સોમવાર, 17 ફેબ્રુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વાર્તા|
Last Modified: નવી દિલ્હી , શુક્રવાર, 5 ડિસેમ્બર 2008 (15:12 IST)

પઠાણ ટાટા ઈન્ડીકોમનાં બ્રાન્ડ એમ્બસેડર

દેશનાં ઝડપથી વધી રહેલ ટેલીકોમ સર્વિસ પ્રોવાઈડર ટાટા ટેલીસર્વિસીઝ લિમીટેડે યુસુફ અને ઈરફાન પઠાણ એમ્બેસડર બનાવવાની ઘોષણા કરી હતી.

બંને ભાઈઓનો પોતાનો અંદાજ અલગ અલગ છે. યુસુફ પઠાણે પોતાની જોરદાર બલ્લેબાજી અને ઓફ સ્પીન બોલીંગની સાથે ઓલરાઉન્ડર તરીકે જાણીતા છે. તો ઈરફાન પઠાણને ખુબ પ્રભાવશાળી સ્વીંગ બોલર તરીકે જાણીતા છે.

પઠાણ ભાઈઓને ટાટા ઈન્ડીકોમ પરિવારમાં સ્વાગત કરતાં કંપનીનાં માર્કેટીંગ ઉપાધ્યક્ષ અબ્દુલ ખાને કહ્યું હતું કે ટાટા ઈન્ડીકોમ ખુબ જ ઝડપથી વિકાસ પામી રહ્યું છે. તેમજ યુવાનોમાં તે લોકપ્રિય બની રહ્યું છે. તેથી અમે યુવા પ્રતિભાને અમારી પ્રોડક્ટનાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સિલેક્ટ કર્યા છે. જેથી વધુને વધુ યુવાવર્ગને અમારી તરફ ખેંચી શકીએ.