1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

બચ્ચન પરિવારની કિમંત 1500 કરોડ રૂપિયા

IFM
ફિલ્મ હવે કલા ન રહેતા એક ધંધો બની ગઈ છે, તેથી તેમાં પૂંજીપતિઓએ નાણા રોકવાનુ શરૂ કરી દીધુ છે. અનિલ અંબાણીના રિલાયંસ બિગ એંટરટેનમેંટે વાજતે ગાજતે મનોરંજન જગતમાં પ્રવેશ કર્યો છે.

અનિલ અંબાણીના અમિતાભ સાથે મીઠા સંબંધો છે, જેનો ફાયદો તેમને મળ્યો. અનિલે એમને એવી કિમંત આપી જેની કલ્પના પણ ન કરી શકાય. 1500 કરોડ રૂપિયામાં તેમણે બચ્ચન પરિવારને સાઈન કર્યા છે.

બચ્ચન પરિવારનો ઉપયોગ ફિલ્મ, ટીવી, ધારાવાહિક, ઈંટરનેટ, મોબાઈલ, રિયાલિટી શો માં કરવામાં આવશે. આ ગ્રુપ વ્યવસાયિક પક્ષ જોશે, જ્યારે કે બચ્ચન પરિવાર કલા પક્ષ પર નજર રાખશે.

થોડા દિવસો પહેલા આ કંપનીએ ઘણી મોટી હોલીવુડ અને બોલીવુડના નિર્દેશકોને સાઈન કર્યા છે અને હજારોની સંખ્યામાં ફિલ્મોનુ નિર્માણ કરવામાં આવશે. અનિલ અંબાણીનુ ગ્રુપ હોલીવુડમાં એક બિલિયન ડોલર્સનુ રોકાણ કરશે. થોડા દિવસો પહેલા સાંભળવા મળ્યુ હતુ કે સ્પિલબર્ગસ ડ્રીમ વર્ક્સ એસકેજીમાં પણ 600 મુલિયન ડોલર્સનુ રોકાણ કરવાના છે.