સોમવાર, 25 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Updated : બુધવાર, 2 માર્ચ 2022 (14:28 IST)

કૂલર અને એસી વગર ઘરને ઠંડુ રાખવાની 5 નેચરલ ટિપ્સ

ગરમીની સીઝન શરૂ થઈ ચુકી છે અને અ સથે જ એસી કૂલરના ખર્ચા પણ શરૂ થઈ ગયા છે. અનેક લોકોના ઘરમાં તો એસી કૂલર ચાલવુ પણ શરૂ થઈ ગયુ છે પણ આખો દિવસ એસી નીચે વિતાવવાથી આરોગ્ય પર ખરાબ અસર પડે છે. આવામાં જરૂરી છે કે તમે  ઘરને ઠંડુ રાખવા માટે એસી કુલર જ ચલાવો. આ માટે તમે કેટલીક નેચરલ રીતનો પણ ઉપયોગ કરી શકો છો. આજે અમ કેટલીક આવી જ ટિપ્સ તમને આપી રહ્યા છીએ. જે ઉકળતા તાપમાં પણ તમારા ઘરને નેચરલ રીતે ઠંડુ બનાવી રાખશે. તો ચાલો જાણીએ એસી અને કુલર વગર ઘરને ઠંડુ રાખવાની સહેલી ટિપ્સ. 
 
છોડથી ઠંડક - તમારા ઘરને ગાર્ડન કે રૂમની અંદર ઠંડક આપનારા છોડ લગાવો. ઘરના મેન ગેટ અને આંગણુ કે ગેલેરીમાં છોડ રાખવાથી ગરમીની અસર ઘણી ઓછી કરી શકાય છે.  ઘરની આસપાસ છોડને કારણે તાપમાન 6-7 ડિગ્રી સુધી ઓછુ જ રહે છે. જે ઘરને ઠંડુ રાખવા માટે પુષ્કળ છે. 
 
લાઈટ રંગની બેડશીટ - ગરમીની ઋતુમાં હંમેશા કૉટનની બેડશીટ અને પડદાંનો ઉપયોગ કરો. કૉટન ફૈબ્રિક અને લાઈટ કલરના પડદા લગાવવાથી ઘરમાં ઠંડક કાયમ રહે છે.  
 
ઈકો ફ્રેંડલી ઘર - જો તમે નવુ ઘર બનાવી રહ્યા છો તો પહેલાથે એજ તેને ઈકો ફ્રેંડલી બનાવી લો. ઘરને બનાવવા માટે હંમેશા રેનવોટર હાર્વેસ્ટિંગ, સોલર વોટર હીટિંગ સિસ્ટમ, સીવેજ ટ્રીટમેંટ પ્લાન જેવી વસ્તુઓ પર ફોકસ કરો. તેનાથી ઘર ગરમીની ઋતુમાં પણ ઠંડુ રહે છે. 
 
ટેરેસને ઠંડુ રાખો - ઘરની અગાશી પર ડાર્ક રંગ ન કરાવો. કારણ કે તે જલ્દી ગરમ થઈ જાય છે.  ઘરને ઠંડુ રાખવા માટે અગાશી પર સફેદ પેંટ કે પીઓપી કરાવો. સ્પેસ એડમિનિસ્ટ્રેશન મુજબ આવુ કરવાથી ઘર 70-80 ટકા સુધી ઠંડુ રહે છે. સફેદ રંગ રિફ્લેટરનુ કામ કરે છે. 
 
કાલીન ન પાથરશો - ઘરને સ્વચ્છ રાખવા માટે કોઈ કાલીન બિછાવે છે પણ ગરમેનીએ ઋતુમાં આવુ ન કરો તો સારુ છે. ખાલી જમીન ઠંડી પણ રહેશે અને વર્તમાન દિવસોમાં ઠંડી જમીન પર ઉઘાડા પગે ચાલવુ આરોગ્ય માટે સારુ રહે છે. 
 
પાણીનો છંટકાવ કરો - મોટાભાગે તમે દિવસના સમયે બારી દરવાજા બંધ કરીને મુકો છો અને સાંજના સમયે પણ તેને ખોલવાને બદલે બંધ જ રહેવા દો છો. તેને બદલે તમે દરવાજા અને બારીઓ સવાર સાંજ ખોલી દો. આ ઉપરાંત ઘરની અગાશી પર પાણીનો છંટકાવ પણ કરો. આ રીત તમારા ઘરને નેચરલ રીતે ઠંડુ રાખશે.