રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 27 માર્ચ 2020 (09:55 IST)

ઘરમાં જ રહીએ અને સુરક્ષિત રહીએ: ટેલિફોનથી ઓર્ડર આપી ઘેર બેઠા ડિલીવરી મળશે

કોરોના વાયરસને પગલે પ્રવર્તમાન લોકડાઉનની જાહેર થયેલી સ્થિતિમાં રાજ્યના નાગરિકો-જનતા જનાર્દનને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અપિલ કરી છે કે, શાકભાજી તેમજ અન્ય આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી માટે લોકો હોલસેલ માર્કેટમાં કે શાક માર્કેટમાં કે રિટેલર્સ પાસે  ખરીદી કરવા જઇને ભીડ-ભાડ ન કરે. 
તેમણે સ્પષ્ટપણે અનુરોધ કર્યો છે કે, આવી ચીજવસ્તુઓ તેમને તેમના ઘરની નજીકમાં વેપારી પાસેથી સરળતાએ મળી રહેશે. શક્ય હોય ત્યાં સુધી સૌ નાગરિકો આવી ચીજવસ્તુઓ માટે ટેલિફોનથી ઓર્ડર આપે અને ઘરે બેઠા ડિલિવરી મેળવે તે જરૂરી છે. 
 
મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકો-જનતા જનાર્દનને અપિલ કરતા એમ પણ કહ્યું છે કે, કોરોના વાયરસની આ બિમારી ભીડભાડ અને એક બીજાના સંપર્કથી પણ વધુ સંક્રમિત થતી હોય છે, એટલે સૌ સોશિયલ ડિસ્ટન્સ જાળવે. 
 
વિજય રૂપાણીએ નાગરિકોને એમ પણ જણાવ્યું છે કે આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠામાં કોઇ વિક્ષેપ ન પડે અને સરળતાથી લોકોને ચીજવસ્તુઓ મળી રહી તે રાજ્ય સરકારે સુનિશ્ચિત કર્યુ છે.
 
વડાપ્રધાનએ કોરોના વાયરસની દેશને અને સૌ-નાગરિકોને સુરક્ષિત રાખવા લોકડાઉનની સ્થિતિની જાહેરાત કરી છે તેને ગુજરાતમાં સૌ-નાગરિક ભાઇ-બહેનો આ સોશિયલ ડિસ્ટનર્સ જાળવીને અને ઘરમાં જ રહીને સફળ બનાવીએ.