વર્લ્ડ કપ - પાક વિરુદ્ધ ભારત આ સંકટનો ઉકેલ કેવી રીતે લાવશે ?
ક્રિકેટ ફેંસ આતુરતાથી વિશ્વ કપ 2015ની રાહ જોઈ રહ્યા છે અને જે મેચ પર સૌથી વધુ નજર ટકી છે તે છે 15 ફેબ્રુઆરીના રોજ એડિલેડમાં થનારી ભારત-પાકિસ્તાન મેચ. બંને ટીમો જીત સાથે ટુર્નામેંટની શરૂઆત કરવા ઉતરશે પણ ભારતીય ટીમને આ વખતે એક મોટી સમસ્યાનો સામનો કરવાનો છે. શુ છે તે સમસ્યા અને કેવી રીતે તેની અસર ટીમ ઈંડિયા પર પડી શકે છે આવો જાણીએ.
વિશ્વ કપ ઈતિહાસમાં પહેલીવાર પાકિસ્તાન વિરુદ્ધ ભારતીય ટીમ સચિન તેંડુલકર વગર ઉતરવા જઈ રહી છે. સચિનનું નસીબ માનો કે તેમના રમતનો જલવો.. કે પછી તેમનો દબદબો.. પણ આજ સુધી ભારતી ટીમ જો પાકિસ્તાન વિરુદ્ધ વિશ્વકપમાં જીતી છે તો તેની પાછળ સચિનનો મોટો ફાળો છે. પોતાના 24 વર્ષોના કેરિયરમાં સચિન તેંદુલકર એ પાંચ વિશ્વ કપ મેચોમાં હાજર હતા. જ્યારે આ મહાઆયોજનમાં ભારત અને પાકિસ્તાન સામ સામે આવ્યા. સચિનના દબદબાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આ પાંચ મેચોમાંથી ત્રણમાં સચિન મેન ઓફ ધ મેચ રહ્યા હતા. તેમણે પાકિસ્તાન વિરુદ્ધ વિશ્વ કપની પાંચ મેચોમાં 78.05ની સરેરાશથી 313 રન બનાવ્યા હતા. 1992ની એ હરિફાઈ સચિને પોતાનો પ્રથમ વિશ્વ કપ 1992માં રમ્યો હતો. તે ટુર્નામેન્ટ પણ ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેંડની જમીન પર જ રમાયો હતો. અને એ જ સંસ્કર્ણમાં ભારત પાકિસ્તાન વચ્ચે પ્રથમ વાર વિશ્વ કપ હરિફાઈ થઈ હતી. એ મેચમાં સચિને અણનમ 54 રનોની મુખ્ય રમત રમવાની સાથે સાથે બોલિંગ પણ કરી હતી અને આમિર સોહેલે મહત્વપુર્ણ વિકેટ મેળવી હતી. સિડની ક્રિકેટ ગ્રાઉંડ પર થયેલ આ મેચમાં સચિનને મેન ઓફ મેચ નો ખિતાબ મળ્યો હતો. જો કે ઈમરાન ખાનની આગેવાનીવાળી પાકિસ્તાનની ટીમે છેવટે એ વિશ્વ કપ પર કબજો જમાવ્યો હતો. અગાઉની સેમીફાઈનલ યાદ છે ? જો ભારત ગયા વખતના વિશ્વ કપ (2011) ની ફાઈનલ્સુધી પહોંચવા અને પછી ખિતાબ મેળવવામાં સફળ રહ્યુ હતુ તેમા સચિનની ભૂમિકા મુખ્ય હતી. એ સચિન જ હતા જે મોહલીમાં થયેલ મુખ્ય અને ચર્ચિત સેમીફાઈનલમાં પાકિસ્તાન વિરુદ્ધ 85 રનોની મહત્વપુર્ણ રમત રમી અને જીત પછી મેન ઓફ ધ મેચનો ખિતાબ પણ જીત્યો હતો.