ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. દિલિપકુમાર
Written By
Last Modified: બુધવાર, 7 જુલાઈ 2021 (13:02 IST)

RIP DILIP KUMAR - ટ્રેજેડી કિંગ દિલીપ કુમારના એ 10 શાનદાર ડાયલૉગ, જે હંમેશા રહેશે યાદ

હિન્દી સિનેમાના દિગ્ગજ કલાકાર દિલીપ કુમારનુ આજે સવારે નિધન થઈ ગયુ. 98 વર્ષની વયમાં દિલીપ કુમારે મુંબઈના ખાર હિંદુજા હોસ્પિટલમાં દુનિયાને અલવિદા કહ્યુ. દિલીપ કુમારના નિધનના સમાચાર મળતા જ બોલીવુડ અને દેશમાં શોકની લહેર દોડી ગઈ. તેમને ભારતીય સિનેમાના પ્રથમ ખાન અને ટ્રેજેડી કિંગ પણ કહેવામાં આવતા હતા. દિલીપ કુમારે શ્રેષ્ઠ અભિનેતાનો સૌથી વધુ ફિલ્મફેયર એવોર્ડ જીતવાનો રેકોર્ડ પોતાને નામ કર્યો છે. દેશમાં પહેલો ફિલ્મફેયર એવોર્ડ મેળવનારા દિલીપ સાહેબ હતા, તેમણે અભિનયની સંસ્થા કહેવામાં આવતા હતા. જ્યારે તેઓ મોટા પડદા પર પોતાના ડાયલોગ બોલતા તો તેમના હાવ ભાવ અને તેમની અભિનય પ્રત્યેની ઈમાનદારી જોઈને બધા તેમના અભિનયમાં ડૂબી જતા હતા. 
 
મોહમ્મદ યુસુફ ખાન બની ગયો બોલીવુડનો ટ્રેજેડી કિંગ 
 
દિલીપકુમારનો જન્મ 11 ડિસેમ્બર, 1922 ના રોજ પેશાવર (હાલ પાકિસ્તાનમાં) માં થયો હતો. દિલીપકુમારનું અસલી નામ મોહમ્મદ યુસુફ ખાન હતું.યુસુફ ઉર્ફે દિલીપ કુમારે નાસિકમાં અભ્યાસ કર્યો હતો. દિલીપ કુમારે 22 વર્ષની ઉંમરે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. દિલીપ કુમારે 1944 માં પહેલી ફિલ્મ 'જ્વાર ભાટા'માં કામ કર્યું હતું. દિલીપકુમારને ભારત સરકાર દ્વારા ઘણા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. દિલીપકુમારને પદ્મ વિભૂષણ, દાદાસાહેબ ફાળકે એવોર્ડ, પદ્મ ભૂષણ એનાયત કરાયો હતો.
 
દિલીપ કુમારના 10 શાનદાર ડાયલોગ્સ - દિલીપ કુમાના ડાયલોગ્સ .. કોન કમબખ્ત બરદાસ્ત કરને કે લીયે પીતા હૈ, મે તો પીતા હૂ કી બસ સાંસ લે શકુ. હાલાત, કિસ્મતે, ઈંસાન જીંદગઈ. વક્ત કે સાથ સાથ સબ બદલ જાતા હૈ. આવા ડાયલોગ્સને સાંભળતા જ તમારા દિલમાં દિલીપ કુમારના શાનદાર ડાયલોગ્સની યાદ આવી જશે. આવો જાણીએ દિલીપ કુમારના એ સુપરહિટ ડાયલોગ્સ જે હિન્દી સિનેમામાં હંમેશા માટે અમર થઈ ગયા. 
 
1. કોન કમબખ્ત બરદાસ્ત કરને કે લીયે પીતા હૈ, મે તો પીતા હૂ કી બસ સાંસ લે શકુ - દેવદાસ 
 
2. જબ અમીર કા દિલ ખરાબ હોતા હૈ ના, તો ગરીબ કા દિમાગ ખરાબ હોતા હૈ - નયા દૌર 
 
3. પ્યાર દેવતાઓ કા વરદાન હૈ જો કેવલ ભાગ્યશાલીઓ કો મિલતા હૈ -બૈરાગ 
 
4. જો લોગ સચ્ચાઈ કી તરફદારી કી કસમ કહેતે હૈ. જીંદગી ઉનકે બડે કઠિન ઈમ્તિહાન લેતી હૈ - શક્તિ
 
5  પેદા હુએ બચ્ચે પર જાયજ, નાજાયજ કી છાપ નહી હોતી, ઓલાદ સિર્ફ ઓલાદ હોતી હૈ - કિલા 
 
6. હાલાત, કિસ્મતે, ઈંસાન જીંદગઈ. વક્ત કે સાથ સાથ સબ બદલ જાતા હૈ. - મશાલ 
 
7. જીસકે દિલ મે દગા આતા હૈ ન, ઉસકે દિલ મે દયા કભી નહી આતી - નયા દૌર 
 
8. યે ખૂબ કે રિશ્તે હૈ, ઈંસાન ના ઈન્હે બનાતા હૈ, ના હી ઈન્હે તોડ સકતા હૈ.  - કિલા 
 
9. મોહબ્બત જો ડરતી હૈ વો મોહબ્બત નહી.. અય્યાશી હૈ ગુનાહ હૈ. - મુગલ-એ-આઝમ 
 
10. હક હંમેશા સર ઝુકાકર નહી, સર ઉઠાકર માંગા જાતા હૈ - સૌદાગર 
 
11.  કુલ્હાડી મે લકડી કા દસ્તા ના હોતા, તો લકડી કે કાટને કા રાસ્તા ના હોતા - ક્રાંતિ 
 
12. બડા આદમી અગર બનના હો તો છોટી હરકતે મત કરના - વિધાતા