બુધવાર, 27 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. યોગ
  3. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
Written By
Last Updated : બુધવાર, 15 જૂન 2022 (17:29 IST)

યોગના ફાયદા - સવારે ઉઠીને કરો આ 5 આસન

Yoga
સવારે ઉઠ્યા પછી તમારી પાસે એટલો પણ સમય નથી હોતો કે વ્યાયામ કરી લો. પણ આખા દિવસને ઉર્જાવાન બનાવી રાખવા જરૂરી છે કે તમે યોગના આસન કરો. તેને કરવામાં ફક્ત 10 મિનિટનો સમય લાગશે. 
 
યોગ કરવાના અનેક ફાયદા છે. નિયમિત યોગ કરવાથી તમારુ દિલ મજબૂત થાય છે. તણાવથી બચો છો. યાદગીરી મજબૂત થાય છે. બીપીની સમસ્યા રહેતી નથી. વજન વધતુ નથી. આ ઉપરાંત સૌથી જરૂરી વાત તમારા મગજમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તો રોજ સવારે ઉઠીને આ યોગાસનોને અજમાવો અને તમારા શરીરને ફિટ અને તંદુરસ્ત રાખો. 
 
બાલાસન - આ આસનને કરવાથી શરીરની માંસપેશીઓ મજબૂત થાય છે અને પેટની ચરબી ઘટે છે. આ આસનને કરવા માટે ઘૂંટણના બળે જમીન પર બેસી જાવ અને શરીરનો બધો ભાગ એડિયો પર નાખો.  ઊંડા શ્વાસ લઈને આગળની તરફ નમો. તમારી છાતી જાંઘને અડવી જોઈએ અને તમારા માથા દ્વારા જમીનને ટચ કરવાનો પ્રયાસ કરો. થોડી જ સેકંડ સુધી આ અવસ્થામાં રહો અને પરત સામાન્ય અવસ્થામાં આવી જાવ. 
 
ભુજંગાસન - આ આસન શરીરની વધુ પડતી ચરબી ઓછી કરે છે અને તમારા શરીરને લચીલુ બનાવે છે. ભુજંગને અંગ્રેજીમાં કોબરા કહે છે અને આ જોવામાં ફન ફેલાવતા સાંપ જેવા આકારનું આસન છે. તેથી આ આસનનું નામ ભુંજગાસન રાખવામાં આવ્યુ છે. આ માટે પેટના બળ પર જમીન પર સૂઈ જાવ. હવે બંને હાથના મદદથી શરીરને કમરથી ઉપરની તરફ ઉઠાવો. પણ કોણી વળેલી હોવી જોઈએ. હાથ ખુલા અને જમીન પર ફેલાયેલા હોય.  હવે શરીરના બાકી ભાગને હલાવ્યા વગર ચેહરાને એકદમ ઉપરની તરફ કરો. થોડા સમય માટે આ સ્થિતિમાં રહો. 
 
ઉત્તરાસન - આ આસનનો અભ્યાસ ઉભા રહીને કરવામાં આવે છે. આ આસનથી માથુ, કમર અને પગ તેમજ કરોડરજ્જુના હાડકાની કસરત થાય છે.  ઉભા રહીને યોગનો અભ્યાસ કર્યા પછી આ મુદ્રાનો અભ્યાસ કરવો વિશેષ ફાયદાકારી હો છે.  તેને કરવા માટે સીધા ઉભા થઈ જાવ. શ્વાસ લેતા હાથને માથાની ઉપર લઈ જાવ. શરીરને ઉપર ખેંચો. હિપ્સથી શરીરને આગળની તરફ નમાવો. હવે માથુ અને ગરદનને આરામની મુદ્રામાં જમીનની તરફ મુકો અને હિપ્સને ઉપરની તરફ ઉઠાવો. આ સ્થિતિ એક મિનિટ સુધી રાખો.  
 
ત્રિકોણાસન -  શરીરની વધુ પડતી ચરબી ઘટાડવા માટે ત્રિકોણાસન કરો. આને કરવા માટે સીધા ઉભા થઈ જાવ.  બંને પગમાં એક મીટરનુ અંતર રાખો.  બંને બાજુઓને ખભાથી સીધા રાખો. કમરથી આગળ નમો. શ્વાસ બહાર કાઢો. હવે જમણા હાથથી ડાબા પગને સ્પર્શ કરો. ડાબા હાથને આકાશ તરફ રાખો. ખભા સીધા રાખો. ડાબા હાથની તરફ જુઓ. આ અવસ્થામાં બે-ત્રણ મિનિટ રહો.  હવે શરીરને સીધુ કરો અને શ્વાસ લેતા ઉભા થઈ જાવ. 
 
પશ્ચિમોત્તાસન - પેટની ચરબી ઘટાડવામાં ખૂબ મદદરૂપ છે આ આસન. કબજિયાત, અપચો, ગેસ, 
ઓડકાર અને ડાયાબીટિઝમાં લાભકારી છે.  તેને કરવા માટે પગને સામે ફેલાવીને બેસી જાવ હવે હથેળીઓને ઘૂંટણ પર મુકીને શ્વાસ ભરતા હાથને ઉપરની તરફ લઈ જાવ અને કમરને સીધા કરી ઉપરની તરફ ખેંચો. શ્વાસ છોડતા આગળની તરફ નમો અને હાથ વડે પગનો અંગુઠો પકડીને માથાને ઘૂંટણ તરફ લગાવો. અહી ઘૂંટણ વળવા ન જોઈએ.  કોણીને જમીન પર ટચ કરવાનો પ્રયાસ કરો.  આંખો બંધ કરીને શ્વાસને સામાન્ય રાખતા થોડીવાર માટે રોકો. પછી શ્વાસ લેતા પરત આવી જાવ. 
 
આ ઉપરાંત પણ અનેક યોગાસનો છે જેને તમે રોજ કરી શકો છો. નિયમિત યોગ કરવાથી રાત્રે સારી ઉંઘ આવે છે અને તણાવ રહેતો નથી.