ગુરુવાર, 12 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ફ્લેશબેક 2024
Written By
Last Modified: ગુરુવાર, 12 ડિસેમ્બર 2024 (13:31 IST)

Lookback2024_Politics - સૌથી મોટુ Election Year 2024, નિર્ણાયક રહ્યા યુવા મતદાતા, 72 દેશોમાં થયુ મતદાન

Biggest Election Year 2024
Biggest Election Year 2024
Election Year 2024: વર્ષ 2024 ને માનવ ઈતિહાસનુ સૌથે મોટુ ચૂંટણી વર્ષના રૂપમાં યાદ કરવામાં આવશે. આ વર્ષે દુનિયાભરની લગભગ અડધી વસ્તી (લગભગ 3.7 અરબ) એ પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો અને 72 દેશોમાં સરકારોને પસંદ કરી. તેમાથી મોટી સંખ્યામાં લોકોએ પહેલીવાર મતદાન કર્યુ. યૂક્રેનથી લઈને પશ્ચિમ એશિયામાં યુદ્ધના ભય હેઠળ થયેલા ચૂંટણીમાં અમેરિકાથી લઈને બ્રિટન અને જાપાનથી લઈને ફ્રાંસ સુધી સત્તામાં પરિવર્તનની મજબૂત ચાહત જોવા મળી.  
 
આ સત્તાધારી દળને લાગ્યો ઝટકો 
જે પ્રમુખ દેશોમાં સત્તાધારી દળને મતદાતાઓએ સબક શીખવાડ્યુ તેમા અમેરિકા, બ્રિટન, જાપાન, દક્ષિણ આફ્રિકા, ફ્રાંસ, શ્રીલંકા, સેનેગલ સામેલ છે. જ્યારે કે બાંગ્લાદેશમાં લોકોએ વિદ્રોહ દ્વારા સત્તાધારી દળને ખુરશી છોડવા પર મજબૂર કરી દીધા. આ ઉપરાંત યૂરોપીય યૂનિયનના ચૂંટણીમાં પણ ફેરફારની સ્પષ્ટ ઈચ્છા જોવા મળી. બીજી બાજુ પાકિસ્તાન અને વેનેજુએલા જેવા દેશોમાં સત્તાધારી દળને ભારે જન-અસંતોષનો સામનો કરવો પડી રહ્યો છે. 
 
અહી સત્તાધારી દળને ફરીથી તક 
બીજી બાજુ મૈક્સિકો, ભારત અને આયરલેંડ જેવા દેશ પણ રહ્યા. જ્યા લોકોએ સત્તાધારી દળને એકવાર ફરી તક આપી છે. જો કે ભારતમાં પણ સત્તાધારી દળના સમર્થનમાં કમી જોવા મળી. ચૂંટણી પર નિકટથી નજર નાખીએ તો સ્પષ્ટ છે કે યુવા મતદાતાઓને ચૂંટણી પરિણામોનુ વ્યાપક રૂપથી પ્રભાવિત કર્યા.