સોમવાર, 25 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 9 ઑગસ્ટ 2022 (18:30 IST)

KBC 14 New Rule: કેબીસીના નવા નિયમ, વિનર્સને મળશે મોટી રકમ સાથે મળશે ચમકતી ગાડી, આ લાઈફલાઈન હટાવાઈ

કૌન બનેગા કરોડપતિ 14' શરૂ થઈ ગઈ છે. હોસ્ટ અમિતાભ બચ્ચને 8 ઓગસ્ટના એપિસોડની શરૂઆત સ્પર્ધકો સાથે કરી હતી. પહેલા જ કહેવામાં આવ્યું છે કે 'KBC 14'ની ટોપ પ્રાઈઝ મની વધારીને સાડા સાત કરોડ કરી દેવામાં આવી છે. આ સાથે 75 લાખના નવા સ્ટોપનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ કેટલાક અન્ય ફેરફારો પણ કરવામાં આવ્યા છે, જે અમિતાભ બચ્ચને તાજેતરના એપિસોડમાં જણાવ્યું હતું. 'કૌન બનેગા કરોડપતિ 14'માં આ વખતે એક નિયમ ઉમેરવામાં આવ્યો છે જે મુજબ હવે સ્પર્ધકોને અમીર બનવાની સાથે ગિફ્ટ તરીકે ચમકતી કાર પણ મળશે.
 
Ask The Expert લાઈફલાઈન હટાવાઈ
કૌન બનેગા કરોડપતિ-14માં કેટલાંક નવા નિયમો લાગૂ કરવામાં આવ્યા છે. તો Ask The Expert નામની લાઈફલાઈન પણ હટાવવામાં આવી છે. કેબીસી-14માં હવે માત્ર ત્રણ જ લાઈફલાઈન બચી છે. મહત્વનું છે કે, જ્યારે આ શો લોન્ચ થયો ત્યારે પણ માત્ર ત્રણ જ લાઈફલાઈન હતી. Ask The Expert નામની લાઈફલાઈન કેબીસીની ચોથી સિઝનમાં ઉમેરવામાં આવી હતી. જેને હવે 14મી સિઝનમાં હટાવી દેવામાં આવી છે.
 
આ લાઈફલાઈનનું નામ બદલાયું
કૌન બનેગા કરોડપતિ-14માં અત્યારસુધી Phone A Friend નામની લાઈફલાઈન હતી. હવે એનું નામ બદલીને Video Call A Friend કરી દેવામાં આવ્યું છે. આ લાઈફલાઈન માટે કન્ટેસ્ટન્ટને માત્ર ત્રણ જ મિત્રો વિશે જાણકારી આપવી પડશે. કોઈ સવાલનો જવાબ ન આવડે અને ફસાઈ ગયા હોવ તો આ ત્રણમાંથી માત્ર એક જ મિત્રને વિડીયો કોલ કરીને જવાબ મેળવવામાં મદદ લઈ શકાશે.
 
7.50 કરોડના સવાલનો જવાબ ન આપી શકો તો મળશે આટલા રુપિયા
કેબીસી-14માં એક ફેરફાર એ પણ થયો છે કે જેના વિશે થોડા સમય પહેલાં કહેવામાં આવ્યું હતું. ફેરફાર એ હતો કે, જો કોઈ કન્ટેસ્ટન્ટ સાડા સાત કરોડ રુપિયાનો જવાબ ન આપી શકે અને હારી જાય તો તેને હવે 75 લાખ રુપિયા મળશે. આ પહેલાં જ્યારે આવું કંઈ થતું હતુ તો કન્ટેસ્ટન્ટને માત્ર 3.20 લાખ રુપિયા જ મળતા હતા.
 
7 ઓગસ્ટથી ઓન એર થઈ ગયો છે KBC
 
KBCની 14મી સિઝન 7 ઓગસ્ટથી ઓન એર થઈ ચૂકી છે. 2013માં 7મી સિઝન પછી શોની વિનિંગ પ્રાઈઝ 7 કરોડ રૂપિયા હતી. જો કે, આ વખતે પ્રાઈઝ મની 7 કરોડ રૂપિયા વધારીને 7.5 કરોડ રૂપિયા કરવામાં આવી છે. એટલું જ નહીં આઝાદીના 75 વર્ષ પૂરા થવા પર ગેમ શોમાં એક નવો પડાવ પણ સામેલ કરવામાં આવ્યો છે. તાજેતરમાં શોના મેકર્સે તેનો પ્રોમો શેર કરી આ વાતની જાણકારી ફેન્સની સાથે શેર કરી છે. તે સિવાય જે દર્શકો ઘરેબેઠા જોઈ રહ્યા છે તેમના માટે દર શુક્રવારે 'પ્લે અલોન્ગ'નો કોન્સેપ્ટ લાવવામાં આવ્યો છે.