વજ્રાસન : વજ્રનો મતલબ થાય છે કઠોર અને ઈન્દ્રના એક શસ્ત્રનુ નામ પણ વજ્ર હતુ.
વિધિ - વજ્રાસનની ત્રણ સ્થિતિઓ હોય છે. જ્યારે કોઈ વજ્રાસનની સ્થિતિમાં નથી બેસી શકતુ, તો તેના વિકલ્પના રૂપમાં અર્ધવજ્રાસન છે. આ અર્ધવજ્રાસનમાં પગ વાળીને એડિઓના ઉપર બેસવામાં આવે છે અને હાથને ઘૂઁટણ પર મુકવામાં આવે છે. આનાથી કેટલાક યોગાચાર વજ્રાસન જ માને છે.
બીજી સ્થિતિમાં પગની એડી-પંજાને દૂર કરી પુઠ્ઠાને જમીન પર ટેકવવામાં આવે છે, પરંતુ બંને સ્થિતિમાં ઘુઁટણ એકબીજા સાથે જોડાયેલા હોવા જોઈએ, આને પણ વજ્રાસન કહે છે.
ત્રીજી સ્થિતિમાં પીઠના બળે ઉંઘીને બંને હાથની હથેળીઓને માથા નીચે એક બીજા સાથે ક્રોસ કરતા ખભા પર મુકવાને જ આપણે સુપ્તવજ્રાસન કહીએ છીએ.
W.D
વજ્રાસનમાં બેસવાથી શરીર મજબૂત અને સ્થિર બને છે, તેથી આનુ નામ વજ્રાસન છે.
સાવચેતી : ઘૂઁટણનો દુ:ખાવો થતો હોય તો આ આસન ન કરવુ.
ફાયદા - આ આસનથી શરીર મજબૂત અને સ્થિર બને છે. આનાથી કરોડરજ્જુ અને ખભા સીધા થાય છે. આનાથી શરીરમાં લોહી ફરતુ રહે છે અને આ રીતે શિરાના લોહીને ધમનીના લોહીમાં બદલવાનો રોગ નથી થઈ શકતો. આ એકમાત્ર આસન છે જેને તમે જમ્યા પછી પણ કરી શકો છો. આ આસનના કારણે જમવાનુ સરળતાથી પચી જાય છે. આ પગની માઁસપેશીઓને પણ મજબૂત કરે છે.