શનિવાર, 27 ડિસેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ સમાચાર
Written By
Last Updated :બેંગલુરૂ. , સોમવાર, 16 ફેબ્રુઆરી 2015 (14:17 IST)

આઈપીએલ નીલામી લાઈવ - યુવરાજ 16 કરોડ રૂપિયા અને કાર્તિક 10.50 કરોડમાં વેચાયા

આઈપીએલ નીલામી લાઈવ
ઈંડિયન પ્રીમિયર લીગ(આઈપીએલ)ના આઠમી સીઝન માટે નીલામી ચાલુ છે.  જેના હેઠળ અનકૈપ્ડ ખેલાડીઓ પર બોલી લાગી રહી છે શ્રેયસ અય્યરને સૌને ચોંકાવતા 2.6 કરોડની રકમ મેળવી છે. તેમના ઉપરાંત હનુમા વિહારી 10 લાખ, સરફરાઝ ખાન 50 લાખ અને સીએમ ગૌતમ 20 લાખમાં ખરીદવામાં આવ્યા. 

ભારતીય મૂળના ઓસ્ટ્રેલિયન ખેલાડી ગુરિન્દર સંધુને દિલ્હીએ 1.70 કરોડમાં ખરીદી લીધો છે. જ્યારે કે લક્ષ્મીપતિ બાલાજી. આરપી. સિંહ, સૂરજ રણદીવ, ફરવીઝ મહારૂફમાં કોઈએ કોઈ રસ નથી બતાવ્યો. 

દક્ષિણ આફ્રિકાન ડેવિડ વીઝને નવમા ગાળાની બોલીમાં 2.8 કરોડમાં આરસીબીએ ખરીદ્યો. બીજી બાજુ નાથન મૈક્કુલમ, એલ્બી મોર્કલ, ડેવિડ હસી, જીવન મૈડિસ.. જોહાન બોથા.. સચિત્ર સેનાનાયકે ને કોઈએ નથી ખરીદ્યો 

સ્પિનર પ્રજ્ઞાન ઓઝાને 50 લાખમાં મુંબઈ ઈંડિયંસે અને રાહુલ શર્માએ ચેન્નઈને 30 લાખ રૂપિયામાં ખરીદ્યા છે. ઓસ્ટ્રેલિયાના નાથન લિયોન. માઈકલ બીયર, કૈમરૂન બોયસ, શ્રીલંકાના અજંતા મેંડિસ, અકીલા ઘનંજયને કોઈને નથી ખરીદ્યા. 
 
સૌને ચોંકાવતા ઝડપી બોલર પ્રવીણ કુમાર 2.20 કરોડ રૂપિયામાં વેચ્યા. તેમને હૈદરાબાદે ખરીદ્યો. બીજી બાજુ ન્યુઝીલેંડના ઝડપી બોલર ટૈંટુ બોલ્ટને પણ 3.80 કરોડની ભારે ભરકમ રકમમાં હૈદરાબાદે ખરીદ્યો. જયદેવ અનાદકટને દિલ્હીએ 1.10 કરોડમાં ખરીદ્યો. ઓસ્ટ્રેલિયાઈ ઝડપી બોલર સીન એબટે આરસીબીને એક કરોડમાં ખરીદ્યો. 
 
મુનાફ પટેલ, પંકજ સિંહ, વાયને પાર્નલ અને ઝહીર ખાન પર કોઈએ બોલી નથી લગાવી. ઓલરાઉંડર ઈરફાન પઠાનને કોઈને નથી ખરીદ્યો. જ્યારે કે ડૈરેન સૈમીને 2.8 કરોડમાં આરસીબીએ ખરીદ્યો. સનરાઈઝર્સ હૈદરાબાદે ઈગ્લેંડનાં એક વધુ ખેલાડી રવિ બોપારાને એક કરોડમાં ખરીદી લીધો છે. રાજસ્થાન રોયલ્સે ક્રિસ મોરિસને 1.4 કરોડ અને કલકત્તાએ જેમ્સ નીશામને 50 લાખમાં પોતાના પલ્લામાં નાખ્યો. 
 
માઈકલ હસીને એકવાર ફરીથી ચેન્નઈ સુપર કિંગ્સે ખરીદી લીધો છે. તેન્મે 1.5 કરોડમાં ખરીદવામાં આવ્યો. ભારતના ઉભરતા બેટ્સમેન ચેતેશ્વર પુંજારાને કોઈએ ખરીદ્યો નથી. કૈમરૂન વ્હાઈટ, મૈથ્યુ વેડ, મોર્ન વાન વિક. બ્રેડન ટેલર્ કુશલ પરેરા. દિનેશ રામદીન અને લ્યુક રોચી. માઈક કરબેરી અને બ્રેંડ હૉઝને પણ કોઈએ ખરીદ્યો નહી. 
 
આ અગાઉ યુવરાજ સિંહ અત્યાર સુધી સૌથી મોંધા વેચાયા છે અને તેમને 16 કરોડ રૂપિયામાં દિલ્હી ડેયરડેવિલ્સે ખરીદ્યા. . તેમના પછી દિનેશ કાર્તિકને 10.50 કરોડ રૂપિયામાં આરસીબીએ ખરીદ્યો. બીજી બાજુ અમિત મિશ્રાને દિલ્હીએ 3.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. 
 
મુરલી વિજ્યને કિંગ્સ ઈલેવન પંજાબે ત્રણ કરોડ રૂપિયામાં ખરીદી લીધો છે. શ્રીલંકાએ કપ્તાન એંજેલો મૈથ્યુઝને દિલ્હી ડેયરડેવિલ્સે 7.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. 
 
સનરાઈઝર્સ હૈદરાબાદે કેવિન પીટરસને બે કરોડ અને ન્યુઝીલેંડના કેન વિલિયમ્સનને 60માં ખરીદ્યો.  બીજી બાજુ દક્ષિણ આફ્રિકાના હાશિમ અમલા અને શ્રીલંકાના કુમાર સંગકારા અને મહેલા જયવર્ધનને કોઈ ખરીદાર મળ્યો નથી. 
 
નીલામી સંચાલન ઈગ્લેંડના જાણીતા નીલામીકર્તા રિચર્ડ મેડલે કરી રહ્ય છે. જે 2008થી આઈપીએલમાં આ જવાબદારી સાચવી રહ્યા છે. નીલામીથી પહેલા કુલ 122 ક્રિકેટરોને ટીમોએ 2015 સત્ર માટે કાયમ રાખ્યા છે.  જેમા 78 ભારતીય અને 44 વિદેશીનો સમાવેશ છે. 
 
છ ભારતીયોને આ વર્ષે ખેલાડીઓના ખરીદ વેચાણ વિંડોમાં ખરીદ-વેચાયા ગયા. આ વર્ષે દરેક ફ્રેંચાઈઝીએ 63 કરોડ રૂપિયા મળ્યા છે. જે ગયા સત્ર કરતા પાંચ ટકા વધુ છે. આઈપીએલનું આઠમુ સત્ર આઠ એપ્રિલથી શરૂ થશે.