1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ સમાચાર
Written By
Last Modified: બુધવાર, 18 માર્ચ 2015 (14:53 IST)

વર્લ્ડ કપ : સેમીફાઈનલમાં પહોંચ્યુ દ. આફ્રિકા, શ્રીલંકાને નવ વિકેટથી હરાવ્યુ

વર્લ્ડ કપના પ્રથમ ક્વાર્ટર ફાઈનલ હરીફાઈમાં દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકાને નવ વિકેટથી હરાવી દીધુ. 134 રનોના લક્ષ્યને દક્ષિણ આફ્રિકાને માત્ર 18 ઓવરમાં જ એક વિકેટ ગુમાવીને પુર્ણ કરી લીધુ. ઓપનિંગ બેટ્સમેન ડી. કોકે અણનમ 78 અને ડૂપ્લેસીએ પણ નોટઆઉટ 21 રનોની રમત રમી. 
 
દક્ષિણ આફ્રિકાની એકમાત્ર વિકેટ હાશિમ અમલાના રૂપમાં પડી. મલિંગાનો શિકાર બનનારા અમલાએ 16 રન બનાવ્યા. શ્રીલંકાએ દક્ષિણ આફ્રિકા સામે જીત માટે 134 રનનુ લક્ષ્ય મુક્યુ હતુ. શ્રીલંકાની ટીમ દક્ષિણ આફ્રિકાના બોલરો સામે ઘૂંટણિયે જોવા મળી અને બધા ખેલાડી માત્ર 37.2 ઓવરમાં 133 રન પર પેવેલિયન ભેગા થઈ ગયા. 
 
આ મેચની સૌથી મોટી વાત એ રહી છે કે પાર્ટ ટાઈમ બોલર જેપી ડૂમિનીની હેટ્રિક. ડૂમિનીએ શ્રીલંકાઈ કપ્તાન એંજેલો મૈથ્યૂઝ, કૂલશેખરા અને પી કૌશલને પેવેલિયન મોકલ્યુ. વર્લ્ડ કપમાં સતત ચાર સદી જમાવનારા કુમાર સંગકારાએ આજે ફરી ઠોસ બેટિંગ કરી. સતત વિકેટ પડવા છતા સંગકારાએ સૌથી વધુ 45 રનની રમત રમી. 
 
શ્રીલંકાની પ્રથમ વિકેટ ત્રણ રનના કુલ સ્કોર પર પડી જ્યારે કેલ એબોટે પરેરાને વિકેટ પાછળ ક્વિંટન દે કૉકના હાથે કેચ કરાવ્યો. ત્યારબાદ કુલ યોગમાં હજુ એક રન જોડાયો જ હતો કે ડેલ સ્ટેને દિલશાનને ચાલતો કરી શ્રીલંકાને બીજો કરારો ઝટકો આપ્યો. દિલશાનની વિદાય પછી થિરિમાન્ને અને સંગકારાએ ત્રીજી વિકેટ માટે 65 રન જોડ્યા. 
 
થિરિમાન્ને પોતાની હાફ સેંચુરી તરફ આગલ વધી રહ્યા હતા કે 69ના કુલ સ્કોર પર ઈમરાન તાહિરે તેમને પોતાની જ બોલ પર કેચ કરીને ટીમને મોટી સફળતા અપાવી. થિરિમાન્નેએ 48 બોલ  પર પાંચ ચોક્કા લગાવ્યા. જયવર્ધનની વિકેટ તાહિરે લીધી. તે 81ના કુલ યોગ પર ફૉફ ધૂ પ્લેસિસના હાથે કેચ થઈ ગયા. જયવર્ધને 16 બોલનો સામનો કર્યો.