સોમવાર, 25 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. બાળ દિવસ
Written By
Last Modified: બુધવાર, 13 નવેમ્બર 2019 (15:07 IST)

બાળકો માટે હેલ્ધી ટિફિન આઈડિયાઝ

બાળકો ખૂબ મૂડી હોય છે. તેથી આ વાતનો ખ્યાલ રાખો કે બાળકોને લંચ એ પ્રકારનો હોવો જોઈએ કે તેને વધુથી વધુ પૌષ્ટિક તત્વ મળી શકે અને લંચ તેમની પસંદનો પણ હોય. મોટાભાગે ફળ અને સલાદ ખાવામાં નખરા કરે છે. પણ તેમને વિવિધ શેપ.. સાઈઝ અને ડિઝાઈનમાં કાપીને અને કલરફુલ લુક આપીને ખાવા માટે પ્રેરિત કરો..
 
જાણો કેટલીક જરૂરી વાતો
 
- કેટલાક બાળકો ખાવામાં વધુ સમય લગાવે છે. તેથી તેમનો લંચ ટેસ્ટી.. સિંપલ અને ઈઝી ટુ ઈટ હોવો જોઈએ
- અનેકવાર ટિફિન એ રીતે પેક કરવામાં આવે છે કે બાળકો હાથ ગંદા કરી લે છે.
કે પછી પેકિંગ ખોલી નથી શકતા. તેથી ટિફિનમાં લંચ એ રીતે પેક કરો કે બાળકો સહેલાઈથી તેને ખોલીને ખાઈ શકો.
- સેંડવિચેજ. રોલ્સ અને પરાઠાને કાપીને આપો જેથી બાળકો તેને સહેલાઈથી ખાઈ શકે..
- જો લંચ બ્રેક માટે સફરજન, તરબૂચ, કેળા વગેરે આપી રહ્યા
છો તો તેને છોલીને બીજ કાઢીને અને સ્લાઈસમાં કાપીને આપો.
- ટિફિન ખરીદતી વખતે આ વાતનુ ધ્યાન રાખો કે ટિફિન એવુ હોય જેને બાળકો સહેલાઈથી ખોલીને બંધ કરી શકે.
- જો તમારુ બાળક 6-7 વર્ષથી વધુ વયનુ છે તો તેને માટે ઈંસુલેટેડ ટેડ લંચબોક્સ ખરીદો..
તેમા લંચબોક્સ અને વોટર બોટલ એક સાથે આવી જાય છે અને આ હાઈજીનિક પણ હોય છે.
- બાળકોને ટિફિનમાં ફ્રાઈડ ફૂડ ન આપશો. જો કટલેટ કબાબ અને પેટિસ વગેરે આપી રહ્યા છો તો તે પણ ડીપ ફ્રાય કરેલા ન હોય.
 
ટિફિનમાં શુ આપશો ?
 
- લંચમાં ખાવાની જુદી જુદી વેરાયટી બનાવીને આપો. દાખલા તરીકે ક્યારેક ફૂર્ટ્સ આપો તો ક્યારેક સેંડવિચ. કયારેક વેઝ રોલ તો ક્યારેક સ્ટફ્ડ પરાઠા
-બાળકોને ટિફિનમાં ફ્રૂટ્સ અને વેઝીટેબલ (કાકડી ગાજર વગેરે) પણ આપી શકો છો. પણ સલાદમાં ફક્ત એક જ ફળ કાકડી કે ગાજર કાપીને ન આપશો..
પણ કલરફુલ સલાદ બનાવીને આપો.. બાળકોને કલરફુલ વસ્તુઓ આકર્ષિત કરે છે.
- કાકડી ગાજર અને ફળ વગેરેને શેપ કટરથી કાપીને આપો. આ શેપ્સ દેખાવમાં સારા લાગે છે અને વિવિધ શેપ્સમાં કાપેલી વસ્તુઓને જોઈને બાળકો ખુશ થઈને ખાઈ પણ લે છે.
- સલાદને કલરફુલ અને ન્યૂટ્રિશિયસ બનાવવા માટે તેમા ઈચ્છા મુજબ દેશી ચણા, કોર્ન બદામ કિશમિશ વગેરે પણ નાખી શકો છો.
- ઓમેગા 3 ને બ્રેન ફૂડ કહે છે જે મસ્તિષ્કના વિકાસ માટે ખૂબ લાભકારી હોય છે તેથી તેને લંચમાં વૉલનટ, સ્ટ્રોબેરી, કીવી ફ્રૂટ સોયાબીંસ, ફ્લાવર, પાલક, બ્રોકલી, ફ્લેક્સસીડથી બનેલી ડિશ આપો.
- વ્હાઈટ
બ્રેડ બાળકોના સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડે છે તેથી વ્હાઈટ બ્રેડને બદલે મલ્ટીગ્રેન બ્રેડથી બનેલી સેંડવિચ અને રોલ્સ વગેરે આપો.
આ રોલ્સમાં શાકભાજી સલાદ અને ચીજ વગેરે ભરીને તેને અધિક હેલ્ધી અને ટેસ્ટી બનાવી શકો છો.
- લંચમાં જો ડેરી પ્રોડક્ટ આપવા માંગો છો તો ચીઝ સ્ટ્રિક્સ અને દહી આપી શકો છો.
દહી આપો તો તાજુ આપજો
- લંચ સમયે બાળકોને વધુ પ્રોટીનની જરૂર હોય છે તેથી તેમને લંચમાં પીનટ બટર દાળ પરાઠા કાબુલી ચણા સોયા પનીર બીંસ વગેરે બનાવીને આપો
- હેલ્ધી લંચ સાથે બાળકોને પાણીની બોટલ કે ફ્રૂટ જ્યુસ પીવા માટે આપો
- ક્યારેક ક્યારેક પરાઠા સલાદ સેંડવિચને બદલે હેલ્દી સ્નેક્સ પણ આપી શકો છો જેવા કે ફ્રૂટ બ્રેડ રાઈસ કેક મફિંસ ફ્રૂટ કેક ક્રૈકર્સ વગેરે