શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શનિવાર, 24 એપ્રિલ 2021 (08:11 IST)

કોરોના સંક્રમણનો ખતરો 31 ટકા ઓછા કરી નાખશે આ એક ટેવ સ્ટડીમાં દાવો

વેક્સીનેશને પણ કારગર બનાવશે આ ટેવ

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરે પ્રથમ લહેરને પાછળ છોડી દીધી છે. દરરોજ કોરોના વાયરસ સંક્રમણના કેસમાં નવા રેકાર્ડ બની રહ્યા છે. બીજી બાજુ કોરોનાની બીજી લહેરમાં મોટાભાગના દર્દીઓ શ્વાસની મુશ્કેલી પણ વધારે થઈ રહી છે. તેથી દરેક એ  કોશિશ કરી રહ્યુ  છે કે તે કોઈ પણ રીતે  કોરોન સંક્રમણથી બચી શકાય કે પછી ઓછામાં ઓછા કોરોનાથી ગંભીર રૂપથી  બીમાર ન થાય. હવે એક સ્ટડીમાં સામે આવ્યુ છે કે કેવી રીતે એક ફેકટર તમારા કોરોના સંક્રમણના ખતરાને 30 ટકા સુધી ઓછું કરી નાખે છે.  

એક્સરસાઈજ કરવાથી શરીર ફિટ રહે છે પણ એક નવા અભ્યાસમાં તેને કોરોનાની લડતમા ફાયદાકારી જણાવ્યુ છે. આ સ્ટડી સ્કૉટલેંડના ગ્લાસગોએ કરી છે. દુનિયાની પ્રથમ એવી મોટી સ્ટડી છે. જે એકસરસાઈજ અને Covid -19 ઈમ્યુનિટીને જોડીને  કરી છે. આ અભ્યાસના મુજબ એક દિવસમા 30 મિનિટ, અઠવાડિયામાં 5 દિવસ કે 150 મિનિટ સુધી એક્સરસાઈજ કરવાથી શ્વાસની મુશ્કેલી થતી નથી.  સ્ટડીમાં વૉક, રનિંગ, સાઈકલિંગ અને માંસપેશીઓને મજબૂત બનાવનારી એક્સરસાઈજ કરવાની સલાહ આપી છે. 
 
સ્ટડીમાં કહ્યુ છે કે આ રીતની એક્સરસાઈજ વેક્સીનની ક્ષમતાને પણ 40 ટકા વધારે અસરદાર બનાવી શકે છે. વૈજ્ઞાનિકોની ટીમે કહ્યુ નક્કી સમય સુધી એક્સસાઈજ કરવાથી Covid 19 જેવા સંક્રામક રોગોનો ખતરો 31 ટકા અને આ મહામારીથી મોતનો ખતરો 37 ટકા સુધી ઓછો  થઈ શકે છે. આ વેક્સીનેશનને પણ કારગર બનાવે છે. 
 
ગ્લાસગોના પ્રોફેસર સેબ્સ્ટિયન ચેસ્ટિનનો કહેવુ છે કે ફિજિકલ એક્ટિવિટી ઈમ્યુન સિસ્ટમની રક્ષા કરે છે અને ઈમ્યુન સેલ્સને મજબૂત બનાવે છે. ચેસ્ટિને કહ્યુ અમારી શોધ જણાવે છે કે રેગુલર ફિજિકલ એક્ટિવિટી સંક્રામક રોગોથી બચાવે છે. 
 
ચેસ્ટીનએ કહ્યુ આ સ્ટડીથી સાફ સંદેશ મળે છે કે તમે  ખુદને એક્ટિવ રાખો. આ  તમને શારીરિક અને માનસિક રૂપથી ફિટ રાખવા ઉપરાંત અમારી પાસે એ વાતના સાક્ષી પણ  છે કે આ તમારી ઈમ્યુનિટી વધારે છે  આ વેક્સીનને વધુ કારગર કરે છે આ કારણે અમે લોકોને વેક્સીન લગાવવાના  12 અઠવાડિયા પહેેેેલા ફિજિકલ એક્ટિવિટી પ્રોગ્રામ કરવાની સલાહ આપી રહ્યા છે. આવો જાણીએ છે કે કઈ-કઈ એક્સરસાઈજ તમારા ફેફસાં માટે ફાયદાકારી થઈ શકે છે. 
 
બ્રીથીંગ એક્સરસાઈજ- બ્રીથિગ એક્સરસાઈજ ફેફસાંને મજબૂત બનાવે છે. તેનાથી શ્વસન તંત્ર પર કોરોનાની  અસરને ઓછી પડે છે. ખાસ રીતે લિપ બ્રીથિંગ એક્સરસાઈજ શ્વાસ ફૂલવાની સમસ્યાને દૂર કરે છે. લિપ બ્રીથિગ એક્સરસાઈજથી ફેફસાંમાં ઓક્સીજન વધારે માત્રામાં પહોંચે છે. 
 
તેને કરવા માટે ગરદન અને ખભાને એકદમ સીધો કરીને બેસવું. હવે નાકથી ધીમે-ધીમે શ્વાસ લેવી અને હોંઠને પૂર્ણ રૂપથી બંધ રાખો. હોઠને ગોલ કરી લો જેમ તમે મીણબત્તી ઓલવતી વખતે  કરો છો. ત્યારબાદ તે અવસ્થામાં ધીમે-ધીમે શ્વાસ છોડવી. આ એક્સરસાઈજને અનેકવાર કરવી તમને આરામ મળશે. 
 
એરોબિક એક્સરસાઈજ 
એરોબિક એકસરસાઈજ ઘણી રીતે કરાય છે. આ પ્રકારના એક્સરસાઈજમાં બહુ વધારે એનર્જીની જરૂર પડે છે અને શ્વાસ તીવ્ર ચાલે છે. તેજ ચાલવું,  દોરડા કુદવા  કે ડાંસ કરવો આ રીતે કેટલીક એકસરસાઈજ છે. આ પ્રકારની એકસરસાઈજ ફેફસાંને સ્વસ્થ રાખે છે. જેનાથી કોવિડ 19થી બચવાની શકયતા વધારે હોય છે. 
 
બેલૂન એકસરસાઈજ- ફુગ્ગા ફૂલાવવાની એક્સસાઈજ પણ ફેફસાં માટે ખૂબ સારી હોય છે. આ એક્સરસાઈજ ખૂબ સરળ છે તેના માટે તમે એક દિવસમાં ઘણા ફુગ્ગા મોઢાથી ફુલાવો. ફુગ્ગાથી પાંસળીઓ મજબૂત થાય છે. 
 
આ એક્સરસાઈજથી ફુગ્ગા ફુલાવ્યા પછી શ્વાસ લેતી વખતે ફેફસાંમાં તીવ્ર ગતિથી ઓક્સીજન પહોચે છે  અને શ્વાસ છોડતી વખતે કાર્બન ડાયોક્સાઈડ બહાર નીકળે છે. એક્સસાઈજના સમયે શરીરને જેટલુ વધારે ઑક્સીજન મળશે તમારી શ્વાસ ફૂલવાની તકલીફ એટલી  જ ઓછી થશે.