શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ સમાચાર
Written By
Last Modified: એડિલેડ. , શુક્રવાર, 13 ફેબ્રુઆરી 2015 (11:29 IST)

વર્લ્ડ કપ : ભારતીય ટીમે ટ્રેનિગ સત્રમાં ખૂબ પરસેવો પાડ્યો

ચિર પ્રતિદ્વંદી પાકિસ્તાન વિરુદ્ધ ભારતનું વિશ્વ કપ અભિયાનની શરૂઆતમાં હવે જ્યારે ફક્ત બે દિવસનો સમય બચ્યો છે ત્યારે ટીમ ઈંડિયાએ આ બહુપ્રતીક્ષિત હરીફાઈની તૈયારે માટે આજે ટ્રેનિંગ સત્રમાં કખૂબ પરસેવો પાડ્યો. 
 
સવારે સેટ પીટર્સ મેદાન પર હાજર સમગ્ર ટીમે નેટ સત્ર પછી બે અને ત્રણ ખેલાડીઓના સમુહમાં એડિલેડ ઓવલમાં ઈંડોર નેટ સત્રમાં ટ્રેનર વીપી સુદર્શનના માર્ગદર્શનમાં ફિઝિકલ ટ્રેનિંગ કરી. 
 
એડિલેડ ઓવલ શક્યત દુનિયાના એ થોડાક આંતરરાષ્ટ્રીય મેદાનોમાં છે જ્યા ખેલાડી પોતાની હોટલ (ઈંટર કાંટિનેંટલ. જ્યા આંતરરાષ્ટ્ર્રીય ટીમો રોકાય છે) થી ચાલીને પણ પહોંચી શકે છે. કારણ કે આ હોટલ ફક્ત ત્રણથી ચાર મિનિટના અંતર પર આવેલ છે.  
 
આ દરમિયાન વિરાટ કોહલી, અંજિક્ય રહાણે  અને મોહમ્મદ શામીને સુદર્શન અને વિદેશી સુરક્ષા અધિકારી તેમજ સ્થાનીય વ્યક્તિગત સુરક્ષા અધિકારીઓ સાથે આવતા જોવાયા. કોહલીએ ટીમના સત્તાવાર અભ્યાસ પોશાકને બદલે કાળા રંગનો રમત પોશાક પહેર્યો હતો.  આ ત્રણેય ટ્રેનરની સાથે ઈંડોર ટ્રેનિંગ કેન્દ્રમાં ગયા જ્યા સુરક્ષા અધિકારીઓને હાથથી લખેલી યાદી આપવામાં આવી જેમા ત્રણ ત્રણ ખેલાડીઓના જુદા જુદા નામ લખ્યા હતા. 
 
ઈંડોર ટ્રેનિંગ કેન્દ્રના પહેલા તળિયા પર આઈસીસીની 'મીડિયા એક્રિડિટેશન કેન્દ્ર' હતુ. જ્યા પત્રકાર પોતાના પાસ લેવા આવ્યા હતા. આ ત્રણેયની હાજરીએ પત્રકારોમાં રસ જગાવ્યો કે તેઓ સામાન્ય નેટ અને ક્ષેત્રરક્ષણ ડ્રિલ પછી બીજા સત્રમાં શુ કરી રહ્યા છે.  
 
આ દરમિયાન રહાણે અને શમીને ટ્રેનિંગ કરતા જોવાયા. આ બંને એક બીજા સામે 10થી 12 ફીટના અંતર પર ઉભા હતા અને એક બીજા પાસે મેડિસિન બોલ ફેંકી રહ્યા હતા. મેડિસિન બોલ વેટ ટ્રેનિંગ માટે સામાન્ય વસ્તુ છે અને આ કેચ અભ્યાસ ટ્રેનિંગની એક રીત હોઈ શકે છે. પણ એ નિરાશાજનક રહ્યુ કે સુરક્ષા અધિકારી ત્યારબાદ મીડિયા ક્ષેત્રમાં આવ્યા અને તેમને પત્રકારોને જવાનો આદેશ આપ્યો. 
 
સુરક્ષા અધિકારીએ સખત શબ્દોમાં કહ્યુ.. ટ્રેનર (વીપી સુદર્શન) વિશેષ સત્ર ચલાવી રહ્યા છે અને તેઓ નથી ઈચ્છતા કે મીડિયા હાજર રહે. તમારે જવુ પડશે. બાલકનીમાં હાજર મીડિયા કર્મચારી ત્યારબાદ ત્યાથી જતા રહ્યા અને પાછળની તરફ બેસી ગયા. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાના સ્થાનિક સુરક્ષા અધિકારીએ ત્યા આવીને કહ્યુ... તમે નારાજ ન થશો. હું  ફક્ત સંદેશ આપવા આવ્યો છુ કે તેમના સુરક્ષા અધિકારીએ મને તમને અહીંથી જવાનુ કહેવા માટે મોકલ્યો છે. 
 
શમી.. રહાણે અને કોહલીની ટ્રેનિગ પુરી કર્યા પછી અક્ષર પટેલ અને સુરેશ રૈનાએ ટ્રેનિગ સત્રમાં ભાગ લીધો. કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની ઉદ્દઘાટન સમારંભમાં ભાગ લેવાને કારણે ટ્રેનિગ માટે હાજર નહોતા.