શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 21 માર્ચ 2022 (17:21 IST)

Tea for summer- ગરમીથી ઠંડક અપાવશે અને લૂ થી બચાવશે આ 5 ચ્હા

તમને સાંભળવામાં થોડુ વિચિત્ર લાગતુ હશે કે ચા તો ગરમી આપે છે. તો પછી ચા પીવાથી અને એ પણ ઉનાળામાં ઠંડક કેવી રીતે મળી શકે છે.
 
બસ તમારે ઋતુ મુજબ ચા બદલવી પડશે.
મોટાભાગના લોકો દિવસની શરૂઆત દૂધવાળી ચા થી કરે છે. પણ ગરમીની ઋતુમાં દૂધની ચા ને બદલે હર્બલ ચા પીવામાં આવે તો વધુ લાભ થશે.
 
હર્બલ ચા એંટીઓક્સીડેંટ્સથી ભરપૂર હોય છે. તેથી કેંસર ડાયાબીટિસ અને હાઈ બીપી જેવા રોગોથી બચાવે છે અને શરીરની ગંદકીને બહાર કાઢે છે.
 
અનેક જડી બૂટીયો છે જે ગરમીની ઋતુમાં તમારા શરીરને ઠંડક પહોંચાડે છે અને લૂ હીટ સ્ટ્રોક પેટ સમસ્યાઓથી બચાવે છે.તેનુ રોજ સેવન કરવાથી તમારી પાચન ક્રિયા પણ ઝડપી થાય છે.
 
તો આવો જાણીએ ઠંડક અપાવતી અને શરીરને અનેક બીમારીઓથી બચાવતી પાંચ પ્રકારની ચા વિશે..
 
પહેલી છે તાજા ગુલાબના પાનની ચા - આ ચ્હા પીવાથી ત્વચા પર ચમક વધે છે. અનેક વિટામિન તેમા રહેલા હોય છે. દોઢ કપ પાણી લો અને તેમા એક તાજા ગુલાબના પાન નાખી દો. હવે તેને એક મિનિટ સુધી ઉકાળી લો અને ત્યારબાદ ગાળીને પી લો.
 
બીજી ચ્હા છે ડુંગળીની ચા - ડુંગળીમાં ક્વેરસેટિન નામનુ તત્વ હોય છે. જે ફ્રી રેડિકલ્સ સામે લડવામાં શરીરની મદદ કરે છે. દોઢ કપ પાણી ઉકાળો અને તેમા ડુંગળીના ટુકડા નાખી દો. 1 મિનિટ પછી ગ્રીન ટી નાખીને ઢાંકી દો અને ત્યારબાદ ગાળીને પી લો.
 
ત્રીજી ચા છે ગ્રીન ટી - ગ્રીન ટીમાં અનેક મહત્વપૂર્ણ એંટીઓક્સીડેટ્સ હોય છે જે પાચન પ્રક્રિયાને ઝડપી કર છે અને વજન ઓછુ કરવામાં મદદ કરે છે. ગ્રીન ટીનુ રોજ સેવન કરવાથી ડાયાબીટિસ કેંસર અને હાર્ટ એટેક જેવી જીવલેણ બીમારીઓથી બચી શકાય છે.
ખુલી ગ્રીન ટી નો ઉપયોગ વધુ લાભકારી હોય છે.
 
ચોથી ચા છે તુલસીની ચા - તુલસી પણ એંટીઓક્સીડેંટ્સથી ભરપૂર હોય છે. ગરમ પાણીમાં 6-7 તુલસીના પાન નાખીને સારી રીતે ધોઈ લો. 2 મિનિટ મુક્યા પછી તેને ગાળી લો. અડધા લીંબુનો રસ અને નાની ચમચી મધ નાખીને પીવો. પેટ આખો કિડની અને દિલ માટે ખૂબ લાભકારી છે.
 
પાંચમુ છે ફુદીનાની ચા - ફુદીનો પેટ માટે લાભકારી માનવામાં આવે છે.
ફુદીનામાં ઘણી માત્રામાં એંટીઓક્સીડેંટ્સ હોય છે. ફુદીનામાં વિટામિન એ, મેગ્નેશિયમ, ફૉલેટ અને આયરન ભરપૂર હોય છે.
આ પેટમાં બનનારા પાચક રસને વધારે છે.
ઉકળતા પાણીમાં બે મોટી ચમચી ફુદીનાના પાન નાખીને દસ પંદર મિનિટ સુધી ઉકાળો. ઉકાળ્યા પછી ગાળીને પીવો. ચાહો તો મધ નાખો.