1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: શુક્રવાર, 24 એપ્રિલ 2020 (13:24 IST)

સુરતના હોર્ડિંગ પર આવી ગયું બિગ બીનું દિલ, સુરતીઓનો માન્યો આભાર

વિશ્વભરમાં કોરોના આતંક વધી રહ્યો છે. કોરોના સંક્રમણે ભારતના મોટાભાગના રાજ્યોને પોતાના સંકજામાં લઇ લીધા છે. દેશમાં કોરોના સંક્રમણ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ઝડપથી વધી રહ્યું છે. ત્યારે બોલીવુડ સ્ટાર્સ પણ કોરોના સામેની લડાઇમાં પોત-પોતાની રીતે દાન અને જાગૃતતા સંદેશ આપીને મદદરૂપ સાબિત થઇ રહ્યા છે ત્યારે બોલીવુડના મહાનાયકનું સુરતના હોર્ડિંગ પર દિલ આવી જતાં સુરતીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. 
 
સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં લાગેલા એક હોર્ડિંગ સુવિચારો વાંચી ખૂદ મહાનાયક અમિતાભ બચ્ચન પણ તેની ઉપર પ્રતિક્રિયા કરવાથી પોતાને રોકી શક્યા ન હતા હંમેશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનાર અમિતાભ બચ્ચન દ્વારા સુરતના આ હોર્ડિંગ પર લાગેલા સુવિચારની પ્રશંસા કરતા દેશભરના ડોક્ટરો દ્વારા કરવામાં આવી રહેલા દેશહિતના કાર્ય માટે બિરદાવવામાં આવ્યા હતા.
 
'શુ તમે જાણો છો મંદિરો શા માટે બંધ છે ? કારણ કે બધા જ ભગવાનો સફેદ કોટ પહેરીને હોસ્પિટલમાં છે'. કોરોના વાયરસના હાહાકાર વચ્ચે દેશભરમાં ડોકટરો અને મેડિકલ સ્ટાફ દ્વારા આપી રહેલા સેવાને બિરદાવવા જીટો નામની સંસ્થાના સુરત ચેપ્ટર દ્વારા ખાસ સંદેશ હોર્ડિંગમાં શહેરના જૂની આરટીઓ ઓફીસ ખાતે લગાડવામાં આવ્યું છે. 
 
આ હોર્ડિંગ્સ પર લખવામાં આવેલા સંદેશા પર માત્ર શહેરીજનો જ નહીં હવે દેશના મહાનાયક અમિતાભ બચ્ચનનું પણ દિલ આવી ગયું છે. સુરતના હોર્ડિંગ્સની તસવીર સોશિયલ મીડિયા પર જોઈ તેની ઉપર પ્રતિક્રિયા આપવા સુપરસ્ટાર અમિતાભ બચ્ચન પોતાને રોકી શક્યા ન હતા હોર્ડિંગ્સ પર રાખવામાં આવેલા સંદેશ પર એક વીડિયો મેસેજ થકી સંદેશો આપતા તેમણે જણાવ્યું હતું કે સુરતમાં લગાડવામાં આવેલા આ સંદેશો તેમને ખૂબ જ ગમ્યો છે અને તે સાથે તેઓએ દેશભરમાં આવી વિકટ પરિસ્થિતિમાં 24 કલાક કોરોના દર્દીઓને સારા કરવા માટે સેવા આપી રહેલા તમામ ડોક્ટરોના કાર્યને બિરદાવ્યું હતું.