ભારત પાક મેચ વર્લ્ડ કપ 2015ની પહેલી ફાઈનલ
ભારત પાકિસ્તાનના વચ્ચે દરેક મુકાબલો જોનારાઓની દિલની ધડકન વધી જાય છે. પણ જ્યારે જંગ ક્રિકેટની હોય તો રોમાંચની હદ પાર થઈ જાય છે. 15 ફેબ્રુઆરીએ ભારત પાકિસતાન વચ્ચે વર્લ્ડકપ મેચ છે.
પાકિસ્તાનના મહાન લેગ સ્પિનર અબ્દુલ કાદિરે આ મેચને "ફાઈનલ પહેલાની ફાઈનલ" કરાર આપતા પાકિસ્તાને કહ્યું માત્ર એક એશિયન ટીમ સેમીફાઈનલ સુધી પહોંચશે . જેમાં આ મેચની ભૂમિકા મુખ્ય રહેશે. મારું માનવું છે કે ઓસ્ટ્રિલિયા ,ન્યુઝીલેંડ અને દક્ષિણ આફ્રીકાની અંતિમ ચારમાં વધારે શકયતા છે. એશિયામાંથી માત્ર એક ટીમ સેમીફાઈનલમાં પહોંચશે અને તે ભારત પાકિસ્તાન મેચના પરિણામ પરથી નિશ્ચિત થશે. એમાં જીતનારી ટીમનું મનોબળ વધશે અને આગળ અવસર પણ આ ફાઈનલ પહેલાની ફાઈનલ પરથી નક્કી થશે.
વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન બન્ને ગ્રુપ B માં છે બન્ને એડિલેડમાં 15 ફેબુઆરીએ પહેલી મેચ રમશે.
તેમણે આ વાતને પણ સ્વીકારી કે પાછલા રેકાર્ડને જોતા એમાં ભારતનો પલડો ભારે રહેશે. તેણે કહ્યું આ નવી ટીમ અને બન્ને ટીમ પાસે સમાન અવસર હશે. એડિલેડના મેદાનને જોતા જે ટીમ પછી બેટીંગ કરશે એની પાસે સોનેરી તક રહેશે. કાદિરે કહ્યું કે ભારતને ટીમમાં વિસ્ફોટક બેટસમેન સહવાગ અને પાછલ વર્લ્ડકપના પ્લેયર ઑફ દ ટૂર્નામેંટ રહેલા યુવરાજ સિંહની કમી રહેશે. જે ટીમમાં સ્થાન મેળવી શક્યા નથી.
તેણે કહ્યું કે એશિયાઈ ટીમમાં આ રીતની ભૂલો કરવાની ટેવ છે. હું તો હેરાન છુ કે સહવાગ અને યુવરાજ જેવા ખેલાડીઓને ટીમમાં કેમ લેવાયા નથી. તેમના રહેવાથી વિરોધી બૉલર પર મનોવૈજ્ઞાનિક દબાણ પડવા ઉપરાંત ચાર બોલર સાથે ઉતરવાનો વિક્લ્પ પણ રહેતો.
કાદિરે એ પણ કહ્યું કે તે ટીમ ઈંડિયામાં લેગ સ્પિનર અમિત મિશ્રા અને પીયુષ ચાવલાને જોવા પસંદ કરે છે. તેણે કહ્યું ભારત પાસે ખતરનાક ફાસ્ટ બૉલર નથી અને તેણી તાકાત સ્પિન બોલિંગ છે. જો ચાવલા અને મિશ્રા જેવા સારા લેગ સ્પિનરોને લેવાયા હોત તો ભારતીય બોલિંગ વધારે મજબૂત થતી. તેણે કહ્યું કે આ ઓસ્ટ્રિલિયાના લાંબા સમયની થાકની અસર ભારતના પ્રદર્શન પર પણ પડશે. એક નાના બ્રેક માટે ટીમને સ્વદેશ મોકલવી જોઈએ હતી.
કાદિરે કહ્યું ભારત માટે ત્રિકોણીય શ્રેણી અનુકુળતાની દ્રષ્ટિએ ફાયદાકારી રહી કારણકે આશરે લગભગ દરેક મેદાન પર તેમણે મેચ રમી પણ ઓસ્ટ્રિલિયાનાનો પ્રવાસ થકાવનારો રહે છે. ખેલાડી થાકેલા છે અને લાંબા સમયથી ઘરથી દૂર છે. તેમણે નાના બ્રેક માટે વર્લ્ડકપ પહેલા સ્વદેશ મોકલવા જોઈએ હતા નિશ્ચિત રીતે આ થાકની અસર વર્લ્ડકપમાં તેમના પ્રદર્શન પર પડશે. તેણે એ પણ કહ્યું કે ભારત પાસે ધોની જેવા ચતુર કેપ્ટંન છે. પણ બાકીના ખેલાડીઓએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રર્દશન કરવુ પડશે.
તેણે કહ્યું કે માત્ર કેપ્ટન ટીમને જીતાડી નથી શકતો. ધોની સારો કેપ્ટન છે પણ બાકી દસ ખેલાડીઓનો સાથ મળવો પણ જરૂરી છે. ત્રિકોણીય શ્રેણીની મે એક મેચ જોઈ અને જે રીતે ખરાબ શૉટસ રમીને વિરાટ કોહલી અને સુરેશ રૈના આઉટ થયા મને નિરાશા થઈ જ્યારે કે તેઓ બન્ને તો મેચના વિનર બેટસમેન છે.