ગુરુવાર, 19 ફેબ્રુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 14 ફેબ્રુઆરી 2015 (15:37 IST)

ઈગ્લેંડ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા - વર્લ્ડ કપની પ્રથમ હેટ્રિક સ્ટીવન ફિનના નામે

ઈગ્લેંડ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા
11માં વર્લ્ડકપની પ્રથમ હૈટ્રિક ઈગ્લેંડના ઝડપી બોલર સ્ટીવન ફિનના નામે થઈ. એ પણ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેલબર્ન પિચ પર.. બીજી બાજુ વાત એવી બની કે ઓસ્ટ્રેલિયાઈના ઓપનિંગ બેટ્સમેન એરોન ફિચે આ મેચમાં સદી બનાવી (135 રન) રમીને ફિન અને તેમની ટીમના ઉત્સાહનો રંગ ફીકો કરી નાખ્યો. 
 
25 વર્ષના સ્ટીવન ફિને છેલ્લી ઓવરના છેલ્લા ત્રણ બોલ પર ત્રણ વિકેટ લઈને રમતમાં પાંચ વિકેટ પોતાના નામે કરી લીધી. ફિનના છેલ્લા ત્રણ શિકાર બ્રેડ હૈડિન જે થર્ડ મેન પર કેચ કરી લેવાયા.. ગ્લેન મૈક્સવેલ જેમનો કેચ જે રૂટના હાથોમાં ગયા અને મિચેલ જૉનસન જેમને મિડ ઓફ પર છેલ્લા બોલ પર પકડીને તેમનુ કામ તમામ કર્યુ.  
 
ફિને 2009 પછી ઈગ્લેંડ માટે પ્રથમ હૈટ્રિક મેળવી. 2009માં ઈગ્લેંડ માટે આ કામ એંડ્ર્યૂ ફ્લિંટોફે કર્યુ હતુ. 
 
 
રેકોર્ડના  હિસબે ફિનની આ હૈટ્રિક બીજી સૌથી ખર્ચીલી હૈટ્રિક છે. ફિને દસ ઓવરમાં 71 રન ખર્ચ કરી પાંચ વિકેટ ઝડપી. આ પહેલા 52 વનડે મેચ રમી ચુકેલ સ્ટીવન ફિને ફક્ત બીજી વાર દાવમાં પાંચ વિકેટ લેવાનુ કારનામુ કર્યુ છે.   આ મેચમાં ઈગ્લેંડની જીતની આશા ખૂબ જ ઓછી છે. તેથી ફિનના ફેન્સ અને ખુદ ફિન પોતાની આ બેસ્ટ રમતને કદાચ એક કડવી દવાની જેમ યાદ કરશે.