ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ ઈતિહાસ
Written By
Last Modified: શુક્રવાર, 6 ફેબ્રુઆરી 2015 (18:20 IST)

વિશ્વકપ ઈતિહાસ - વિશ્વકપ 1983

સતત ત્રીજા વર્ષે ઈગ્લેંડેજ વિશ્વ કપની મેજબાની કરી. 1983નો વિશ્વ કપ ભારતીય ટીમ માટે ખૂબ મહત્વનો સાબિત થયો. કમજોર સમજાનારી ભારતીય ટીમે દિગ્ગજોને ધૂળ ચટાડી અને પહેલીવાર વિશ્વ કપ પર કબજો જમાવ્યો.  બીજી બાજુ સતત ત્રીજીવાર વિશ્વ કપનો ખિતાબ જીતવારી વેસ્ટઈંડિઝનુ સપનુ ચકનાચુર થઈ ગયુ. 
 
આ વિશ્વ કપનુ સ્વરૂપ પહેલા જેવુ જ હતુ. મતલબ આઠ ટીમોએ ભાગ લીધો. ચાર-ચારના બે ગ્રુપોમાં ટીમો વહેંચવામાંઅ અવી અને બે ટોચની ટીમોએ ફાઈનલમાં સ્થાન મળ્યુ. ફરક માત્ર એ પડ્યો કે હવે  ગ્રુપની ટીમોએ પરસ્પર એક એક નહી બે બે મેચ રમવી પડી હતી. વાઈડ અને બાઉંસર બોલ માટે પણ નિયમ કડક થયા અને 30 ગજના દાયરામાં ચાર ખેલાડીઓનુ રહેવુ જરૂરી કરી દેવામાં આવ્યુ. 
 
ગ્રુપ એ માં ઈગ્લેંડ પાકિસ્તાન. ન્યુઝીલેંડ અને શ્રીલંકાની ટીમો હતો તો ગ્રુપ બી માં વેસ્ટઈંડિઝ. ભારત અને ઓસ્ટ્રેલિયા અને ઝિમ્બાબવેની ટીમો. ગ્રુપ એ માં ઈગ્લેંડની ટીમે પોતાનો દમ બતાડ્યો. તેણે પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમોને બે-બે વાર હરાવી. જો કે પાકિસ્તાન અને ન્યુઝીલેંડની ટીમોએ ત્રણ-ત્રણ મેચ જીતી પણ રન ગતિના આધારે સેમી ફાઈનલમાં પાકિસ્તાનને સ્થાન મળ્યુ. 
 
ગ્રુપ બી માં ભારતે આ વિશ્વ કપની શાનદાર શરૂઆત કરી. તેણે પોતાની પ્રથમ જ મેચમાં વિશ્વ ચેમ્પિયન વેસ્ટઈંડિઝ ટીમને 34 રનથી હરાવ્યુ. ભારતે ઓસ્ટ્રેલિયા અને ઝિમ્બાબવેને પણ માત આપી. ભરતે છ માંચી ચાર મેચ જીતી અને વેસ્ટ ઈંડિઝ સાથે સેમી ફાઈનલમાં પહોંચવાનુ ગૌરવ મેળવ્યુ. ગ્રુપ મેચોમાં વેસ્ટઈંડિઝના વિંસ્ટન ડેવિસે સારી બોલિંગનું પ્રદર્શન કર્યુ. તેમણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચમાં 51 રન આપીને સાત વિકેટ લીધી.  
 
પહેલી સેમીફાઈનલમાં મેજબાન ઈગ્લેંડનો મુકાબલો ભારત સાથે થયો. કપિલ દેવ. રોજર બિન્ની અને મોહિન્દર અમરનાથની શાનદાર બોલિંગને કારણે ભારતે ઈગ્લેંડને 213 રનો પર જ સમેટી નાખુ. જ્યારે બેટિંગનો વારો આવ્યો તો અમરનાથ. યશપલ શર્મા અને સંદિપ પાટિલે શાનદર બેટિંગ કરી ભારતને 55મી ઓવરમાં જ ચાર વિકેટના નુકશાન પર જીત અપાવી દીધી. 
 
બીજી સેમીફાઈનલમાં પાકિસ્તાનને વેસ્ટઈડિઝે ખરાબ રીતે હરાવ્યુ. પહેલા બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમ 60 ઓવરમાં આઠ વિકેટે 184 રન બનાવી શકી.  ઓપનિંગ બેટ્સમેન મોહસિન ખાને ગાવસ્કર પછી ધીમી બેટિંગનો એક વધુ નમુનો રજુ કર્યો. તેમણે 176 બોલ પર એક ચોક્કાની મદદથી ફક્ત 70 રન બનાવ્યા. જવાબમાં વેસ્ટઈંડિઝે બે વિકેટ પર જ લક્ષ્ય મેળવી લીધી. રિચર્ડ્સ 80 અને ગોમ્સ 50 રન બનાવી અણનમ રહ્યા. 
 
ફાઈનલમાં વેસ્ટઈંડિઝનો મુકાબલો ભારત સાથે હતો. એક બાજુ હતી બે વાર ખિતાબ જીતનારી વેસ્ટઈંડિઝની ટીમ તો બીજી બાજુ હતી પહેલાના વિશ્વ કપ મેચોમાં ખરાબ પ્રદર્શન કરનારી ભારતીય ટીમ. વેસ્ટઈંડિઝે ભારતને ફક્ત 183 રન પર સમેટી શાનદાર શરૂઆત કરી અને જવાબમાં એક વિકેટ પર 50 રન બનાવી લીધા. વેસ્ટઈંડિઝના સમર્થક જીતનો જશ્ન મનાવવાની તૈયારી કરવા લાગ્યા. પણ મોહિંદર અમરનાથ અને મદન લાલે શાનદાર બોલિંગ કરી અને મેચનુ પાસુ પલટી નાખ્યુ.  હંસ અને રિચર્ડ્સની મુખ્ય વિકેટ મદન લાલને મળી. તો બિન્નીની બોલ પર ક્લાઈવ લૉયડનો શ્રેષ્ઠ કેચ લપક્યો કપિલ દેવે પછી દુર્જા (25) અને માર્શલ (18) એ બાજી સંભાળવાની કોશિશ કરી પણ તેઓ પણ આઉટ થઈ ગયા.  તેમના આઉટ થતા જ મેચ તેમના હાથમાંથી નીકળી ગઈ.  બંનેને મોહિંદર અમરનાથે આઉટ કર્યા. અમરનાથે હોલ્ડિંગને એલબીડબ્લ્યુ આઉટ કરી ભારતને શાનદાર જીત અપાવી. વેસ્ટઈંડિઝની ટીમ 140 રન બનાવીને આઉટ થઈ ગઈ અને ભારતે પહેલીવાર વિશ્વકપ વિજેતા બની.