1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 20 માર્ચ 2015 (15:55 IST)

આઈસીસીએ પ્રેસિડેંટ મુસ્તફા કમાલના નિવેદનને દુર્ભાગ્યપુર્ણ ગણાવ્યુ

આઈસીસીએ પોતાના પ્રેસિડેંટ મુસ્તફા કમાલના નિવેદનને દુર્ભાગ્યપુર્ણ બતાવ્યુ છે આઈસીસીએ તેમના નિવેદનને વ્યક્તિગત ગણાવ્યુ અને કહ્યુ કે તેમણે આઈસીસીની આલોચના પહેલા વિચારવુ જોઈતુ હતુ. ઉલ્લેખનીય છે કે મુસ્તફા કમાલે ક્વાર્ટરફાઈનલમાં ભારતના હાથે બાંગ્લાદેશની હાર પછી અંપાયરિંગની આલોચના કરી હતી. ઉલ્લેખનીય છે કે મુસ્તફા કમાલ બાંગ્લાદેશના મંત્રી પણ છે. 
 
પોતાના જ પ્રેસિડેંટના નિવેદનની નિંદા કરતા આઈસીસીના સીઈઓ ડેવ રિચર્ડ્સને કહ્યુ. આઈસીસીએ મુસ્તફા કમાલના નિવેદનનુ સંગ્યાન લીધુ છે. આ નિવેદન વ્યક્તિગત રૂપે આપવામાં આવ્યુ હતુ. આઈસીસીએ પ્રેસિડેંટ હોવાને નાતે તેમણે આઈસીસીના જ અધિકારીઓની નિષ્ઠા પર સવાલ ઉઠાવતા પહેલા વિચારવુ જોઈતુ હતુ. 
 
તેમણે આગળ કહ્યુ.. રોહિત શર્મા વિરુદ્ધ નો બોલનો નિર્ણય ફિફ્ટી ફિક્ટીનો મામલો હતો. ખેલની ભાવના ના હિસાબથી અંપાયરનો નિર્ણય અંતિમ હોય છે અને તેનુ સન્માન કરવુ જોઈએ.  અને આ એ તરફ ઈશારો કરવો કે અંપાયરોએ કોઈ એજંડા હેઠળ નિર્ણય કર્યો હશે તેને અમે રદ્દ કરીએ છીએ. 
 
ઉલ્લેખનીય છે કે ક્વાર્ટર ફાઈનલ હરીફાઈમાં બાંગ્લાદેશની હાર પછી ICCના અધ્યક્ષ મુસ્તફા કમાલે અંપાયરોના વિરુદ્ધ મોરચો ખોલી દીધો. હેડલાઈંસ ટુડેથી એક્સક્લૂસિવ વાતચીતમાં મુસ્તફા કમાલે કહ્યુ કે ભારત બાંગ્લાદેશ મેચમાં અંપાયરિંગ સ્તર ખૂબ જ ખરાબ હતુ.  આ મેચમાં અનેક નિર્ણયો બાંગ્લાદેશ વિરુદ્ધ કરવામાં આવ્યા અને તે આ મુદ્દાને આઈસીસીની બેઠકમાં ઉઠાવશે.