શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : બુધવાર, 12 ડિસેમ્બર 2018 (17:23 IST)

આ 4 સહેલી ટિપ્સ તમારા હાથને શિયાળામા મુલાયમ બનાવશે.

ઠંડી હવા વધુ કામ અને  નમીની કમી આ બધુ મળીને મુલાયમ હાથને પણ અનેકવાર શુષ્ક બનાવી દે છે. શુષ્ક અને ફાટેલા હાથથી કેવી રીતે મેળવશો છુટકારો. આવો જાણીએ. 
 
ત્વચાને નમી આપે છે ઓલિવ ઓઈલ
 
ઓલિવ ઓયલમાં આરોગ્યપ્રદ ફૈટી એસિડ્સ અને એંટી ઓક્સિડેટ્સ હોય છે જે ત્વચાને નમી આપવાનુ કામ કરે છે. રાત્રે સૂતા પહેલા ઓલિવ ઓયલથી હથેળીઓની માલિશ કરો. 
 
મધથી કરો હથેળીઓની માલિશ 
 
એંટીઓક્સિડેંટ્સ અને એંટી-બૈક્ટેરિયલ ગુણોથી ભરપૂર મધ પણ હાથને મુલાયમ બનાવવામાં ખૂબ મદદ કરશે.  મઘથી હાથની સારી રીતે માલિશ કરો. સૂકાયા પછી હાથને ધોઈ લો. 
 
મિલ્ક ક્રીમની મસાજ બતાવશે અસર 
 
મિલ્ક ક્રીમમાં પ્રચુર માત્રામાં લૈક્ટિવ એસિડ હોય છે. જે મૃત ત્વચાથી છુટકારો અપાવવા અને પીએચ બેલેંસ બનાવવામાં મદદરૂપ સાબિત થાય છે.  તમારા હાથને તાજા મિલ્ક ક્રીમથી માલિશ કરો નએ 15 મિનિટ માટે છોડી દો. કુણા પાણીથી હાથ ધોઈ લો. એક અઠવાડિયા પછી જ અસર જોવા મળશે. 
 
રાત્રે દહીથી કરો આ હાથોની મસાજ 
 
દહીમાં પણ મિલ્ક ક્રીમવાળા ગુણ હોય છે. ઘરમાં જો મિલ્ક ક્રીમ નથી તો દહીનો પણ ઉપયોગ કરી શકો છો. દહીથી નિયમિત રૂપે હથેળીઓની માલિશ કરો. થોડીવાર પછી કુણા પાણીથી હાથ ધોઈ લો.