શુક્રવાર, 11 ઑક્ટોબર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 2 જુલાઈ 2018 (11:41 IST)

લગ્ન પછી પણ સોનમ રહે છે પિતા અનિલ કપૂરના ઘરે

સોનમના લગ્નને અત્યારે બે જ મહીના થયા છે. લગ્નના આટલા દિવસ દિવસો પછી પણ સોનમ તેમના પિતાના ઘરે રહે છે. સોનમે તેમના સાસરા અંગે કેટલીક વાત જણાવી છે. સોનમે જણાવ્યું કે તેમના સાસ-સસરા લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે.
 
તેઓ તેમના મંતવ્યો જાહેરમાં શેયર કરવા માંગતા નથી સોનમના જણાવ્યા અનુસાર, તેની સાસુને ફિલ્મ જગતમાં રસ નથી. બંને તેમના અંગત જીવનને કોઈની સાથે શેયર કરતા નથી.
 
સોનમને તેની સાસુ સાથેના સંબંધ અંગે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે કહ્યું હતું કે તેણી તેની સાસુથી કમફર્ટેબલ છે અને તેમની સાથે ઘણો વાતચીત કરે છે. પરંતુ શા માટે સોનમ હજુ પણ તેમના પિતા અનિલ કપૂરના ઘરમાં રહે છે? આની પ્રતિક્રિયામાં, તેમણે કહ્યું કે, મુંબઈમાં આનંદનું ઘરનો ઈંટીરિયર પસંદ ન હોવાના કારણે તે પાપાના ઘરે રહે છે.