ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 21 ડિસેમ્બર 2016 (10:36 IST)

બોલીવુડ અભિનેતા ધર્મેન્દ્ર હોસ્પીટલમાં દાખલ

બોલીવુડના અભિનેતા ધર્મેન્દ્રની તબીયત બગડયા પછી નાનાવટી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  આમ તો હવે તેમની હાલતમાં સુધારો જણાવાય રહ્યો છે.  મીડિયા રિપોર્ટસ મુજબ ધર્મેંન્દ્ર ગેસ્ટ્રોએંટ્રાઈટિસ (આંતરડાના સંક્રમણ) થી પીડિત છે. ડોક્ટર મુજબ આ સંક્રમણના કારણે દર્દીને ઝાડા, દુ:ખાવો અને ઉલ્ટી, તાવ થાય છે.  તેનાથી તેમના સ્વાસ્થય લથડી જાય છે. 
 
ધર્મેન્દ્રની  આ સંક્રમણના કારણે હાલત બગડી હતી. ત્યારબાદ તેમને સોમવારે બપોરે નાનાવટી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.  દાખલ થતા થતા તેમને સતત એંટીબાયોટિક આપ્યા જે પછી તેમના સ્વાસ્થ્ય ઝડપથી સુધારો થઈ રહ્યો છે. 
 
સ્વાસ્થ્ય સામાન્ય થતા તેમને  આવતીકાલે  હોસ્પીટલથી રજા આપી શકાશે. ધર્મેન્દ્ર સાથે તેમનો પરિવાર પણ ત્યાં છે. 
 
ઉલ્લેખનીય છે કે 8 ડિસેમ્બરે  ધર્મેન્દ્રનો 81મો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. આ અવસર પર પત્ની હેમા માલિની અને દીકરી ઈશાએ તેમને બર્થડે વિશ કર્યુ હતુ.