સમાજવાદી પાર્ટીના પારિવારિક ઝગડાથી BJP ને ફાયદો પણ CM માટે અખિલેશ ફેવરેટ - સર્વે
ઉત્તર પ્રદેશમાં હવે ચૂંટણીમાં વધુ સમય નથી બચ્યો. આવામાં બધી પાર્ટીઓ પોતપોતાની યાત્રાઓ અને સભા દ્વારા વિકાસ કાર્યોને લોકો સુધી પહોંચાડવાની તક ચુકવા માંગતા નથી. પણ સત્તારૂઢ સમાજવાદી પાર્ટી (સપા)માં ચાલી રહેલ ધમાસાનથી પાર્ટીને ચૂંટણીમાં ખૂબ નુકશાન ઉઠાવવુ પડી શકે છે. અને તેનો સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થઈ શકે છે. એક ન્યુઝ ચેનલના સર્વે મુજબ મોટાભાગના લોકોએ કહ્યુ કે આ લડાઈનો ફાયદો બીજેપીને થશે. પણ બીજી બાજુ રસપ્રદ વાત એ છે કે સીએમ પદ માટે અખિલેશ યાદવ લોકોની પ્રથમ પસંદ બન્યા છે.
સર્વેમાં જ્યારે લોકોને પૂછવામાં આવ્યુ કે એસપીના ઘરેલુ ઝગડાનો ફાયદો કોણે થશે ? 39% લોકોએ કહ્યુ કે આનાથી બીજેપીને ફાયદો થશે. 29% લોકોએ આનો ફાયદો બીએસપીને મળવાની વાત કરી. બીજી બાજુ યૂપીમાં કોંગ્રેસની હાલત ખરાબ દેખાય રહી છે અને આ પશ્નના જવાબમાં ફક્ત 6% લોકોએ કહ્યુ કે આનો ફાયદો કોંગ્રેસને મળશે.
આ સર્વે 26-28 ઓક્ટોબર વચ્ચે પાંચ વિધાનસભા સીટો પર કરવામાં આવ્યો જેમા કુલ 1500 લોકો સાથે જુદા જુદા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા. રાજ્યના આગામી સીએમ કોણ હોવા જોઈએ એ સવાલન જવાબ પર અખિલેશ યાદવ સૌથી આગળ રહ્યા. 31% લોકોએ એમનુ નામ લીધુ અને 27% લોકોએ માયાવતીના પક્ષમાં બોલ્યા તો બીજેપીના યોગી આદિત્યનાથને 24% લોકોએ સીએમના રૂપમાં પસંદ કર્યા છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે સપામાં પારિવારિક લડાઈ છતા પણ અખિલેશ યાદવને લોકોનું સમર્થન મળી રહ્યુ છે અને તે સીએમના રૂપમાં યૂપીવાળાની પ્રથમ પસંદ છે.
અખિલેશને જુદી પાર્ટી બનાવવાની સલાહ પર 55% લોકોએ કહ્યુ કે અખિલેશે જુદી પાર્ટી ન બનાવવી જોઈએ. તો બીજી બાજુ 43% લોકોએ સપામાં મચેલા ઝગડાની જડ શિવપાલ સિંહ યાદવને માન્યો. 15% લોકોએ આ માટે અમર સિંહને જવાબદાર ઠેરવ્યા.