બુધવાર, 27 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 19 ઑક્ટોબર 2020 (14:38 IST)

આ ફિલ્મ માટે રાજકુમાર રાવે ચાટ્યુ હતુ કંડોમ, નિર્દેશકે બતાવ્યો ડિલીટેડ સીન થયો Viral

હિન્દી સિનેમાના ઈતિહાસના પાન જો પલટીને જોઈએ તો અનેક એવી સ્ટોરી સામે આવશે જેને આજે પણ યાદ કરવામા આવે છે. ભારતીય સિનેમાનો  ઈતિહાસ  100 વર્ષથી પણ વધુ જૂનો છે અને એવી અનેક ફિલ્મો છે. જેને કારણે ફક્ત ફિલ્મની સ્ટોરી કે પાત્ર જ નહી પણ નિર્દેશકના નામ પણ પાન પર નોંધાયેલા છે. ફિલ્મની શૂટિંગના સેટના કિસ્સા તો ખૂબ સાંભળ્યા હશે જેમા અનેક સિતારાઓએ સાર્વજનિક રૂપે બધી હદ તોડવામાં થોડી પણ શરમ નથી કરી કે કહો કે તેમનો ખુદ પર કાબુ નથી રહ્યો. ફિલ્મોમાં ઈંટીમેટ, કિસિંગ સીન સામાન્ય વાત છે. પણ એક એવી પણ ફિલ્મ છે જેમા રાજકુમાર રાવ  (Rajkumar Rao)કંડોમ ચાટતા જોવા મળ્યા હતા. 
 
ફિલ્મ ટ્રૈપ્ડ 
 
માત્ર ફિલ્મ જગત જ નહીં પરંતુ પ્રેક્ષકોને પણ ખબર છે કે અભિનેતા રાજકુમાર રાવ દરેક ફિલ્મ માટે ખૂબ મહેનત કરે છે અને તે એક સફળ અભિનેતા પણ છે. રાજકુમમાર રાવની ફિલ્મ ટ્રેપ્ડ તેમની શાનદાર ફિલ્મોની યાદીમાં શામેલ છે. આ  ફિલ્મ વર્ષ 2016 માં રજૂ થઈ હતી અને અભિનેતાએ ફિલ્મ હિટ બનાવવામાં કોઈ કસર છોડી નહોતી. તેમને આ ફિલ્મ માટે વજન ઓછુ કરવા સાથે જ એવુ કંઈક કર્યુ હતુ જેના પર સેન્સર બોર્ડની કાતર ચાલી ગઈ હતી.
 
ફિલ્મ માટે ચાટ્યુ કંડોમ 
 
રાજકુમાર રાવને ટ્રેપ્ડ ફિલ્મ માટે ખૂબ પ્રશંસા મળી હતી. રાજકુમારે આ ફિલ્મ માટે પોતાનું ટ્રાંસફોર્મેશન કર્યુ તે ખરેખર આશ્ચર્યજનક હતું. તેના લુકને જોઇને ચાહકોને નવાઈ લાગી. આ ફિલ્મમાં એક સીન હતો જેમાં અભિનેતાએ કોન્ડોમ ચાટ્યુ હતુ પરંતુ સેન્સર બોર્ડના કારણે તે દ્રશ્ય કાપવામાં આવ્યું 
 
ઉલ્લેખનીય છે કે  તાજેતરમાં જ ફિલ્મના ડિરેક્ટર વિક્રમાદિત્ય મોટવાણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. જેમાં રાજકુમાર રાવ કેમેરાની સામે કોન્ડોમ ચાટતા નજરે પડે છે. ડિરેક્ટર દ્વારા તસવીર શેર કરતાની સાથે જ આ ફોટો એકદમ વાયરલ થઈ રહ્યો છે અને દરેક અભિનેતાની હિંમતને દાદ આપી રહ્યો છે.
 
સ્ટ્રોબેરી ફ્લેવર્ડ કંડોમ 
 
દિગ્દર્શક તરીકે રાજકુમારે ટ્રેપ્ડના ડિલીટ સીનમાં કોન્ડોમ સક  (ચાટવું) કર્યું હતું. મોટવાણીના કહેવા પ્રમાણે, "સેન્સર બોર્ડે આ દ્રશ્યને  delete કરી  નાખવાનું કહ્યું, તેથી મેં પૂછ્યું કેમ?" તો તેમણે કહ્યુ કે તે કંડોમ કેમ સક કરી રહ્યો છે. જેના પર મે કહ્યુ કે તેના (રાજકુમાર રાવ) પાત્ર એ અનેક દિવસોથી કશુ ખાધુ નથી.. અને તે(કંડોમ) સ્ટ્રોબેરી ફ્લેવર્ડ છે. 
 
જીત્યો ફિલ્મફેયર એવોર્ડ 
 
ફિલ્મ ટ્રેપ્ડ એક એવી વ્યક્તિની સ્ટોરી હતી જેમા  રાજકુમાર રાવે શોર્યનો રોલ પ્લે કર્યો હતો.  શોર્ય જે ભૂલથી એક ફ્લેટમાં બંધ થઈ જાય છે અને એ બિલ્ડિંગની આસપાસ પણ કોઈ નથી રહેતુ. ત્યારબાદ કંઈ કંઈ વસ્તુઓ સાથે શોર્યનો સામનો થાય છે અને શુ શુ થાય છે એ બધુ આ ફિલ્મની સ્ટોરી છે. જેને દર્શકોએ ખૂબ પસંદ કરી અને રાજકુમાર રાવને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મ ફેયર એવોર્ડ પણ મળ્યો.