શનિવાર, 30 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 18 જુલાઈ 2020 (00:13 IST)

Bhumi Pednekar Birthday: દરેક પાત્ર દ્વારા ભૂમિએ જીત્યુ દિલ, જાણો શુ છે YRF સાથે વિશેષ સંબંધ

માયાનગરીમાં દર વર્ષે ઘણા લોકો  નસીબ અજમાવવા આવે છે, કેટલાકને સફળતા મળે છે અને કેટલાક નિષ્ફળ જાય છે. સાથે જ કેટલાક લોકો છે, જેમની મહેનત ખૂબ જલ્દી રંગ લાવે છે, તો પછી કેટલાક એવા પણ છે જેમની જીંદગી સંઘર્ષમાં જ નીકળી જાય છે.  સપનાની નગરી મુંબઈમાં  18 જુલાઈ, 1989 ના રોજ જે છોકરીનો જન્મ થયો હતો, કોણ જાણતુ હતુ કે તે ભવિષ્યની સુપરસ્ટાર બનશે. અમે વાત કરી રહ્યા છીએ ભૂમિ પેડનેકર વિશે, જેણે પોતાની મહેનત અને ઈચ્છાશક્તિથી બોલીવુડમાં  ખૂબ જ ટૂંક સમયમાં એક અલગ સ્થાન બનાવ્યું છે  
વર્ષ 2015માં આયુષ્માન ખુરાનીની ફિલ્મ દમ લગા કે હઇશા 2015 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાનાની સામે એક નવી અભિનેત્રી જોવા મળી હતી નામ હતુ ભૂમિ પેડનેકર. ફિલ્મની સ્ક્રિપ્ટ અનુસાર ભૂમિ પેડનેકર એકદમ યોગ્ય,  એકદમ જાડી હતી. ફિલ્મમાં ભૂમિને બધાએ પસંદ કરી પણ કોઈએ વિચાર્યું ન હતું કે ભૂમિની રીલ લાઈફ પિક્ચર હજી બાકી છે.
 
આ ફિલ્મ રિલીઝ થઈ, હિટ થઈ અને લોકોને આયુષ્માન ખુરાના તો યાદ રહ્યો પણ તેમની સાથે આવેલી ભૂમિને બધા ભૂલી ગયા. પરંતુ સોશ્યલ મીડિયા પર, ખળભળાટ તો ત્યારે મચી ગયો  જ્યારે ભૂમિ પેડનેકરને લોકોએ તેના નવા સ્લિમ ટ્રીમ અને બોલ્ડ અવતારમાં જોઈ. કોઈને વિશ્વાસ નહોતો થતો કે આ એ જ અભિનેત્રી છે જે દમ લગા કે હૈશા ફિલ્મમાં જોવા મળી હતી. આ કાયાપલટ પછી શરૂ થઈ હતી ભૂમિની રિયલ લાઈફ. 
 
 
પહેલી જ ફિલ્મમાં  'બેસ્ટ ફીમેલ ડેબ્યૂ' એવોર્ડ મેળવનાર ભૂમિએ ક્યારેય પાછળ વળીને જોયું નહીં. એક પછી એક ભૂમિએ દરેક ફિલ્મ અને દરેક પાત્રમાં દર્શકોનું દિલ જીત્યું. ભૂમિએ એક તરફ પોતાની બોલ્ડ સ્ટાઇલથી દરેકની વિકેટ પાડી તો બીજી બાજુ તેણે પડદા પર સમાજને લગતા પાત્રો ભજવીને સૌની વાહવાહી પણ જીતી લીધી હતી. 
જોકે, બહુ ઓછા લોકો જાણે છે કે ભૂમિ અભિનેત્રી બનતા પહેલા છ વર્ષ સુધી યશ રાજ ફિલ્મ્સમાં સહાયક કાસ્ટિંગ ડિરેક્ટર રહી હતી. ઉલ્લેખનીય છે કે ભૂમિએ પોતાની  તેની ટૂંકી ફિલ્મી કારકીર્દિમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. ભૂમિની હિટ લિસ્ટમાં ટોઇલેટ: એક પ્રેમ કથા, પતિ પત્ની ઔર વો, સાંડ કી આંખ, બાલા અને સોન ચિડિયાનો સમાવેશ છે.