શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મુંબઈ. , શુક્રવાર, 24 મે 2024 (17:18 IST)

અભિનેત્રી લૈલા ખાનના કાતિલ પિતા પરવેઝને ફાંસીની સજા, મર્ડર કેસમાં 13 વર્ષ પછી આવ્યો નિર્ણય

અભિનેત્રી લૈલા ખાન હત્યા કેસમા કોર્ટનો નિર્ણય આવી ગયો છે. મુંબઈની સેશન કોર્ટે દોષી પરવેઝ ટાકને ફાંસીની સજા સંભળાવી છે. અહી ધ્યાન આપવાની વાત એ છે કે 13 વર્ષ પછી કોર્ટે આ કેસમાં સજાનુ એલાન કર્યુછે. પરવેજ ટાક મૃતક લૈલા ખાનનો સાવકો પિતા છે. ફેબ્રુઆરી 2011માં મહારાષ્ટ્રના ઈગતપુરીમાં એક ફાર્મ હાઉસ પર પરવેઝ ટાકે લૈલા ખાન અને તેના પરિવારના પાંચ અન્ય લોકોની નિર્મમ હત્યા કરી નાખી હતી અને લાશને જમીનની અંદર ડાંટી દીધી હતી. 
 
લૈલા ખાન મર્ડર કેસમાં 9 મે ના રોજ સેશન કોર્ટે પરવેજ ટાકને દોષી સાબિત કર્યો હતો અને સજાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો.  ઉલ્લેખનીય છે કે પ્રોપર્ટેને લઈને થયેલ વિવાદ પછી પરવેજ ટાકે પોતાની સાવકી પુત્રી લૈલા ખાનની હત્યા કરી નાખી હતી.  એટલુ જ નહી હત્યારા પરવેજે લૈલાની મા સહિત 6 લોકોને મોત ને ઘાટ ઉતારી દીધા હતા.  આ ઘટના ફેબ્રુઆરી 2011ની છે. 
 
 
શુ હતો પુરો મામલો 
આ મામલે સૌથી પહેલા વર્ષ 2011માં મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં 6 લોકોના મિસિંગની ફરિયાદ નોંધવામાં આવી હતી. એ જ વર્ષે ઓક્ટોબર 2012માં લૈલા ખાન મર્ડર કેસમાં મુંબઈ પોલીસે પોતાની ચાર્જશીટ દાખલ કરી હતી. આ મામલે બીજો આરોપી શકીર હુસૈન હજુ પણ ફરાર છે.  તેને પોલીસ અત્યાર સુધી પકડી શકી નથી.