શનિવાર, 14 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. યોગ
  3. યોગાસન
Written By
Last Modified: શુક્રવાર, 12 મે 2023 (11:48 IST)

After Yoga Food- યોગા કર્યા પછી તરત જ ન કરવું આ વસ્તુઓનો સેવન

Do not consume these things immediately after doing yoga
After Yoga Food- યોગાસન માણસને શારીરિક અને માનસિક બન્ને રીતે સ્વસ્થ બનાવે છે. તેની સાથે અમે તમને જણાવી રહ્યા છે કે યોગાભ્યાસની સાથે-સાથે ખાવું-પીવાનો પણ ખાસ ધ્ય્ના રાખવું ખૂબ જ જરૂરી છે. એક સંતુલિત આહાર અને યોગા જ એક સારું જીવનની  કુંજી છે. પણ ખાવામાં એવી વસ્તુઓ પણ છે જેને જો તમે યોગ કર્યા પછી 
 
તરત જ ખાઈ લો છો તો તમે યોગ અને સમય બન્ને જ બર્બાદ કરી રહ્યા છો. તેનાથી યોગનો ફાયદો તો નહી પણ તમારા શરીરને નુકશાન થઈ શકે છે. 
 
જો તમે યોગ કર્યા પછી કડવી વસ્તુઓ, ખાટી વસ્તુઓ જેમ કે બેરી, તીખું મસાલેદાર ભોજન કરો છો, તો પછી તમે તમારી જાતને નુકસાન પહોંચાડી રહ્યા છો. 
 
ફ્રાઇડ સ્નેક્સ, ચિવડો, ખાટી વસ્તુઓ, શાકભાજી વગેરેને સંપૂર્ણપણે નાબૂદ કરવી જોઈએ. યોગ પછી, શરીરનું તાપમાન નિયમન મેળવવા માટે થોડો સમય લાગે છે. તેથી,  તરત જ ગરમ અને ઠંડી બન્ને વસ્તુઓ નુકસાનકારક થાય છે. યોગ બાદ ગરમ ચા - કોફી, ઠંડા ઠંડા છાશ, દહીં, તમારા આરોગ્ય માટે હાનિકારક હોઈ શકે છે. 
 
જેટલું હોય યોગા પછી, તીખું ગંધની વસ્તુઓ જેમ કે હીંગ અને અને લસણથી પણ દૂરી રાખવી જોઇએ કારણ કે તે મગજને આળસું કરે છે. નૉન વેજ વસ્તુની વાત કરે તો માંસ, માછલી અને ખાસ કરીને મટનથી દૂર રહેવું જોઈએ. માત્ર સાત્વિક ખોરાક જ લેવું જોઈએ જે શરીર અને મગજ બન્નેને શાંત અને સ્થિર રાખે છે.