહિત શર્મા. મુરલી વિજય. ઉન્મુક્ત ચંદ. રોબિન ઉથપ્પા.
મિડલ ઓર્ડર - વિરાટ કોહલી. સુરેશ રૈના. અંબાતિ રાયડુ. મનોજ તિવારી. મનીષ પાંડ. મયંક અગ્રવાલ. કરણ નાયર્ કેદાર જાઘવ . સૂર્યકુમાર યાદવ
ઓલરાઉંડર્સ - યુવરાજ સિંહ. સ્ટુઅર્ટ બિન્ની. રવિન્દ્ર જડેજા. પરવેઝ રસુલ. બાબા અપરાજિત. યુસુફ પઠાણ. ઋષિ ધવન
વિકેટ કિપર્સ - એમ.એસ. ધોની. દિનેશ કાર્તિક. ઋદ્ધિમાન સાહા. સંજુ સૈમસન્ નમન ઓઝા
પેસ બોલર - વરુણ આરોન. ધવલ કુલકર્ણી. ઈશ્વર પાંડે. પંકજ સિંહ. ભુવનેશ્રવર કુમાર. મોહિત શર્મા. ઈશાંત શર્મા. ઉમેશ યાદવ. મોહમ્મદ શામી. સંદિપ શર્મા
સ્પિનર્સ - આર. અશ્વિન. અમિત મિશ્રા. અક્ષર પટેલ. કર્ણ શર્મા. કુલદીપ યાદવ. પીયુશ ચાવલા. પ્રજ્ઞાન ઓઝા.
આઇસીસી વર્લ્ડ કપ ૧૪ મી ફેબુ્રઆરીથી શરુ થશે અને તે ૨૯મી માર્ચે પુરો