ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 8 સપ્ટેમ્બર 2020 (17:05 IST)

Rhea Chakraborty ની ધરપકડ, ડ્રગ્સ મામલે ત્રણ દિવસની પૂછપરછ પછી NCB એ કરી એરેસ્ટ

બોલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તીની મંગળવારે એનસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. રિયા ચક્રવર્તી પર ડ્રગ્સ લેવા સહિતના ગંભીર આરોપો હતા, એવા કિસ્સામાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો સતત તેની પૂછપરછ કરી રહી હતી. રિયાની ધરપકડ બાદ હવે તેનું મેડિકલ ટેસ્ટ અને કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. રિયા આજે જ્યારે પૂછપરછ માટે આવી ત્યારે તેના થોડા જ કલાકો બાદ તેની પર્સનલ ગાડીને પાછી મોકલી દેવાયી હતી, જેના પછી એવી અટકળો ચાલી રહી હતી કે રિયાની આજે ધરપકડ થઈ શકે છે.
 
સુશાંત સિંહ રાજપૂતના ફેંસના સુસાઈડ કેસમાં લાંબા સમયથી રિયા ચક્રવર્તીની ધરપકડની રાહ જોઈ રહ્યા હતા. એવું માનવામાં આવી રહ્યું હતું કે સીબીઆઈ દ્વારા પહેલા રિયાની ધરપકડ કરવામાં આવશે, પરંતુ આ કેસમાં ડ્રગ એંગલ આવ્યો ત્યારથી આ કેસમાં એનસીબીની એન્ટ્રી થઈ હતી, જેમાં રિયાના ભાઈ શોવિક ચક્રવર્તીને પહેલા ડ્રગ ખરીદવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને હવે ડ્રગ કેસમાં રિયા ચક્રવર્તીની પણ આ જ સમયગાળામાં ધરપકડ કરવામાં આવી હતી
 
એનસીબીએ રિયા સાથે રવિવારે છ કલાકની અને સોમવારે આઠ કલાકની પુછપરછ કરી હતી. આ દરમિયાન એનસીબીએ તેના નાના ભાઇ શૌવિક ચક્રવર્તી (24), રાજપૂતના હાઉસ મેનેજર સેમ્યૂઅલ મિરાંડા (33) અને સુશાંતના પ્રાઇવેટ સ્ટાફ સભ્ય દીપેશ સાવંતનો આમનો સામનો કરાવ્યો હતો 
 
સુશાંત સિંહ રાજપૂતના કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)માં ડ્રગ્સનો એંગલ આવ્યા બાદ તપાસમાં અનેક મહત્વપૂર્ણ ખુલાસા કરવામાં આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, રિયા ચક્રવર્તી ધીમે ધીમે NCBની પૂછપરછમાં તૂટી હતી. તેણે માત્ર પોતે જ ડ્રગ્સ લેવાનું સ્વીકાર્યું જ નથી પરંતુ બોલિવૂડની અનેક મોટી હસ્તીઓના પણ નામ આપ્યા છે જે ડ્રગ્સ લેવામાં સામેલ હતા. 
 
આ પહેલા એનસીબીની પુછપરછમાં રિયાએ કબુલ્યુ હતુ કે સુશાંતની સાથે તે પણ ડ્રગ્સ લેતી હતી. આ પહેલા રિયાએ ડ્રગ્સ લેવાનો ઇનકાર કરી દીધો હતો. પણ જ્યારે તેનો સામનો શૌવિક સાથે કરાવ્યો ત્યારે રડવા લાગી અને તેને ખુદ કબુલ્યુ કે તે ડ્રગ્સ લેતી હતી. રિયાએ સુશાંત માટે ડ્રગ્સ અને તેની કંપનીને પણ મોટો ખુલાસો કર્યો.