સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 9 ઑક્ટોબર 2023 (12:58 IST)

Aravalli Truck Fire - 150 બકરાં ભરેલી ટ્રક સળગી, બકરાં સહિત ત્રણ લોકો ભડથું

fire in modasa
fire in modasa
મોડાસાના બામણવાડ પાસે ટ્રકમાં ભીષણ આગ લાગતાં ત્રણ વ્યક્તિ બળીને ભડથું થઈ ગયા હતા. જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. બકરાં ભરેલી ટ્રક વીજતારને અડી જતાં સળગી ઊઠી હતી. આ આગમાં 150થી વધુ ઘેટાં-બકરાં બળીને ખાખ થઈ ગયાં હતાં. આ ટ્રકમાં બેઠેલા એક બાળક સહિત ત્રણ લોકો પણ ઘટના સ્થળે બળીને ભડથું થઈ ગયાં હતાં. કારણ કે તેમને બહાર નીકળવાની તક મળી નહોતી.

મોડાસાની બે ફાયર ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી છે.કોઈપણ માલ વાહન હોય તેની ઊંચાઈથી લઈ દરેક પ્રકારના માપદંડ નક્કી હોય છે ત્યારે તેનું યોગ્ય પ્રમાણ ના જળવાય તો ક્યારેક મોટી દુર્ઘટના સર્જાતી હોય છે. અરવલ્લીના મોડાસા તાલુકામાં આવી જ એક મોટી દુર્ઘટના સામે આવી છે. જેમાં બામણવાડ પાસે ટ્રકમાં ભીષણ આગ લાગતા ત્રણ લોકો બળીને ભડથું થઈ ગયા હતા.મોડાસા તાલુકાના શામળાજી હાઇવે પાસે આવેલા બામણવાડ ગામ પાસેથી ઘેટાં બકરાં ભરેલી એક ટ્રક પસાર થતી હતી. તેવામાં આ ટ્રક ઓવરહેડ જીવંત વીજતારને અડકી જતા ટ્રકમાં એકાએક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. બકરાં ભરેલ ટ્રકની બોડી ચુસ્ત હોય છે ત્યારે એકાએક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.ટ્રક સંપૂર્ણપણે આગની લપેટમાં આવી જતા ટ્રકમાં રહેલાં 150 જેટલાં ઘેટાં-બકરાં બળીને ભડથું થઈ ગયાં હતા. બકરાની જાળવણી માટે ટ્રકમાં રહેલા એક બાળક સહિત ત્રણ લોકો પણ આગની જ્વાળામાંથી બહાર નીકળી ના શક્યા અને આગમાં બળી જવાના કારણે ત્રણેયનાં મોત નીપજ્યાં હતાં.

સંપૂર્ણ ઘટનાની જાણ મોડાસા નગરપાલિકા ફાયર વિભાગને કરાઈ અને પાલિકા ફાયર વિભાગના અધિકારી હેમરાજસિંહ વાઘેલા સહિતનો સ્ટાફ બે ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. મોડાસા અને ટીંટોઇ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘટનાને લઈ તપાસ હાથ ધરી છે.