સોમવાર, 28 ઑક્ટોબર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2016
Written By
Last Updated : બુધવાર, 10 ઑગસ્ટ 2016 (09:44 IST)

11 ઓગસ્ટના રોજ ચાંડાલ યોગનો અંત થશે, હવે ગુરૂ રહેશે કન્યા રાશિમાં, જાણો તમારી રાશિ પર શુ થશે અસર અને ઉપાય

ગુરૂવાર 11મી ઓગસ્ટે ગુરૂ સિંહ રાશિમાંથી નીકળીને કન્યામાં આવી જશે. તેનાથી રાહુ ગુરૂની જોડી બની રહેલ ચાંડાલ યોગ પણ ખતમ થશે. જ્યોતિષ મુજબ આ અશુભ યોગથી મેષ, વૃષ, સિંહ,  કન્યા,  વૃશ્ચિક,  કુંભ અને મીન રાશિના લોકો વધુ પરેશાન હતા. હવે તેની સાથે જ અન્ય રાશિયો માટે પણ સારો સમય શરૂ થઈ જશે. ગુરૂ હવે 12 સપ્ટેમ્બર 2017 સુધી કન્યા રાશિમાં રહેશે. 
 
મેષ - યાત્રાઓનો યોગ છે. લિવર,  કિડનીના રોગ થઈ શકે છે. નોકરિયાત લોકો માટે સમય સારો છે. પ્રમોશનના યોગ બનશે. લોન લેવાથી બચો. વિવાદોમાં ગુંચવાતા બચો. પણ જો વિવાદ છતા પણ પીછો ન છોડે તો ગભરાશો નહી. પરાક્રમ વધશે. વિરોધીઓ સાથે સંઘર્ષ કરવાની ક્ષમતાનો વિકાસ થશે.  સમય તમારા ફેવરમાં છે. કાર્યક્ષેત્ર ખાસ કરીને નોકરી માટે સમય અનુકૂળ છે.  દૂર દેશ સાથે સંબંધિત કાર્યોમાં ફાયદો મળશે.  આર્થિક અને પારિવારિક મામલા માટે પણ સમય અનુકૂળ રહેશે. 
 
ઉપાય - પીળા કપડા અને ચંદનનુ દાન કરો. 

વૃષભ - પદ પ્રતિષ્ઠા મળશે. ધન લાભના યોગ છે. પેટ અને પગના રોગ થઈ શકે છે. કોઈના ઝગડામાં ન પડશો નહી તો તમારી ઈમેજ બગડી શકે છે.  તનાવ અને ડિપ્રેશનની સ્થિતિ પણ બની શકે છે. કોઈ મોટી જવાબદારી મળી શકે છે. ધન લાભ અને બિઝનેસમાં પૈસો મળશે. આ રાશિના વિદ્યાર્થીઓ માટે સમય થોડો મુશ્કેલ રહેશે. ફાયદાની સ્થિતિયો બનશે. સંતાન અને શિક્ષા સાથે જોડાયેલ મામલામાં પણ અનુકૂળતા રહેશે.  મેહનત કરવાથી વધુ ધન લાભ પણ થશે. કેટલાક અવરોધો જરૂર આવશે પણ તમે સફળ પણ થઈ જશો. 
 
ઉપાય - કેળાના ઝાડની પૂજા કરો. 

 
મિથુન - પ્રોપર્ટી અને નવા વ્હીકલ ખરીદવાના યોગ છે. નોકરિયાત લોકોને અધિકારીઓનો સહયોગ મળશે. લાઈફ પાર્ટનરના ધનમાં વૃદ્ધિ થશે.  ધાર્મિક કાર્યમાં મન લાગશે. પૈસા પણ મળશે.  અવિવાહિત લોકોને પ્રેમ પ્રસંગ મજબૂત થશે. આરોગ્ય સારુ રહેશે.  દુશ્મનો પર જીત થશે.  માતાના આરોગ્યને લઈને સાવધ રહો. લોકોનો સહયોગ મળશે.  કાર્યક્ષેત્ર માટે સમય સારો છે.  તમારી  મહેનત રંગ લાવશે.  પ્રમોશન પણ થઈ શકે છે. નોકરી કે વેપારમાં થોડો ફેરફાર કે વધુ પૂંજી લગાવવાનુ વિચારી રહ્યા છો તો પણ સમય અનુકૂળ છે.  માન સન્માન વધશે.  કોઈ ધાર્મિક સ્થળ કે નિર્માણમાં પણ તમે સહયોગ કરી શકો છો. 
 
ઉપાય - મંદિરમાં ચણાની દાળનું દાન કરો. 

કર્ક - કોંફિડેંસ વધેલો રહેશે.  લોકો સાથે સંબંધ બનાવી રાખો. પ્રોપર્ટી મામલો સામે આવશે. આ સંબંધમાં પરિવારની સાથે વિવાદ થઈ શકે છે. તેને પરિવાર સાથે મળીને ઉકેલો. ધાર્મિક કાર્યોમાં ખર્ચ થશે. વિવાહિત લોકોનાજીવનમાં પ્રેમ કાયમ રહેશે.  કેટલાક મામલે કિસ્મત સાથ આપશે. તમારા પરાક્રમથી દુશ્મન પર જીત મળશે. અતિ આત્મવિશ્વાસમાં આવીને પડોશીઓ  અને ભાઈઓ સાથે વિવાદ કરવાથી બચો.  યાત્રાઓના માધ્યમથી કામ બનશે. આરોગ્યને ધ્યાનમાં રાખતા જ યાત્રા કરો. મિત્રો સાથે અને સાથે કામ કરનારા લોકો પાસેથી જરૂર પડ્યે મદદ મળશે.  અવિવાહિત છો તો વિવાહના યોગ બનશે. 
 
ઉપાય - દુર્ગાજીની પૂજા કરો. કન્યાઓને મીઠાઈ અને ફળ દાન કરો.
સિંહ - ધન લાભ થશે. પણ સેવિંગ નહી થઈ શકે. ખર્ચ પણ થશે. વાહન સાવધાનીથી ચલાવો. આંખ અને દાંતના રોગ થઈ શકે છે.  એકસ્ટ્રા મેરિટલ અફેયરના પણ યોગ છે.  સંતાન સુખ મળશે અથવા સંતાનનો જન્મ થશે.  માંગલિક કાર્ય થશે. એકસ્ટ્રા ઈનકમની યોજના બનશે.  બોલવામાં ધ્યાન આપો. નહી તો બનતા કામ બગડી જશે.  અચાનક ધન લાભ થવાના યોગ છે.  રોકાયેલો પૈસો પણ મળશે.   પરિવાર અને એકસ્ટ્રા ઈનકમના સાધનો પર પૈસા ખર્ચ થશે. ઘર-પરિવારમાં કોઈ માંગલિક કાર્ય થવાના યોગ બની રહ્યા છે. પ્રેમ પ્રસંગોમાં અનુકૂળતા રહેશે.  
 
ઉપાય - પીળા કપડામાં હળદરની ગાંઠ મુકીને મંદિરમાં દાન કરો. 

કન્યા - ઈનકમ વધશે. કાગજી કાર્યવાહીમાં સાવધ રહો. કોઈ પર આંખ બંધ કરીને વિશ્વવાસ ન કરો. ઘરમાં માંગલિક કાર્ય થશે.  મિત્રો અને ભાઈ બંધુઓ તરફથી સહયોગ મળશે. આ રાશિના અવિવાહિત લોકોના લગ્ન થઈ શકે છે. કિસ્મતનો સાથ મળશે.  આરોગ્ય મામલે સાવધ રહો. પ્રોપર્ટી સંબંધિત ફાયદો પણ થશે.  લવ લાઈફ સારી રહેશે.  લાઈફ પાર્ટનર સાથે સંબંધ મધુર થશે.  આ દિવસોમાં તમારો માનસિક તનાવ ઓછો થઈ શકે છે.  ગુરૂના કારણે તમે કેટલાક મહત્વપુર્ણ નિર્ણય પણ લઈ શકો છો.  તમારા કારણે ઘર પરિવારનું વાતાવરણ પણ સારુ થઈ જશે.  કાર્યક્ષેત્રમાં પદોન્નતિ અને બિઝનેસમાં ફાયદો થશે. 
 
ઉપાય - ગાયની સેવા કરો. શક્ય હોય તો પીળી ગાયને હળદરની રોટલી જરૂર ખવડાવો. 


તુલા - કૉંફિડેંસ ઓછો થશે.  ફાલતુ કાર્યોમાં ટાઈમ અને પૈસા વેસ્ટ થશે. એકસ્ટ્રા મેરિટલ અફેયર ઓપન થઈ શકે છે.  સાથે જ લોકો સાથે અનબન થશે. મિત્રો અને ભાઈ-બહેનોનો સહયોગ નહી મળે.  દુશ્મન પરેશાન કરશે. કામ વાસનાના કારણે માનસિક ઉત્તેજના થશે.  ઈન્દ્રિયોને વશમાં રાખો.  કાર્યક્ષેત્રમાં તમારુ પરફોર્મેંસ ઠીક ન હોવાથી ચિંતા કાયમ રહેશે.  કેટલાક લોકો તમને કારણ વગર પરેશાન કરવાની કોશિશ કરશે.  ભાગદોડ વધુ રહેશે.  દૂરના સ્થળની યાત્રા થશે. પણ તેનાથી તમને ફાયદો નહી મળી શકે.  પડોશીઓ સાથે સંબંધ સારા બનાવવાનો પ્રયત્ન કરશો. ભાગદોડ વધુ રહેશે. દૂરની યાત્રા થશે અને બેકાર ખર્ચ પર કંટ્રોલ કરવાને કોશિશ કરો. 
 
ઉપાય - સાધુઓ અને ગુરૂની સેવા કરવી તમારે માટે શુભ છે. 
 

વૃશ્ચિક - કન્યા રાશિનો ગુરૂ વૃશ્ચિક રાશિ માટે મોટાભાગના મામલામાં શુભ રહેશે. આર્થિક મામલે સ્થિતિ ધીરે ધીરે તમારા ફેવરમાં થઈ જશે.  ઈનકમ સોર્સ મળી જશે. એકસ્ટ્રા ઈનકમ પણ વધશે. અભ્યાસ સાથે સંકળાયેલ કોઈ કામ કરવાનુ વિચારી રહ્યા છો તો તેમા સફળતા મળશે.  અથવા સંતાન માટે કશુક કરવાનુ વિચારી રહ્યા છો તો તેમા સફળતા મળવાના યોગ બની રહ્યા છે. પોઝીટીવ થઈને જીવશો તો ફાયદામાં રહેશો. વિવાહ યોગ્ય લોકોને પ્રેમ વિવાહ થવાના પણ યોગ બની રહ્યા છે. ઘરમાં કોઈ માંગલિક કાર્ય થવાના યોગ્ય બની રહ્યા છે.  બિઝનેસમાં મોટુ રોકાણ પણ કરી શકો છો. ખર્ચ પર કંટ્રોલ કરશો. ફેમિલી લાઈફ સારી રહેશે. સહકર્મચારીઓને ખુશ કરવાની કોશિશ કરો.  ન્યાયાલય પ્રકરણોમાં જીત મળશે. હરીફાઈમાં પણ સફળતા મળશે. 
 
ઉપાય - પીપળને જળ ચઢાવો. 
ધનુ - કન્યા રાશિનો ગુરૂ ધનુ રાશિવાળા લોકોને ઈમાનદારીથી કામ કરવાની પ્રેરણા આપશે. જેનાથી તમને સારુ પરિણામ મળશે. બિઝનેસ કરનારા લોકો માટે સમય સારો રહેશે.  તમારા કામ-ધંધાને વધારવાનુ વિચારી રહ્યા છો તો સફળતા મળશે. બિઝનેસ અને નોકરી સાથે સંબંધિત યાત્રાઓમાં સફળતા મળશે. માન-સન્માન મળશે. પારિવારિક જીવનમાં સકારાત્મકતા આવશે. મોટાભાગના મામલા તમારા ફેવરમાં રહેશે. વાહન અને ભૂમિ વગેરે મામલે સકારાત્મક પરિણામ મળશે. કેટલાક મામલે સમય પરીક્ષા અને પડકારોનો પણ છે. લવ લાઈફમાં થોડી પરેશાની આવી શકે છે. અધર્મથી દૂર રહીને ધાર્મિક કાર્ય કરો. કોઈના વિશે ખરાબ ન વિચારો. ખુદ પર કંટ્રોલ રાખો અને સીધા ચાલો. મોટાભાગના વિચારેલા કામ પુરા થશે. નોકરીમાં પ્રગતિ અને સ્થાન પરિવર્તનની શક્યતા કાયમ રહેશે. 
 
ઉપાય - મંદિરમાં બદામનુ દાન કરો. 

મકર - કન્યા રાશિનો ગુરૂ મકર રાશિવાળા લોકોને મળતાવડુ પરિણામ આપશે. જેને કારણે કેટલાક મામલે તમને કિસ્મત સાથ આપશે. ઉત્સાહ અને આત્મવિશ્વાસ પણ વધશે. બીજી બાજુ કેટલાક મામલે ફાલતુ દોડભાગ થશે. નોકરીમાં પ્રગતિના યોગ બની રહ્યા છે. વિદેશ અને તીર્થ યાત્રા પણ થશે. ધાર્મિક કાર્યોમાં મન લાગશે. કોઈ ધાર્મિક કે સામાજીક ક્ષેત્રના મોટો લોકો સાથે આપ જોડાશો. જેને કારણે થોડો ફાયદો થશે.  સાથે કામ કરનારા લોકો સાથે સંબંધ સારા બનાવો. કામ વાસનાને કારણે માનસિક ઉત્તેજના થશે.  ઈન્દ્રિયોને વશમાં રાખો.  બિઝનેસ કરનારા લોકોને એકસ્ટ્રા મહેનતથી સફળતા જરૂર મળશે. 
 
ઉપાય - વ્યસનથી દૂર રહો. વિષ્ણુ કે કૃષ્ણ મંદિરના શિખર દર્શન કરો. લાભ થશે. 



કુંભ - આર્થિક મામલે સાવધાનીથી કામ કરો. કોઈ મોટુ રોકાન કરવાથી બચો. જોકે અચાનક ધન લાભ પણ થઈ શકે છે. ખર્ચના સરેરાશમાં ઈનકમ થોડી ઓછી રહેશે. સંબંધોમાં અહંકાર ન લાવશો. નહી તો જીવનમાં મુશ્કેલીઓ ઉભી થશે. મેરિડ લાઈફમાં તનાવ થઈ શકે છે.  જીવનસાથી સાથે વિવાદ કરવાથી બચો. પરિવારના કેટલાક લોકો સાથે વિવાદ થઈ શકે. હાલ કોઈ રહસ્યની વાત કે કોઈ રહસ્યમય વિદ્યા  વિશે માહિતી મળશે. કોઈ પ્રકારની પૂજા પાઠ કે સાધ કરવાનુ મન બની શકે છે.  તમે આત્મનિર્ભર રહેશો. નોકરિયાત અને બિઝને કરનારા લોકોનુ પરફોર્મેંસ પ્રભાવિત થશે. અચાનક ધન હાનિ થઈ શકે ક હ્હે. તમારા નમમાં કોઈ વાતને લઈને ડર બન્યો રહેશે. આરોગ્યમાં ઉતાર ચઢાવ કાયમ રહેશે. 
 
ઉપાય - ચંદન અને કેસરનુ તિલક લગાવો 

મીન - કાર્યક્ષેત્ર માટે સમય મીન રાશિવાળાના ફેવરમાં રહેશે. તમારા વિચારેલા કામ મોટાભાગે  કામ અને ઈચ્છાઓ પણ પૂરી થઈ જશે. નોકરી અને બિઝનેસમાં તમારે માટે સમય સારો રહેશે.  નવા કામ શરૂ કરવા માટે પણ સમય સારો છે. વિવાહ યોગ્ય લોકોને વિવાહ થવાના યોગ છે. પ્રેમ સંબંધોમાં મધુરતા થશે વિવાહિત લોકોને વૈવાહિક જીવન સુખી રહેશે.  માન-સન્માન વધશે. પીઠ પાછળ બીજાની નિંદા કરતા બચો. ખુદમાં પોઝિટિવ ફેરફાર લાવવાની કોશિશ કરશો તો સફળ થશો. લાઈફ પાર્ટનરની સાથે ક્વાલિટી ટાઈમ વિતાવી શકશે. બિઝનેસમાં મોટો ફાયદો પણ થઈ શકે છે. ધન લાભ થશે. ઘરમાં વિવાહ અને માંગલિક કાર્ય પણ થશે.  ભાગીદારીમાં અને જીવનસાથી સાથે સુખ સાથે ફાયદો પણ મળશે. 

ઉપાય - વિષ્ણુ, સુષ્મા કે કોઈપણ રામ મંદિરમાં પીળી ધ્વજા લગાવો કે દાન આપો.