મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. નોલેજ
Written By
Last Modified: ગુરુવાર, 2 ડિસેમ્બર 2021 (08:24 IST)

Cyclone- વાવાઝોડું કઈ રીતે સર્જાય છે? વાવાઝોડા વખતે બંદર પર અપાતાં સિગ્નલનો શું અર્થ છે?

વાવાઝોડું, (Cyclone), વાવાઝોડા
સમુદ્રનાં ગરમ પાણીથી ગરમ થયેલી હવા ઉપર ઊઠે છે. હવે આ જ હવા ફરીથી ઠંડી પડીને નીચે તરફ આવતી હોય, ત્યારે નીચેથી પહેલાંથી જ ગરમ થયેલી હવા બાજુમાં ધકેલી દે છે.
 
આ પ્રક્રિયા હવાની ગતિ વધારી દે છે. આવી સ્થિતિમાં દરિયામાં મોજાં પણ ઊંચે સુધી ઊછળે છે. આ જ મોજાં કાંઠેનાં શહેરો અને ગામડાંમાં તબાહી સર્જતાં હોય છે.
 
જમીન પર ભારે ઝડપથી ફૂંકાતા પવનો પણ નુકસાન સર્જતા હોય છે.
 
 
વાવાઝોડા વખતે વીજળી પડે તો શું કરશો?
વાવાઝોડાની સાથે ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે, ક્યાંક-ક્યાંક ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે.
 
વાવાઝોડા વખતે ઘણી વખત વીજળી પડવાનું જોખમ પણ તોળાતું હોય છે.
 
જો કોઈના પર વીજળી પડે તો શું કરવું? અથવા તો આ પ્રકારની સ્થિતિમાં કઈ રીતે બચી શકાય?
 
વાવાઝોડા વખતે બંદર પર અપાતાં સિગ્નલનો શું અર્થ છે?
 
ગુજરાતના અલગ-અલગ દરિયાકાંઠા પર વાવાઝોડાને પગલે સિગ્નલ આપી દેવામાં આવ્યાં છે.
 
દરિયામાં જ્યારે વાવાઝોડું(Cyclone)આવે ત્યારે ચેતવણી આપવા માટે પૉર્ટ સ્ટ્રોમ વૉર્નિંગ સિગ્નલોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.
 
કેટલાક દેશો સિગ્નલ દર્શાવવા માટે ફ્લેગનો ઉપયોગ કરતા હોય છે. ભારતમાં દિવસ અને રાત માટે અલગ-અલગ સંકેતોનો ઉપયોગ કરવામાં આવે છે.
 
દિવસના સંકેતો માટે સિલિન્ડર જેવા આકારની વસ્તુ અને શંકુનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે રાત્રિના સંકેતો માટે લાલ અને સફેદ લાઇટનો ઉપયોગ કરાય છે.
 
ભારતમાં 1 નંબરથી લઈને 11 નંબર સુધીનાં સિગ્નલનો ઉપયોગ કરવામાં આવે છે.
 
Cyclone, હરિકૅન કે ટાયકૂન વચ્ચે શું ફેર?
 
ગુજરાત પર હાલ તૌકતે વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓને સીધી અસર કરે તેવી શક્યતા છે અને 2021નું આ પ્રથમ વાવાઝોડું છે.
 
સાયક્લોન, હરિકૅન, ટાયકૂન, સુપર ટાયકૂન આ શબ્દોને એકસરખા સમજવાની ભૂલ ન કરવી જોઈએ, આ અલગ-અલગ શબ્દોના જુદા-જુદા અર્થ છે.