ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : રવિવાર, 12 મે 2024 (12:40 IST)

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

અલ્લુ અર્જુનને મિત્ર ધારાસભ્યના ઘરે પહોંચતા જોઈને ચાહકો પાગલ થઈ ગયા 
 
આંધ્રપ્રદેશના નંદ્યાલામાં આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ ફિલ્મ અભિનેતા અલ્લુ અર્જુન અને યુવા શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટી (YSRCP)ના ધારાસભ્ય રવિ ચંદ્ર કિશોર રેડ્ડી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
 
આરોપ છે કે વિધાનસભ્ય રવિ ચંદ્ર કિશોર રેડ્ડીએ અલ્લુ અર્જુનને શનિવારે મીટિંગ માટે આગોતરી પરવાનગી વિના આમંત્રણ આપ્યું હતું. જે ચૂંટણી આચાર સંહિતાનો ભંગ છે. કલમ 144નું ઉલ્લંઘન કરવા બદલ FIR નોંધવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આંધ્ર પ્રદેશમાં સોમવારે 13 મેના રોજ મતદાન થવાનું છે. આરોપ છે કે ધારાસભ્યના નિવાસસ્થાને જાહેર સભાની મંજૂરી આપવામાં આવી છે. જેના કારણે આંધ્રપ્રદેશની ચૂંટણી પહેલા આદર્શ આચારસંહિતાનો ભંગ થયો છે.