1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 23 ઑગસ્ટ 2014 (17:58 IST)

પંજાબી ફિલ્મ "કૌમ દે હીરો" પર પ્રતિબંધ મૂકાયો

ચંડીગઢ 
 
ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના મૃત્યુ પર બનાવવામાં આવેલી ફિલમ કૌમ દે હીરો પર પર પ્રતિબંધ મૂકી દેવામાં  આવ્યો છે. આ ફિલ્મ રીલીઝ થાય તો ફરી એકવાર પંજાબમાં રમખાણો શરૂ  થવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી.
 
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે એનડીએ સરકાર દ્વ્રારા પંજાબી ફિલમ કૌમ દે હીરો પર  પ્રતિબંધ  મૂકી દેવામાં  આવ્યો છે.જેના પરથી સરકાર આ મુદ્દાને લઈને કોઈ મોટી બબાલ મ સર્જાય તે સતર્ક હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે. 
 
ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ લક્ષ્મીકાંત ચાવલાએ ગત દિવસોમાં પંજાબ સહિત દેશમાં રિલીઝ થનારી કૌમ દે હીરો પર પર પ્રતિબંધ  મૂકવાની તથા સેસર બોર્ડના અધિકારઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.