રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મુંબઈ. , શનિવાર, 16 સપ્ટેમ્બર 2017 (16:37 IST)

મુંબઈના આરકે સ્ટુડિયોમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની 6 ગાડીઓ પહોંચી

બોલીવુડના જાણીતા પ્રોડક્શન હાઉસ આરકે સ્ટુડિયોમાં આગ લાગી છે. આગને કારણે એક હોલ સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયો છે. આ સ્ટુડિયો મુંબઈના ચંબૂરમાં આવેલ છે. તેની સ્થાપના શોમૈન રાજ કપૂરી કરી હતી. વર્તમાન સમયમાં તેનુ કામકાજ ઋષિ કપૂર જોઈ રહ્યા છે. 
 
માહિતી મુજબ આરકે સ્ટુડિયોમાં લાગેલ આગને ઓલવવા માટે ફાયર બ્રિગેડની 6 ગાડીઓ સાથે જ પાણીના 5 ટેંકર પણ મંગાવાયા છે. સ્ટુડિયોમાં વાયરિંગનુ કામ ચાલી રહ્યુ હતુ. આ દરમિયાન શોર્ટ સર્કિટને કારણે આગ લાગી ગઈ.