શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 24 જૂન 2017 (11:30 IST)

દિલીપ કુમારે Tweet કરીને પોતાના મોતના સમાચારનુ ખંડન કર્યુ.. શેયર કરી નવી તસ્વીર

આજકાલ મિત્રો એક નવો ટ્રેંડ શરૂ થઈ ગયો છે અને એ છે કે જ્યારે કોઈ બોલીવુડ અભિનેતા લાંબી બીમારીમાં પડી જાય છે કે લોકો અવાર નવાર તેમના મોતની અફવા ફેલાવવી શરૂ કરી દે છે.. આવુ જ કંઈક ફરી એકવાર બોલીવુડના પીઢ અભિનેતા દિલીપ કુમાર સાથે પણ બન્યુ છે. તેમના મોતની અફવા ફેલાતા તેમણે ટ્વિટર પર નવા કપડા પહેરીને પોતે સ્વસ્થ છે એવો સંદેશ આપ્યો છે. 
તાજેતરમાં જ પૂર્વ બોલીવુડ અભિનેતા દિલીપ કુમારે પોતાના ટ્વિટર હેંડલ પરથી એક  પછી એક અનેક ટ્વીટ્સ કર્યા અને પોતાના વિશે ફેલાવવામાં આવી રહેલ મોતની અફવાઓનુ ખંડન કર્યુ. સમાચાર મુજબ ગુરૂવારે દિલીપ કુમારના પરિવાર પાસે એક પછી કે અનેક કોલ્સ આવવા શરૂ થયા.   આવુ તેમના મોતની અફવા ફેલાવવાને કારણે બન્યુ.  પોતાના વિશે ફેલાવેલ ખોટા સમાચારનુ ખંડન કર્યા પછી દિલીપ કુમારે પોતે એક તસ્વીર પોસ્ટ કરી. જેમા તેઓ નવી શર્ટ અને પેટ્સમાં જોવા મળી રહ્યા છે. 
 
દિલીપ કુમારે લખ્યુ કે તેમની પત્ની સાયરા બાનોએ તેમને આ નવા કપડા ટ્રાય કરવાનુ કહ્યુ હતુ. ત્યારબાદ થોડી જ વારમાં દિલીપે પોતાના ટ્વિટર હેંડલ પરથી એક અન્ય તસ્વીર શેયર કરી જેમા તેઓ લંચ ટાઈમમાં ગ્રીન ટી ઈંજોય કરતા જોવા મળી રહ્યા છે. 
 
પોતાના મૃત્યુના સમાચારનુ ખંડન કરતા દિલીપે લખ્યુ - હુ આ માધ્યમથી થોડો સમય દૂર રહ્યો છુ. મારુ દિલ હંમેશા તમારી સાથે રહ્યુ છે. તમારી શુભકામનાઓ દુઆઓ અને શુભેચ્છાએ મને આંતરિક રૂપે સ્પર્શ કર્યો છે. અલ્લાહની અમારા પર હંમેશા કૃપા રહી છે. આ રમજાનમાં મારુ આરોગ્ય વધુ સારુ થયુ છે.  ઊંઘ પૂરી ન થવાને કારણે અને દવાઓ ચાલી રહેલ હોવાથી હુ આ વખતે રોજા રાખી શક્યો નથી.  તમારા પ્રેમ બદલ હુ તમારો આભાર માનુ છુ.  દિલીપે આગળ લખ્યુ હજુ પણ ઢગલો એવોર્ડ અને સમ્માન સ્વીકર કરવા માટે નિવેદન આવતા રહે છે.  મારા આરોગ્યએ મને વ્યક્તિગત રૂપે ત્યા હાજર થવુ મુશ્કેલ બનાવી દીધુ છે.  પણ છતા આભાર..