રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શનિવાર, 29 ઑક્ટોબર 2022 (17:29 IST)

અમદાવાદની પોળોમાં કાર્તિક આર્યન, ફેન્સ જોઇને પાછળ પડ્યા

kartik aaryan
કાર્તિક આર્યનને 'ભૂલ ભૂલૈયા 2'થી ઘણી સફળતા મળી છે અને હાલમાં તે ઘણા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. તે હાલમાં આગામી ફિલ્મ 'સત્ય પ્રેમ કથા'ના શૂટિંગમાં વ્યસ્ત છે. દિવાળીના કારણે છેલ્લા કેટલાક દિવસોથી બ્રેક ચાલી રહ્યો હતો પરંતુ હવે કાર્તિક ફરીથી કામ પર પાછો ફર્યો છે. કાર્તિક હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો, જ્યાંથી તે અમદાવાદ જવા રવાના થયો હતો.
ફિલ્મ 'સત્ય પ્રેમ કી કથા' સમીર વિદ્વાંસ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહી છે અને તે એક લવ ડ્રામા છે. આ ફિલ્મમાં કિયારા અડવાણી ફરી એકવાર કાર્તિક સાથે જોવા મળશે. કિયારા આ પહેલા તેની સાથે 'ભૂલ ભુલૈયા 2'માં જોવા મળી હતી. બંનેની કેમેસ્ટ્રી જોઈને ફરી એકવાર બંનેને સાથે સાઈન કરવામાં આવ્યા છે.
 
અમદાવાદ જવા માટે કાર્તિક મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે તેનો કૂલ લુક જોવા મળ્યો હતો. તે ડેનિમ જેકેટ અને બેગ સાથે જોવા મળ્યો હતો. આ દરમિયાન ત્યાં હાજર ફેન્સે તેમની સાથે સેલ્ફી લીધી અને તેઓએ પણ કોઈને નિરાશ કર્યા નહીં. તમને જણાવી દઈએ કે નડિયાદવાલા પ્રોડક્શન હેઠળ બની રહેલી આ મ્યુઝિકલ લવ સ્ટોરી 29 જૂન, 2023ના રોજ રિલીઝ થશે.
 
વીડિયોમાં ભીડ સ્પષ્ટપણે 'કાર્તિક આર્યન'ના નારા લગાવતી જોઈ શકાય છે. આ સ્થિતિમાં કાર્તિક આર્યનની સુરક્ષા ટીમને ઘણી મુશ્કેલી પડી હતી. તેઓ કાર્તિક આર્યનને ટોળાથી બચાવવા માટે સંઘર્ષ કરતા જોઈ શકાય છે. વિડિયોના અંતે, કાર્તિક આર્યન એક કારની પાસે પહોંચી જાય છે. 
 
તમને જણાવી દઈએ કે કાર્તિક આર્યન સેલ્ફ મેડ સ્ટાર છે. તેની પાસે કોઈ ફિલ્મી પૃષ્ઠભૂમિ કે ગોડફાધર નથી અને તેણે પોતાના દમ પર સફર પાર પાડી છે. કાર્તિક આર્યન તેના ચાહકોને ખૂબ માન આપે છે અને હંમેશા તેમને ખૂબ જ પ્રેમથી મળે છે.