શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By સમય તામ્રકર|

બોલીવુડના પ્રેમ પંખીડા

પ્રેમના વગર બોલીવુડની ફિલ્મોની કલ્પના પણ નથી કરી શકાતી. તેથી પ્રેમરસથી બોલીવુડવાળા વધુ તરબતર રહે છે.
સમય સમય પર ઘણી જોડીઓનો પ્રેમ ચર્ચિત રહ્યો છે. કેટલાકે પોતાના પ્રેમને લગ્નમાં બદલ્યો તો કેટલા બદનસીબ રહ્યા. ઘણાનો પ્રેમ એકતરફો ચાલ્યો. હાલમાં પણ બોલીવુડના કેટલાક હોટ કપલો છે, જેમનો પ્રેમ ચર્ચામાં છે.

IFM
સેફ-કરીના
કરીના કપૂરના દિલમાં સેફ અમૃતા અને રોજાના દિલમાંથી થઈને પહોંચ્યા છે. કરીના પાછળ તેઓ એટલા પાગલ છે કે તેમણે પોતાના હાથ પર કરીના નામ પણ ગૂંદાવી દીધુ છે. કરીના પણ પતંગિયાની જેમ 'ફૂલ' બદલતી રહે છે. શાહિદ કપૂર સાથે પહેલા કેમેસ્ટ્રી જમાવી અને હવે સેકંડ હેંડ માણસ સાથે પ્રેમ કરી રહી છે. બંને પોતાના પ્રેમનુ પ્રદર્શન કરવાની કોઈ તક નથી છોડતા. બની શકે કે તેઓ આ વર્ષે લગ્ન કરી લે.

સલમાન-કેટરીન
કેટરીના અને સલમાન પોતાના પ્રેમને બિલકુલ જાહેર નથી કરતા. હા, થપ્પડ મારવાના સમાચાર જરૂર સાંભળવા મળે છે. સલમાન દરેક વર્ષે લગ્ન કરવાનુ વચન પોતાના મા-બાપને આપે છે અને બીજી જ ક્ષણે ભૂલી જાય છે. કેટરીનાએ પણ જ્યારે જોયુ કે સલ્લુ મિયાઁ આ બાબતને લઈને ગંભીર નથી તો તેમણે ફિલ્મોમાં પોતાનુ મન લગાવી લીધુ. કેટરીનાને લઈને સલમાનમાં ખૂબ જ અસુરક્ષાની ભાવના છે. તેમને કેટરીનાનુ અક્ષય, જોન કે શાહિદની સાથે કામ કરવુ પસંદ નથી. કેટરીનાને પોતાને ખબર નથી કે સલમાન તેમની સાથે લગ્ન કરશે કે પછી તેમનુ નામ પણ સલમાનની જૂની પ્રેમીકાઓની યાદીમાં જોડાઈ જશે.

IFM
જોન-બિપાશા
પ્રેમના મામલે જોન અને બિપાશાની જોડી બધાથી સીનિયર થઈ ગઈ છે. ગયા વર્ષે બંનેમાં થોડી ખટપટ થઈ હતી. બિપાશાએ સેફને ભાવ આપવાનું શરૂ કરી દીધુ હતુ, પણ જલ્દી બંનેની ગાડી પાછી પાટા પર આવી ગઈ. સાથે ફરવા, ખાવા-પીવાવાળા જોન બિપાશા બસ લગ્નના નામે ગભરાય છે. બંને કેરિયરની વાતો કરે છે પણ હવે તેમના કેરિયરમાં ખાસ કશુ રહ્યુ નથી. આમ તો થોડા દિવસ પહેલા એ સાંભળવા મળ્યુ હતુ કે જોન બિપાશાએ સગાઈ કરી લીધી છે, બસ લગ્ન કરવા માટે બંને એકબીજાને હજુ પણ પારખી રહ્યા છે.

પ્રીતિ-નેસ

નેસ વાડિયાને પસંદ નથી કે તેમના અને પ્રીતિના સંબંધો વિશે કશુ પણ કહેવામાં આવે, તેથી પ્રીતિ હંમેશા તેને બચાવતી રહે છે. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે અને સમય આવતા લગ્ન પણ કરી લેશે. નેસને ક્રિકેટમાં રસ છે એટલે પ્રીતિ પણ ક્રિકેટની ઝીણવટો સમજી રહી છે અને તેમના નામે એક ટીમ પણ છે. પ્રીતિ અને નેસ પ્રેમના નામ પર પ્રદર્શનથી દૂર રહે છે.

IFM
પ્રિયંકા-હરમ
હરમન બવેજાની એક પણ ફિલ્મ રજૂ થઈ નથી. પણ તેને પ્રિયંકા ચોપડા જેવી ગર્લફ્રેંડ જરૂર મળી ગઈ છે. હરમન દેખાવમાં તો ઋતિક જેવા છે. પ્રિયંકા તેને એટલો પ્રેમ કરે છે કે જ્યારે કરીનાએ હરમન સાથે ફિલ્મ કરવાની ના પાડી દીધી તો પ્રિયંકાએ તારીખો એડજસ્ટ કરીને પોતાને એ ફિલ્મમાં ફીટ કરી દીધી. પ્રિયંકા હરમનને અભિનય પણ શીખવાડી રહી છે. બંને એક સાથે જોવા મળી છે, પણ કદી કદી. બંને પ્રેમના રસ્તે ક્યા સુધી સાથે ચાલશે એ તો આવનારો સમય જ બતાવશે.

શિલ્પા-રાજ કુંદ્રા
બ્રિટનમાં ધૂમ મચાવી રહેલી શિલ્પાનુ દિલ રાજ કુન્દ્રા પર આવી ગયુ છે. આમ તો શિલ્પાએ અક્ષયને પણ ખૂબ પ્રેમ કર્યો હતો પણ ટિવંકલે વચ્ચે આવીને બાજી મારી લીધી. શિલ્પાનુ નામ અનુભવ સિંહા જોડે પણ જોડાયુ હતુ. રાજ પણ કાંઈ ઓછા નથી. તેમનુ લગ્ન થઈ ચૂક્યુ છે અને હવે તેઓ પોતાની પત્નીથી જુદા થઈ ગયા છે. રાજનુ ઘર તોડવા માટે તેમની પત્ની શિલ્પાને કસૂરવાર બતાવી રહી છે. શિલ્પા અને રાજે થોડા દિવસ પહેલા મન મૂકીને ખરીદી કરી. બની શકે કે તેઓ આ વર્ષે એક-બીજાના થઈ જાય.

IFM
દીપિકા-યુવરાજ
જ્યારથી દીપિકાએ યુવરાજને બોલ્ડ કર્યો છે ત્યારથી યુવરાજ રન જ નથી બનાવી શક્યો. યુવરાજ ઓસ્ટ્રેલિયામાં હતો તો શૂંટિંગને બહાને દીપિકા પણ ત્યાં પહોંચી ગઈ. તે શૂંટિગ કરવાને બદલે મેચ જોઈ રહી હતી. લોકો સમજી ગયા કે યુવરાજ કેમ જલ્દી પેવિલિયન પાછો ફર્યો. થોડા દિવસ પહેલા મુંબઈમાં યુવરાજની મમ્મીની સાથે દીપિકા ઘર શોધી રહી હતી. હમણા તો બંને પોતાના પ્રેમને નથી તો સ્વીકારી રહ્યા કે નથી તો તેનો વિરોધ કરી રહ્યા.

આ સિવાય આયેશા ટાકિયા-ફરહાન આઝમી, કોંકણા સેન-રણવીર શૌરી, અમૃતા અરોરા-ઉસ્માન અફજલ જેવી જોડીઓ પણ એક બીજાના પ્રેમમાં ડૂબેલી છે.