રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 8 સપ્ટેમ્બર 2021 (11:08 IST)

અક્ષય કુમારની માતાનુ નિધન બૉલીવુડ સ્ટારએ ટ્વીટ કરી લખી આ ભાવુક પોસ્ટ

અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાનું નિધન થયું છે. અક્ષય કુમારે ટ્વિટર દ્વારા આ દુખદ સમાચાર ફેંસ સાથે શેયર કર્યા છે. ખેલાડી કુમારે પોતાની માતાને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું છે કે તેઓ ખૂબ જ ખરાબ સમયનો સામનો કરી રહ્યા છે. અક્ષય કુમારની માતા લાંબા સમયથી બીમાર હતી અને થોડા દિવસો પહેલા તેમને મુંબઈના પવઈમાં આવેલી હીરાનંદાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

બૉલીવુડ સ્ટાર અક્ષય કુમારમી માતાનુ  નિધન થઈ ગયુ છે. તેની જાણકારી અક્ષય કુમારએ પોતે આપી છે. અક્ષયએ ટ્વીટ કરતા લખ્યુ છે કે તે મારુ સર્વસ્વ  હતી અને આજે હુ એક અસહનીય દુ: ખ અનુભવી રહ્યો છુ.  મારી મા શ્રીમતી અરૂણા ભાટિયા આજે સવારે શાંતિ પૂર્વક આ દુનિયાને છોડીને બીજી દુનિયામાં મારા પિતા પાસે પહોંચી ગઈ છે. હુ તમારી પ્રાર્થનાનું સમ્માન કરુ છુ કારણ હું અને મારો પરિવાર આ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. 
આ પહેલા અક્ષય કુમારે પોતાના ફેંસને તેમની માતા માટે પ્રાર્થના કરવાની અપીલ કરી હતી. અક્ષય કુમારે ટ્વીટ કર્યું હતું કે, 'મારી માતાના સ્વાસ્થ્ય માટે તમારી ચિંતા અને શબ્દોથી હું અભિભૂત છું. મારા અને મારા પરિવાર માટે આ ઘણો મુશ્કેલ સમય છે. તમારી દરેક પ્રાર્થના ખૂબ મદદરૂપ થશે.

હોસ્પિટલમાં ગંભીર હાલતમાં દાખલ માતાની દેખરેખ કરવા માટે અક્ષય કુમાર બે દિવસ પહેલા લંડનથી મુંબઈ પહોંચ્યા હતા.  અક્ષય કુમાર છેલ્લા કેટલાક અઠવાડિયાથી લંડનમાં તેમની આગામી ફિલ્મ 'સિન્ડ્રેલા'ના શૂટિંગમાં વ્યસ્ત હતા, પરંતુ તેમની માતાની હાલત નાજુક હોવાની જાણ થતાં જ અક્ષય કુમાર ફ્લાઇટ દ્વારા મુંબઈ પરત ફર્યા.