શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By સમય તામ્રકર|

શું જુહીની જગ્યા જેનેલીયા લઈ શકશે?

IFM

1988માં મંસુર ખાને આમીર ખાન અને જુહી ચાવલાને લઈને એક સામાન્ય પ્રેમ કથા પર આધારિત ફિલ્મ કયામત સે કયામત તક બનાવી હતી. આ ફિલ્મનું સંગીત અને તેની પ્રસ્તુતિ ઉમદા હતી. એટલા માટે યુવા વર્ગે આ ફિલ્નને હાથોહાથ લીધી હતી.

મંસુરે નાયિકા માટે ખુબ જ માસુમ દેખાતી જુહીની પસંદગી કરી હતી. જુહીએ એક-બે ફ્લોપ ફિલ્મોની અંદર કામ કરેલ હતું અને બીઆર ચોપડાએ તેમને પોતાની ટીવી ધારાવાહિક મહાભારતમાં દ્રૌપદીની ભૂમિકા ભજવવા માટે તૈયાર કરી લીધી હતી.

મંસૂરની ફિલ્મમાં જ્યારે જુહીને ઓફર મળી ત્યારે તો તેમણે ટીવીના પડદાં પર જતાં પૂર્વે ફરી એક વખત મોટા પડદાં પર પોતાનું ભાગ્ય અજમાવી જોવાનું વિચાર્યું અને ત્યાર પછીની વાત તો બધા જ જાણે છે.

1988ની તે વાત 2008માં ફરી એકવાર અજમાવવમાં આવી રહી છે. આમિર ખાન પોતાના ભત્રીજા ઈમરાન ખાનને જાને તૂ...યા જાને ના દ્વારા બોલીવુડના મેદાનમાં નાયકના રૂપમાં ઉતારી રહ્યાં છે.

આ વખતે પણ પ્રેમ કહાનીને જ પસંદ કરવામાં આવી છે જે કિશોરવયના છોકરા-છોકરીઓને પસંદ આવે. નાયિકાના રૂપમાં જેનેલીયા ડિસુજાની પસંદગી કરવામાં આવી છે જેની અંદર ઘણાં લોકોને જુહી ચાવલાની ઝલક દેખાય છે.

જેનેલીયાની થોડીક ફિલ્મો પ્રદર્શિત થઈ ચુકી છે. બોલીવુડની અંદર પોતાના કેરિયરની અંદર નિરાશા મેળવ્યાં બાદ તે દક્ષિણ તરફ ગઈ અને સફલ રહી. આ ફિલ્મની અંદર જેનેલીયાને લેવાની સિફારીશ મંસૂર ખાને કરી હતી કદાચ તેમને પણ જૂહીવાળી માસૂમિયત જેનેલીયાની અંદર જોવા મળી હતી. તેમને આશા છે કે કયામત સે કયામત તકવાળો ઈતિહાસ ફરીથી એક વખત દોહરાવવામાં આવશે.
P.R

રિતેશ દેશમુખની સાથે જેનેલીયા તુજે મેરી કસમની અંદર જોવા મળી હતી. આ ફિલ્મે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના થોડાક વિસ્તારની અંદર સફલતા મેળવી હતી અને દેશના અન્ય ભાગોની અંદર આ ફિલ્મ અસફળ રહી હતી.

જેનેલીયાની પાછળ કોઈ ન હોતું તેથી તેણે દક્ષિણ ભારતની ફિલ્મો તરફ પોતાનો રૂખ બદલ્યો હતો. બોલીવુડ દ્વારા રિજેક્ટ કરવામાં આવેલ નવી નાયિકાઓને દક્ષિણ ભારતની અંદર હાથોહાથ લેવામાં આવી હતી. ત્યાંની ભાષાથી અજાણ જેનેલીયાને શરૂઆતમાં થોડીક મુશ્કેલીઓ આવી હતી પરંતુ ત્યાર બાદ તે ત્યાંના વાતાવરણ અને સંસ્કૃતિમાં ભળી ગઈ હતી.

થોડાક નિર્દેશક એવા છે કે જે બોલીવુડની સાથે સાથે દક્ષિણ ભારત સાથે પણ જોડાયેલ છે. પ્રિયદર્શન તેમાંના એક છે. પ્રિયને પોતની નવી ફિલ્મ મેરે બાપ પહેલે આપની અંદર જેનેલીયાને તક આપી પરંતુ જેનેલીયાને તેનાથી પણ મોટી તક આમિર ખાને આપી. આમિર દ્વારા કોઈ પણ કલાકારની પસંદગી કરવી તે ખુબ જ મહત્વ રાખે છે કેમકે આમિરની છાપ ખુબ જ બુદ્ધિમાન વ્યક્તિની છે. પરંતુ આ શોધ આમિરની જગ્યાએ મંસૂરની નીકળી.

મંસૂરે જેનેલીયાની સાથે થોડીક વિજ્ઞાપન ફિલ્મો બનાવી હતી અને ત્યારથી જ તેમના મગજની અંદર જેનેલીયાનું નામ હતું. જેનેલીયાએ વિજ્ઞાપન ફિલ્મની અંદર કામ કરતી વખતે કદાચ ભાગ્યે જ વિચાર્યું હશે કે આટલુ નાનું કામ તેમને આટલી મોટી તક આપશે. કોઈ પણ કામ નાનું નથી હોતું.