બજેટ 2017 - 93 વર્ષમાં પહેલીવાર રેલ બજેટ જુદુ રજુ નહી થાય, જાણો Budget સાથે જોડાયેલી રોચક વાતો
નાણાકીય મંત્રી અરુણ જેટલી બુધવારે કેન્દ્રીય બજેટ રજુ કરશે. આ વખતે કેટલાક મુખ્ય ફેરફાર જોવા મળી રહ્યા છે. 93 વર્ષમાં પહેલીવાર આવુ બની રહ્યુ છે કે જ્યારે રેલ બજેટ જુદુ રજુ નહી કરવામાં આવે. એટલુ જ નહી કેન્દ્રીય બજેટ ફેબ્રુઆરીની અંતિમ તારીખને બદલે 1 ફેબ્રુઆરીના રોજ રજુ થશે. આ વખતે પણ સામાન્ય લોકોને સરકાર તરફથી ટેક્સમાં કેટલીક રાહતની આશા છે. એટલુ જ નહી નાણાકીયમંત્રી 50 હજાર રૂપિયાથી વધુના કેશ ટ્રાંજ્કેશન પર ટેક્સનુ એલાન પણ કરી શકે છે.
1. રેલ બજેટને સામાન્ય બજેટમાં વિલય માટે રાષ્ટ્ર્પતિ ભારત સરકારના નિયમ, 1961માં સંશોધનને મંજૂરી આપવામાં આવી છે. હવે આર્થિક મામલાના વિભાગ બંને બજેટ તૈયાર કરશે. કેન્દ્રીય મંત્રીમંડળે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં નાણાકીય વર્ષ 2017-18 થી રેલ બજેટને સામાન્ય બજેટમાં મિક્સ કરવા માટે કેટલાક ઐતિહાઇસ્ક બજેટલક્ષી સુધારાને મંજુરી આપી હતી. રેલ બજેટને જુદુ રજુ કરવાની પરંપરા 1924થી શરૂ થઈ હતી. આઝાદી પછી પણ આ પરંપરા ચાલતી રહી. જ્યારે કે જુદી રીતે રેલ બજેટની કોઈ સંવૈધાનિક વિવશતા નથી. નીતિ યાઓગના સભ્ય વિવેક દેબરોય અને કિશોર દેસાઈની કમિટીએ રેલ બજેટને ખતમ કરવાની ભલામણ કરી હતી.
2. બજેટ શબ્દની ઉત્તપત્તિ ફ્રેંચ ભાષાના બૉજેટ થી થઈ છે. જેનો અર્થ થાય છે ચામડાનુ પાકીટ. બજેટ દ્વારા સરકાર આગામી વર્ષના આવક-ખર્ચની વિગત રજુ કરે છે. વર્ષ 2000 સુધી સામાન્ય બજેટ સાંજે 5 વાગ્યે રજુ થતુ હતુ. પણ વાજપેયી સરકારના સમયથી તેને બદલવામાં આવ્યુ અને ત્યારના નાણાકીયમંત્રી યશવંત સિન્હાએ તેને 11 વાગ્યે રજુ કરવાનુ શરૂ કર્યુ હતુ.
3. જેમ્સ વિલ્સનને ભારતીય બજેટના સંસ્થાપક કહેવામાં આવે છે. ભારતનુ પ્રથમ બજેટ 18 ફેબ્રુઆરી 1896ના રોજ વાયસરોયની પરિષદમાં જેમ્સ વિલ્સને રજુ કર્યુ હતુ.
4. સ્વતંત્ર ભારતનુ પ્રથમ બજેટ તત્કાલીન નાણાકીયમંત્રી આર કે શનમુખમ ચેટ્ટીએ 26 નવેમ્બર 1947ના રોજ રજુ કર્યુ હતુ.
5. પંડિત જવાહર લાલ નેહરુ, ઈંદિરા ગાંધી અને રાજીવ ગાંધીએ પીએમ ઉપરાંત નાણાકીયમંત્રી તરીકે પણ બજેટ રજુ કર્યુ હતુ.
6. ભારતીય ઈતિહાસમાં સૌથી વધુ બજેટ રજુ કરવાનુ રેકોર્ડ નાણાકીયમંત્રી મોરારજી દેસાઈનુ નામ છે. નાણાકીયમંત્રી રહેતા તેમણે દસ વાર બજેટ રજુ કર્યુ હતુ.
7. મોરારજી દેસાઈ પછી જો કોઈનુ નામ આવે છે તો તે પી. ચિંદબરમ જેમણે 9 વાર બજેટ રજુ કર્યુ.
8. ઉલ્લેખનીય છે કે આ બજેટમાં વ્યક્તિગત આવકવેરા છૂટ સીમા (60 વર્ષથી ઓછી વયના લોકો માટે) વર્તમાન 2.5 લાખ
રૂપિયાથી વધારી શકાય છે. કેટલાક માહિતગાર અને સર્વે કહી રહ્યા છે કે આ છૂટ સાઢા ત્રણ લાખ સુધી વધારી શકાય છે. આ ઉપરાંત માહિતગાર માને છે કે જેટલી સર્વિસ ટેક્સ જે હાલ 15 ટકા છે. 16-18 ટકા વધી શકે છે. જો સરકાર દ્વારા સર્વિસ ટેક્સ વધારી દેવામાં આવે છે તો સામાન્ય માણસ માટે હોટલમાં ખાવુ પીવુ, ફોનનું બિલ, હવાઈ યાત્રાની ટિકિટ વગેરે જેવી અનેક સેવાઓ અને વસ્તુઓના ભાવ વધી જશે.