ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By Author ડૉ હૃષીકેશ પાઈ|
Last Updated : મંગળવાર, 14 ડિસેમ્બર 2021 (08:39 IST)

તમારું સ્પર્મ કાઉન્ટ વધારવા માટેની અસરદાર ટિપ્સ

તમે અથવા તમારા સાથી વંધ્યત્વની સમસ્યાઓનો સામનો કરી રહ્યા હો તો, એક વાત જાણી લો કે આ સમસ્યા સામે ઝઝૂમી રહ્યા હો એવા તમે એકલા નથી. તમે વિચારતા હશો તેના કરતાં વંધ્યત્વની સમસ્યા ઘણી વ્યાપક છે. દર છમાંથી એક દંપતિ આ સમસ્યાથી પીડાતા હોય છે. વળી, દર ત્રણમાંથી એક કિસ્સામાં વંધ્યત્વની સમસ્યા પુરુષ સાથીને કારણે હોય છે. ગર્ભાધાનની શક્યતા વધારવા માટે એવી કેટલીક બાબતો છે જેનું ધ્યાન પુરુષો રાખી શકે છે. ખાણીપીણીની સ્વસ્થ ટેવો તથા પૂરક તત્વોનો ઉમેરા સાથે જીવનશૈલીમાં પરિવર્તનથી તમારી ફળદ્રુપતામાં વધારો થઈ શકે છે.
 
તમારું સ્પર્મ કાઉન્ટ વધારવા અને વંધ્યત્વના સમસ્યાના ઉપચાર માટેના વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલા 5 રસ્તા આ રહ્યા.
નિયમિત વ્યાયામ કરો તમે કદાચ પહેલેથી જ જાણતા હશો કે, વ્યાયામ સામાન્ય સ્વાસ્થ્ય માટે સારી બાબત છે. પણ, શું તમે એ જો છો ખરા કે, તેનાથી તમારા ટેસ્ટોસ્ટેરોન સ્તરમાં વૃદ્ધિ થાય છે અને ફળદ્રુપતામાં પણ વધારો થાય છે?
 
નિષ્ક્રિય પુરુષની સરખામણીએ નિયમિત વ્યાયામ કરતા પુરુષોમાં વીર્યની ઉચ્ચ ગુણવત્તા અને ટેસ્ટોસ્ટેરોન સ્તર પણ ઉચ્ચતમ હોય છે યાદ રહે, વધુ પડતો વ્યાયામ ન કરવો, કેમ કે તેની વિપરિત અસર પણ થઈ શકે છે અને ટેસ્ટોસ્ટેરોનનું સ્તર અત્યંત નીચે જઈ શકે છે. તમારી પાસે વ્યાયામ કરવા માટે સમય ન હોય અને છતાં તમે તમારી ફળદ્રુપતા વધારવા માગતા હો તો તમારી અન્ય શારીરિક પ્રવૃત્તિઓમાં વધારો કરો.
 
પૂરતા પ્રમાણમાં વિટામિન સી મેળવો
 
રોગપ્રતિકાર શક્તિ વધારવાની વિટામિન સીની ક્ષમતા વિશે તમે કદાચ જાણતા હશો. પણ શું તમે એ જાણો છો કે, વિટામિન સી તથા અન્ય એન્ટિઑક્સિડન્ટ પોષક તત્વો તમારી ફળદ્રુપતામાં પણ વધારો કરી શકે છે?
 
વિટામિન સી પૂરકો (સપ્લિમેન્ટ્સ) લેવાથી તમારા સ્પર્મ કાઉન્ટ અને તેની ગતિમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. તેનાથી વિકૃત કે બેડોળ સ્પર્મ પેશીઓની સંખ્યામાં ઘટાડો થાય છે. કેટલાક અભ્યાસોમાં જોવા મળ્યું છે કે, વિટામિન સી પૂરકોને કારણે વીર્યની ગુણવત્તામાં સુધારો પણ થાય છે.
 
હળવાશ અનુભવો અને તાણ ઘટાડો
 
તાણને કારણે તમારી જાતીય પ્રવૃત્તિઓંમાં ઘટાડો થઈ શકે છે અને તમારી ફળદ્રુપતાને નુકસાન પહોંચી શકે છે. ગંભીર અથવા અજ્ઞાત અસ્વસ્થતા માટે તમને દવાની જરૂર પડી શકે છે, તો સૌમ્ય પ્રકારની તાણ ઘટાડવા માટે રિલેક્સ થવાની કેટલીક પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય છે.
 
વ્યાયામ કરવો, ધ્યાન કરવું અથવા કુદરતી વાતાવરણમાં વૉક માટે જવું અથવા મિત્ર અને પરિવાર સાથે સમય વિતાવવો જેવી સરળ જણાતી બાબતોથી પણ તમારી તાણમાં ઘટાડો થઈ શકે છે.
 
પૂરતા પ્રમાણમાં વિટામિન ડી મેળવો
 
વિટામિન ડી પુરુષ અને સ્ત્રી બંનેના વંધ્યત્વમાં ઉપયોગી પુરવાર થાય છે. આ વધુ એક પોષક તત્વ છે જે તમારા શરીરમાં ટેસ્ટોસ્ટેરોનું પ્રમાણ વધારી શકે છે. વિટામિન ડીનું ઊંચું પ્રમાણ સ્પર્મની ગતિ વધારવામાં મહત્વનું યોગદાન આપે છે. આમ છતાં, આ અસરને પુરવાર કરવા માટે પૂરતા અભ્યાસ હાથ ધરવામાં આવ્યા નથી,
 
પૂરતા પ્રમાણમાં ઝિન્ક લો
 
માછલી, માંસ, ઈંડાં અને જેવા ખોરાકમાં મળી આવતા આવશ્યક ખનીજમાંથી ઝિન્ક એક છે. યોગ્ય પ્રમાણમાં ઝિન્ક લેવું એ પુરુષ ફળદ્રુપતાનો મહત્વનો પાયો છે. 
 
ઝિન્કની ઊણપ વીર્યની નબળી ગુણવત્તા, ટોસ્ટેસ્ટેરોનના નીચા સ્તર અને પુરુષ વંધ્યત્વની શક્યતાઓમાં યોગદાન આપે છે.
ઝિન્ક સપ્લિમેન્ટ્સ લેવાથી તમારા ટેસ્ટેસ્ટેરોન સ્તર, સ્પર્મ કાઉન્ટમાં વૃદ્ધિ થાય છે, ખાસ કરી ને તમારામાં ઝિન્કની ઊણપ હોય ત્યારે, એટલું જ નહીં, વધુ તીવ્રતા ધરાવતા વધુ પડતા વ્યાયામને કારણે ટેસ્ટેસ્ટેરોનના  સ્તરમાં થયેલા ઘટાડામાં ઝિન્ક લેવાથી વધારો થઈ શકે છે.
 
તમારું સ્પર્મ કાઉન્ટ વધારવા માટેની કેટલીક વધુ ટિપ્સ
 
 
સ્પર્મ કાઉન્ટ વધારવાના 6 ઉપાયો 
 
1. કૅફિન અને આલ્કૉહૉલના સેવનમાં ઘટાડો કરો – આ બંને ફળદ્રુપતા પર અસર કરે છે અને ગર્ભધારણાના દરમાં ઘટાડો કરે છે
2. તાણમુક્ત રહો – વધુ પડતી તાણ પુરુષ હૉર્મોન્સ પર તથા વીર્યના ઉત્પાદન પર અસર કરે છે
3. માફકસરનો નિયમિત વ્યાયામ – રિલેક્સ થવામાં અને પુરુષ હૉર્મોન્સમાં વધારવામાં તમારી મદદ કરે છે
4. ડિટોક્સ – ભારે ભોજન અને ટૉક્સિન્સ સ્પર્મ માટે ઝેરનું કામ કરે છે અને સ્પર્મ કાઉન્ટને બહુ ઝડપથી ઘટાડે છે
5. .ઝિન્ક અને ઑક્સિડન્ટ્સ – ઑક્સિડેટિવ તાણને કારણે વીર્ય નબળું પડે છે
6. ગરમી ટાળો – ગરમ સ્નાન, ઈલેક્ટ્રિક બ્લૅન્કેટ અને કારની ગરમ સીટ ટાળો
 
તમારી ફળદ્રુપતા વધારવા માટે તમે અન્ય અનેક ચીજો કરી શકો છો, પણ તમને કઈ બાબત મદદ કરી શકે છે એનો આધાર તમારા વંધ્યત્વના કારણ પર રહે છે. યાદ રાખો, ફળદ્રુપતા અને કામવાસના તમારા નિયમિત કે સામાન્ય સ્વાસ્થ્યની બરાબરીમાં હોય છે. આ કારણસર જ તમારા સંપૂર્ણ સ્વાસ્થ્યમાં સુધારો કરી શકતી બાબત તમારી ફળદ્રુપતાના સ્તરમાં પણ વધારો કરી શકે છે.
 
તમારી ફળદ્રુપતા અને સ્પર્મ કાઉન્ટ /ગુણવત્તા વધારવાની વધારાની 8 ટિપ્સ આ રહીઃ
- સ્વસ્થ જીવનશૈલી વિકસાવો. બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી તમારી ફળદ્રુપતા સહિતના સંપૂર્ણ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.
- સ્થૂળતા પણ ઘણીવાર વંધ્યત્વમાં યોગદાન આપતી હોય છે. તમારા ડૉક્ટર શોધી કાઢે કે તમારા વંધ્યત્વનું કારણ તમારું વજન છે, તો વજન ઘટાડાને તમારું ધ્યે.ય બનાવો.
- આલ્કૉહૉલનું વધુ પડતું સેવન ન કરો. તેના કારણે વીર્યની ગુણવત્તાને અસર થઈ શકે છે અને ટેસ્ટોસ્ટેરોનના સ્તરમાં પણ ઘટાડો થઈ શકે છે. 
- તમે પૂરતા પ્રમાણમાં ફોલેટ લો છો તેની ખાતરી કરો. કેટલાક અભ્યાસોમાં સામે આવ્યું છે કે, ફોલેટનું ઓછા પ્રમાણમાં સેવન વીર્યની ગુણવત્તામાં ઘટાડો કરી શકે છે.
- પૂરતી ઊંઘ લેવી એ સારા સ્વાસ્થ્યની જાળવણી માટે અત્યંત મહત્વની બાબત છે. જો કે, વધુ પડતી અથવા અત્યંત ઓછી ઊંઘ પણ વીર્યની ગુણવત્તામાં ઘટાડો કરી શકે છે
- એન્ટિઑક્સિડન્ટ્સથી સમૃદ્ધ હોય એવી ચીજો જેમ કે અખરોટ મોટા પ્રમાણમાં લેવાનું રાખો, કેમ કે તેનાથી ફળદ્રુપતામાં લાભ થઈ શકે છે.
- એન્ટિઑક્સિડન્ટ સપ્લિમેન્ટ્સ પણ ફાયદાકારક હોય છે, કેટલાક અભ્યાસ સૂચવે છે કે કોએન્ઝાઈમ Q10 વીર્યની ગુણવત્તામાં સુધારો કરી શકે છે.
- સોયાનું વધુ પડતું સેવન કરવાનું ટાળો. સોયામાં આઈસોફ્લેવોન્સ હોય છે, જે વીર્યની નીચી ગુણવત્તામાં યોગદાન આપે છે.
વંધ્યત્વ સામાન્ય સમસ્યા છે જે અનેક પુરુષોને અસર કરે છે, તમને જો વંધ્યત્વની સમસ્યા હોય તો, તમારા સંપૂર્ણ સ્વાસ્થ્યને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરો. એવું કોઈ ખાતરીપૂર્વક ન કહી શકે કે તમારી વંધત્યત્વની સમસયા તમારી જીવનશૈલીને કારણે જ છે.
- જો પોષક તત્વોની ઊણપ અને ટેસ્ટોસ્ટેરોનનું નીચું સ્તર તમારા વંધ્યત્વનું કારણ હોય તો સૂચવવામાં આવેલી જીવનશૈલી સંબંધિત ટિપ્સ તમારી મદદ કરી શકે છે. આમ છતાં, વંધ્યત્વની સમસ્યા કોઈ અન્ય અંતર્ગત પરિસ્થિતિને કારણે હોય તો તમને આઈવીએફ અથવા આઈસીઆઈએસ જેવી સારવારની જરૂર પડી શકે છે.